________________
ટેડ રાજસ્થાન,
તનુ પિતૃરાજ્ય ઉપર અભિષિક્ત થયે, તેણે બારહા અને મુલતાનના લંગડા લોકેને ભૂમિભાગ ઉજજડ કરી દીધું. તેના અત્યાચારને પ્રતિક્ષેધ લેવા માટે હુસેનશાહે બખ્તરવાળા અને લેઢાની પાઘડીવાળા સંગહ પઠાણેને લઈ યદુરાય ઉપર આવ્યો. તેણે યદુરાય ઉપર હુમલો કર્યો, તેઓ સઘળા ઘોડાસ્વારે હતા જેઓની સંખ્યા દશહઝારહતી, વાહારા લેકે પણ તેઓને મળી ગયા હતા, હુસેનખાએ વાહરા પ્રદેશમાં છાવણી રાખી હતી. તનુરાય, પોતાના ભાઈઓને એકઠા કરી શત્રુની સામે થવા તૈયાર થયા, ચાર દિવસ સુધી તેઓએ શત્રુના હુમલા થકી કીલ્લાનું રક્ષણ કર્યુંપાંચમાં દિવસે કીલ્લાનાં બાર ઉઘા દેવા યરાજે આજ્ઞા આપી. હાથમાં તલવાર લઈ પોતાના પુત્ર વિજયપાળને સાથે રાખી તે શત્રુસેના ઉપર પડયે. વારાહા લેકે પ્રથમ તે પલાયન કરી ગયા. યાદવ રજપુતે વિજયી થયા.
તનુના પાંચ પુત્ર-વિજયરાય, મુકુર, જયતુંગ, અલૂન અને રાકી. બીજા પુત્ર મકરને પુત્ર મે. મેપાના બે પુત્ર-મહોલા અને દિકાઉ. દિકાઉએ પિતાના નામે એક સરોવરની પ્રતિષ્ઠા કરી. તેના સંતાને સૂત્રધાર કહેવાયા. હાલ, સુધી તે મકર સુતાર નામે પ્રસિદ્ધ છે.
જયતુંગના રતનસિ અને ચેહર નામના બે પુત્ર થયા. રતનસિએ વિધ્વસ્ત વિક્રમપુરને દુરસ્ત કર્યું. હીરના કલા અને નિરરાજ નામના બે પુત્ર થયા. તે બન્નેએ કેલાસર અને ગિરરાજસર બાંધ્યા.
ચોથા પુત્ર અલૂનના ચાર પુત્ર-દેવસી, નીરપાળ, ભાઉની અને રાકિચે દેવસીના સંતાન ઉછપાલક થયા. વળી રાકીના વશજોએ વણિકવૃતિ પકડી ઓશવાળ છેજતિમાં ગણાયા.
ભગવતી વિજયસેનીના અનુગ્રહે તનરાયને એક સ્થળથી પુષ્કળ ગુપ્ત ધન મળ્યું. તેણે તે ધનની મદદથી વીજનેટ નામને કિલ્લો બાંધ્યું જેમાં ભગવતીની - મૂતિ બેસાડી. એંસી વર્ષ રાજ્ય કરી તનુ પરલોકવાસી થયે. -
વિજયરાય સંવત્ ૮૭૦ (ઇ.સ. ૮૧૪)માં પિતૃસિંહાસને બેઠો પિતૃ પુરૂષના લાંબા કાળના શત્રુ વરાહા લેકને તેણે હરાવ્યા. સંવત્ ૮૯૨ માં બુટા
ક ભારતવર્ષના ચોરાશી વણિક ગેત્રમાં ઓસવાળ સંપ્રદાય, વિશેષ પ્રસિદ્ધ અને સમૃદ્ધ છે. તેઓ પહેલાં અસિ નામના નગરમાં ઉપનિષ્ટ થયા. જેથી તેઓને અસીવાલ (ઓસવાલ) પડ્યું. તે પૂર્વે વિશુદ્ધ રજપુત કુળમાં પેદા થયા. તે સઘળા જૈન ધર્માવલંબી છે . ભારતવર્ષના સઘળા સ્થળે સવાલ વણિકને વાસ છે.
* સંવત ૮૧૩ (ઈ.સ. ૭૫૭)માં માર્ગ શીર્ષાસનતેરસે રેહિણી નક્ષત્રમાં ભ• ગવતીની મુર્તિની સ્થાપના થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com