Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 858
________________ મારવાડ-અંબર. ७६३ ભગવાનદાસ પછી તેને ભત્રીજે માનસિહ અંબરના સિંહાસને બેઠે. માનસિંહ અકબરની સભામાંમાં એક રન, અકબરના સિભાગ્યમાં અને ઉન્નતિમાં માનસિંહ મદદગાર, માનસિંહ અકબરના મૃત્યુનું પ્રધાન કારણ, તે પ્રચંડ કુશાવહ વીરના બાહબળે મોગલ સમ્રાટ અકબરે ભારતવર્ષને અડધે ભાગ લીધો. અકબરે પિતાના પ્રતિનિધિના પદે તેને નીમી ઘણું કઠેર અને મુશ્કેલ કાર્ય સાધ્યાં, અકબરનો જે માનસિંહ ઉપર વિશ્વાસ હતો તે જ માનસિંહે તેને બદલે આપ્યો. તેણે પિતાના દેશનું અકલ્યાણ કરી અકબરના વિશ્વાસને ઉપયુક્ત બદલે માનસિંહે આયે. નેતનથી તે સાગર ઉપકુલ સુધી પ્રસિધ્ધ ભૂભાગ માનસિંહના બાહુ બળે જતા. તેણે ઓરીસા પ્રદેશ ઉપર જય મેળો બંગાળ વિહાર દક્ષિણાય કાબુલ વીગેરે પ્રદેશે તેના શાસનમાં સોપાયા, રજપુતે સાથે વૈવાહિક સૂત્રે બધાઈ અકબરે વિચાર્યું કે પોતાનું સામ્રાજ્ય હવે આફત વિના રહેશે. પણ તેમ વિચારવાથી અકબર મોટા ભ્રમમાં પડો. રાજા માનસિંહે તેની આંખમાં આંગળી નાંખી તે ભ્રમ દેખાડી આયે, એવીરીતને વૈજાત્યવિવાહ ગૃહવિપ્લવનુ પ્રધાન કારણ યવનથી પેદા થયેલા રાજકુમાર સાથે રજપુતાણીથી પેદા થયેલ રાજકુમાર વિશ્વેષભાવાપન્ન થયા જેઓ રજપુત શેણિતમાં પિદા થયા તેઓ માતૃકુળ તરફ વિશેષ અનુરાગ દેખાડવા લાગ્યા. આવી રીતની ગડબડાટમાં મેગલ સમ્રાજ્ય મોટા આફત સમુદ્રમાં ડુબી. માનસિંહના કાકાની દીકરી સાથે સલીમને વિવાહ થયે હતે એ સંબંધના કારણથી અને તેના બાહુબળના કારણથી અંબરરાજ માનસિંહ વિશેષ ક્ષમતશાલી થયે અંબરરાજની એક ક્ષમતાશાલિતાને નાશ કરવા જતાં ખુદ અકબરે પિતાને નાશ કર્યો. એક સમયે અકબરે એક પ્રકારનું માજમ તૈયાર કર્યું. તેમાંના અદ્ધ ભાગમાં વિષ મિશ્રિત કરી માનસિંહને તે આપવા તૈયાર રાખ્યું. બીજે અદ્ધ ભાગ જેમાં વિષ મિશ્રિત નહોતું તે પિતા માટે તૈયાર રાખે. ધમને કે અપ્રતિહત પ્રભાવ છે ! મેગલ સમ્રાટે, જાણ્યા બુજ્યા વિના વિષમિશ્રિત માજમ ખાધું. પાપનું પ્રાયશ્ચિત છેડા સમયમાં થયું. નિરપરાધી વિશુદ્ધ આશામીનું અનિષ્ટ કરવા જતાં, પિતાનાજ ઈર્ષાવલ્ડિમાં પોતેજ બળી મુઓ. અકબરને મુમુકાળ પાસે આવેલું હોવાથી માનસિંહે દિલ્લીના પ્રકૃત ઉત્તરાધિકારીની વિરૂદ્ધ પોતાના ભાણેજ રાજકુમાર ખુશરૂને દિલ્લીના સિંહાસને બેસારવા પ્રપંચ કર્યો. પણ મેગલ સમ્રાટ અકબરે જીવતાં જીવતાં સેલિમના માથા ઉપર રાજ મુગટ મુકી દીધું. ત્યારપછી સેલીમ જહાંગીર નામ ધારણ કરી ભારતવર્ષના સિંહાસને બેઠે, માનસિંહને પ્રપંચ થડા સમય માટે શાંત થયે. તેને મંગળામાં સમાટે મોકલ્યું. બંગાળામાં માનસિંહે પાછા પ્રપંચ ઉઠા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914