Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 897
________________ ટાડ રાજસ્થાન હાજર હતા. ચશલમીર ઉપર હુમલે કરવા આવતાં મુસલમાને ઉલટા ઘેરાયા. ટ્ટિવીર હામીર અને દેવરાજે તેના ઉપર બે વર્ષ ઘેરા રાખ્યા અને તેના ઉદ્વાર માટે અંદરથી જે સેના આવતી હતી, તેને પણ માર્ગ રજપુતોએ રોકયા એમ કરતાં આઠ વર્ષ વીતી ગયાં, પણ મુસલમાનાથી કાંઈ બની શક્યું નહિ. તે સમયે રાવલ જગસિહે માનવલીલા અધ કરી કીલ્લાની અદર તેને અત્યેટિ સત્કાર થયા તેણે અઢાર વર્ષ રાજ્ય કર્યું ૮૦૨ એ લાંબા કાળના ઘેરામાં યશલમીરમાં એક અદ્ભુત વ્યાપાર સાધિત થયું. રતનસિંહ અને યવન સેનાપતિ નામ માજીમખાં વચ્ચે મિત્ર ભાવના સમાલાપ ચાલ્યા. અને એક કઠણુ બંધુત્વ સૂત્રે બધાથા, તેએ બન્ને કેટલાક રક્ષકોને સાથે રાખી બન્ને પક્ષની સેના સ્થળ વચ્ચેના ખજુરીના ઝાડ નીચે બેસી મિત્ર ભાવની વાર્તા કરવા લાગ્યા, અને ઘણા પ્રકારને આમેદ પ્રમાદ કરવા લાગ્યા, અન્ને એકઠા બેસી ચૂત ક્રીડા કરતા હતા, ત્યારે કજ્યના અનુરોધે તે યુદ્ધ ક્ષેત્રમાં ઉતરતા હતા. ત્યારે ખરા પ્રતિદ્વંદ્વીની જેમ પરસ્પર વિરોધે યુદ્ધ કરતા હતા, તેઓના એવા આચરણથી બન્ને પક્ષવાળ! મૂગ્ધ થયા. જગત્સિ’હના પરલેાકવસ ઉપર તેને પૂત્ર મૂળરાજ સંવત ૧૨૫૦ ( ઇ. સ, ૧૧૯૪ ) માં યશલમીરની ગાદીએ બેઠા. આભિષેચનિક ઉત્સવ વ્યાપાર સાથે કીલ્લામાં ગીત વાદ્ય થવા લાગ્યાં, ખરેખર તે સમયે રતનસિંહ અને મામૂખખાં ખજુરીના ઝાડ નીચે બંધુભાવની વાર્તા કરતા હતા, ભટીરાજકુમારે સેનાપતિ પાસે એ આનંદ ઉત્સવનું કારણ કહી દીધું, ત્યારપછી મામૂખખાંએ કહ્યું ભાઈ ! સુલતાન આપણા અન્ને બધુત્વ વ્યાપાર સાંભળી અત્યંત વૃદ્ધ થયા છે, તેની ધારણા છે જે આપણી મિત્રતાથી અવરોધમાં વિલંબ થયો. આ ક્ષણે શા માટે હું કલકના ભાગી થાઉં, સુલતાનના હુકમથી આવતી કાલે ભારે યુદ્ધ થશે, હું ખુદ સેનાદળ ચલાવીશ, રતનસિહ યુદ્ધ માટે તૈયાર થયા. નિર્દિષ્ટ સમયે યુદ્ધ થયું તે યુદ્ધ ભયાનક નીવડયું, રજપુતે એ પ્રચંડ વીયતાથી યવનાના હલ્લો ચ ક પણ તેથી શત્રુએ નિરૂત્સાહ થયા નડે. તેને નવું સેનાખળ મળવાથી તે નવા ઉત્સાહે ઉત્સાહિત થયા. તે વર્ષના આખર ભાગમાં યશલમીર ભયંકર અન્નકષ્ટ થયુ અનાહારે અનેક સૈનિકો મરણ પામ્યા. ત્યારે મૂલરાજે, પેાતાના સરદારને એકડા કરી કહ્યું, “ વીર પુરૂષા ! આટલા વર્ષ સુધી આપણે માત્ર ભૂમિની રક્ષા કરી પણ હવે રક્ષણ કરવાના ઉપાય નથી. આપણી ખાદ્ય સામગ્રી નિશેહિત થઈ હવે આ ક્ષણે શું કરવું, પ્રધાન સરદાર ગેહીર અને વિક્રમસિ હે કહ્યું હવે ઝહરમતનુ અનુષ્ટાન કરવું યેાગ્ય છે.” '' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914