________________
૭૭૮'
ટીડ રાજસ્થાન,
ધર્ષ માધાજ સિંધિયે મરાઠાને અધિનાયક હતે. એવા પ્રચંડ શત્રુનું દમન કરવામાં અંબરની સતામાં નહતું. તેનું દમન કરવામાં સઘળી રજપુત સમિતિની મદદની જરૂર હતી અત્યાચારી મોગલ રાજાઓનું ઉત્પીડન બંધ કરી રાજસ્થાનના ત્રણ પ્રધાન રાજાઓ સંધિસૂત્રે બંધાયા. તે રજપુતનું ત્રિબળ. કુશાવહ રાજ પ્રતાપસિંહે હાલ તે ત્રિબળ એકઠું કરવા મારવાડના અધિપતિ વિજયસિંહ તરફ ઇંત મોકલ્યા.
રાઠોડ રાજતેમાં સમંત થયા. અંબરરાજ ઈશ્વરસિંહે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતે આજ તે સદાશય વિજયસિંહ ભૂલી ગયું અને અંબરને આફતમાંથી કહાડવા તે દઢ સંકલ્પવાળો થા. તે સેનાદળ લઈ પ્રતાપસિંહ સાથે મળી ગયો. વળી રાઠોડ રજપુતો અને કુશાવહ રજપુતો એકતાના અને સૌહાર્દના સૂત્રે બંધાયા, ટંગા નામના સ્થાને એકઠું થયેલ રજપુત લશ્કર મહારાષ્ટ્રીયના સામું થયું. પ્રસિદ્ધ સેનાની વીર દીવઈનના હાથમાં સિંધિયાનું સેનાદળ હતું ઈસમાઈલ બેગ અને હામદાની નામના બે મોગલ સેનાપતિએ જપુતને પક્ષ પકડે. રાઠોડરાજ વિજ્યસિંહે પિતાની સેનાને ભાર રીયાપતિના હાથમાં મેં તે રંગા ક્ષેત્રે રજપુત અને મરાઠાનું ઘર યુદ્ધ થયું રજપુતના રણ કૈશલ પાસે સુશિક્ષિત ફરાસીવીરનું યુદ્ધ નૈપુણ્ય પરાસ્ત થયું સિંધિયે પરાજીત થઈ મથુરામાં પલાયન કરી ગયે. જયી થઈ મહારાજ પ્રતાપસિંહે અંબરમાંથી મરાઠાને કહાડી મુકયા પ્રતાપસિંહ તે જ્ય ગૌરવ અધિક દિવસ ભેગવી શકે નહિ. પત્તન યુદ્ધ તેના મિત્રો ચિત્તવ્યવહારે રાઠોડ લોકો મરાઠાથી પરાસ્ત થયા. ઈ. સ. ૧૭૮૧ માં તુકાળ હલકરે જયપુર ઉપર હલ્લો કયે પ્રતાપસિંહ તેના હકલાની સામે થઈ શકશે નહિ. છેવટે વાષિક નાણાંની કેટલીક રકમ આપવી ઠરાવી તેણે તકાજી સાથે સંધિ કયે.
ઈ. સ. ૧૮૦૩ માં રાજ પ્રતાસિંહ પરલેકગામી થયું. તેણે એકંદર પચીશ વર્ષ રાજ કર્યું, શર, હિમતવાળે અને વિજ્ઞ હતો પણ પઠાણ એને મરાઠા વગેરે દુખ દુશ્મને સાથે તેની વીરતા, સાહસિકતા, અને વિજ્ઞતા કાંઈ કામ માં આવી નહિ.
પ્રતાપસિંહના પરલોકવાસ ઉપર જખ્તસિંહ અંબરના સિંહાસને બેઠે. કાપુરૂષ અને મુખની જેમ વર્તે તેણે કુશાવહ રજપુતના સિહાસનને કલંકિત કર્યું. તેણે સતર વર્ષ રાજ્ય કર્યું તેનું એક પણ કાર્ય ઉલ્લેખ ચોગ્ય નથી. જગતસિંહના શાસન કાલમાં અંબરરાજ્યના અધઃપાતની પૂર્ણતા થઈ પવિત્ર કુશાવહ રજપુતનું ગૌરવ અસ્તમિત થયું તે એટલે બધો વિલાસપ્રિય થઈ ગયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com