________________
૮૧૨
ટાડ રાજસ્થાન.
કડુલેટ અપ ધારણ કરી શકે એ હશે તેને ચશલમીરના રાજા સામે રણાંગણમાં ઉતરવું પડશે, વળી વીક્રમપુર હસ્તગત અને વિશ્વસ્ત કરી, બૈરા પ્રતિશેષ લેવો પડશે, જે કોઇ રાઠોડ આ ઘોષણાના હુકમની વિરૂધ્ધે ચાલશે. તેને રાજદ્રોહી ગણી દડને પાત્ર કરવા પડશે ” થોડા સમયમાં નૃપાના પાલિત થઈ. પ્રત્યેક રાઠોડે તેને આદેશ માથે ચડાવ્યે. રાવળ અમરિસંહ પણ પોતાના સૈન્ય સામંતને એકઠા કરી, શત્રુની સામે થવા ગોઠવણ કરતા રહ્યા. તે શત્રુની સામે અગ્રેસર થયા. અનેક રાઠોડ સરદારા તેના હાયથી મરાઈ ગયા. સીમાડાંનાં અનેક ગામા તેણે ખાળી દીધા. પુષ્કળ દ્રવ્ય તેના હાથમાં આવ્યુ, તેણે પુગલને ફરી હસ્તગત કર્યું.
રાવલ અમરસિંહના આઠ પુત્ર હતા. તેના પછી તેના માટે પુત્ર ચશેવંતિસ’હું સવત્ ૧૭૫૮ ( ઇ. સ. ૧૭૦૨ ) માં યશલમીરની ગાદીએ બેઠો, દાઉદખાં નામના એક અફગાન સરદારે ગારા નદીના તીર કેટલાક પ્રદેશ લઇ લીધેા.
ચશેાવાસ'હુના પાંચ પુત્રા જગસિદ્ધ. ઇશ્વરસિંહ, તેજસિહ, સરદારસિંહ, અને સુલતાનસિંહ. જગસિંહે આત્મહત્યા કરી, તેના ત્રણ પુત્રે અખિ સિંહ, મુસિંહ અને જોરાવરસિંહું.
અખિસિંહ, રાજ્ય ઉપર અભિષિક્ત થયા. બુધસિદ્ધ શીળીના રોગેમરણ પામ્યા. અખિસ’હુના કાકા તેજસિ ંહૈ, ભત્રીજાનું રાજ્ય છીનવી લીધું. તેથી બે રાજકુમારે દીલ્લીમાં પલાયન કરી ગયા. તે સમયે તેઓના દાદા રાવળ સેવંતસિ’હને ભાઈ હરિસિંહ દીલ્લીમાં સમ્રાટ નીચે નોકરીમાં હતા. ભાઈના પુત્રાની દુરવસ્થા જોઈ તે રાજ્ય પરાસ્ત તેજસિંહને રાજ્ય ભ્રષ્ટ કરવા, તે ચશલમીરમાં આન્યા.
યશલમીરમાં “ વાસ ” નામના એક પ્રાચીન ઉત્સવ ચાલનેા હતેા. તે ઉત્સવમાં ભઠ્ઠીરાજ, પ્રતિવર્ષ ગરસિંહ ઉપર જઇ તેમાં પડી એક મુડી કાઢવ સહુની અગાઉ લાવતા હતા. ત્યારપછી રાજ્યના બીજા સરદારો ધનવાળા વીગેરે સરેાવરમાં પડી એક મુઠી કાદવ લાવતા હતા. તેજસ'હુ તે ઉત્સવમાં મોટી ધુમ ધામથી એ સરેાવર તરફ ચાલ્યે. એટલામાં હરસિ’હું એક દળ સાથે આવી તેના ઉપર હુમલા કર્યાં. તેજસિહ જખમી થઈ મરણ પામ્યા, પણ હરિસિંહને ઉદ્યમ સંપૂર્ણ સફળ થયેા નહિ, શાથી કે તેજસંહના પુત્ર શેવેસિંહ ગાદીએ સ્થાપિત થયા. અખિસિંહ નિરૂત્સાહ થયે નહિ. યશલમીરમાંથી સૈન્ય એકઠું કરી તેણે કીટ્ટા ઉપર હુમલા કર્યાં, તેણે શેવેસિહુના પ્રાણનો નાશ કરી. યશલમીરના રાજ્યાસનના ઉદ્ધાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com