Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 891
________________ ૭૯૬ ટેડ રાજસ્થાન. દિવસે યવન સેનાએ નગરમાં પેસી લુટ કરી. લેદવને ધ્વંસ થયે. યવન સેનાપતિ કરીમખાં લુટનો માલ લઈ પિતાના પ્રદેશમાં ગયે. એવી રીતને પ્રપંચ કરી યશ લેવા હસ્તગત કર્યું. તે સ્થળમાં - હેવાથી તેને વિશેષ આફત માલુમ પડી. જેથી આફત વિના રહી શકાય એવું દઢ સ્થળ તે શોધવા લાગ્યો. લેવાથી પાંચ કેશ દરે શેડી ઉંચી શેલમાલ હતી. યશલે તેના ઉપર કીલે સ્થાપવા વિચાર કર્યો તે પર્વતમાળાના શિખરે તેણે એક ગીને જો એ ગીનું તપવન બ્રહ્મસર નામના કુંડ પાસે આવેલું હતું. યશલે તે મુનિના ચરણે પડી પિતાને વિચાર જાહેર કર્યો. તેને અભિપ્રાય જાણ મુનિ ઐશલે કહ્યું “બચ્ચા ! સંમુખે આ પર્વતની ત્રણ ટચ દેખાય છે તેનું નામ ત્રિકુટગિરિ છે. પાંડવવર અને પિતાના મિત્ર કૃષ્ણ સાથે એ સ્થાને આવ્યું હતું, ત્યાં આવી કૃણે કહ્યું “ભવિષ્ય કાળમાં મારે એક વંશધર આ નદી તટે એક નગર અને ત્રિકુટગિરિના ટેરવે એક કીલે સ્થાપશે” કૃષ્ણની એ વાત સાંભળી અને કહ્યું “ ભાઈ! આ નદીનું પાણી બીલકુલ અપરિછકૃત છે” ત્યારે હરીએ હાથમાં રહેલા ચકથી ત્રિકુટગિરિના રથળે પ્રહાર કર્યો. એટલામાં તે સ્થળથી વિમળ જળ વાળી નદી નિસરી ” ત્યારપછી તપિધન ઐશલે કહ્યું “બચ્ચા ! એ સ્થળે કાલે અને શહેર બનાવ” સંવત્ ૧૨૧૨ (ઈ.સ. ૧૧૫૬ )માં શ્રાવણ માસની સુદ સાતમના રવિવારે થશલે સુપ્રસિદ્ધ યશવમીરના કિલ્લાની ભીતની સ્થાપના કરી, ઘેડા સમયે લેદુર્વાસીઓ સામાન લઈ યશલમીરમાં આવી વસ્યા, ડાવકામાં થશમીરમાં મોટી હવેલીએ બની ગઈ, ચશલના કૈલુન અને શાલિવાહન નામના બે પુત્ર હતા એ ઘટના પછી યશલ પાંચ વર્ષ જીવે, તેના મૃત્યુ પછી તેને કનિષ્ટ પુત્ર શાલિવાહન યશલમીરની ગાદીએ બેઠે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914