________________
||
તૃતિય અધ્યાય.
રજપુતના ત્રણ પ્રધાન રાજાની એકત; અંબરનું દહી કરણ, ઈશ્વરસિંહને અભિષેક બહુ વિવાહથી પેદા થયેલ અતિર્વિહિવ, મધુસિંહ, જાટને રાજા, જાટ સાથે યુદ્ધ. માકેરીનું અભ્યસ્થાન, મધસિંહના મૃત્યુ ઉપર કશાવહ રજપુતની ક્ષમતાને અધપાત્ત, પૃથ્વીસિંહ પ્રતાપસિંહ, તેની સભામાં વડ યંત્ર, ફીરોજનું મૃત્યુ, મરાઠાઓ સાથે વિવાદ, રંગામાં પ્રતાપને જય, પ્રતાપનું સંકટ, જગતસિંહ રસકપુર જગતસિંહને પદગ્રુત કરવાને ઉધમ, ઉધમની વિફલતા, મેહનસિંહ.
મેવાડના ઇતિવૃતમાં વર્ણવેલ છે જે રાજસ્થાનના ત્રણ પ્રધાન રાજ્ય. મેવાડ મારવાડ અને અંબર તે ત્રણે રા, પિતપોતાના ઉપાસ્ય દેવના કસમ લઈ એકતા સુત્રે બંધાયા. એ સંધિ બંધનને પ્રધાન ઉદદેશ આત્મ સમર્થન તે ઉદદેશ સારી રીતે સાધિત થયે. તે સમયે રાઠોડ રાજાએ; અને કુશાવહ રાજાએ પોતાના રાજની સીમા વધારી. શેખાવતી રાજ અંબરના તાબામાં કર આપનારું રાજ્ય ગણાયું. એ સમયે જાટ લેકે, જે અભ્યસ્થિત થઈ અંબરની આબાદીમાં બાધાન આપત તે કરછાવહનું રાજ્ય શંબર હદથી તે યમુનાની સૈક્ત ભુમિ સુધી ફેલાઈ જાત.
મહારાજ જયસિંહના પરલોકવાસ ઉપર તેને જેણે પુત્ર ઈશ્વરસિંહ અંબરની રાજગાદીએ બેઠે, રાચિત અને રાજપુત્ર એગ્ય કોઈ પણ ગુણથી ઈશ્વરસિંહ વિભુષિત નહોતે, ઈશવરસિંહને ઓરમાન ભાઈ મધુસિંહ હતે. મધુસિંહ અગરજે કે વયમાં ઈશવરસિંહથી ના હતે પણ સદગુણોથી અલંકૃત હતે. તેથી કરી મધુસિંહ ઉપર પ્રજાની સારી ભકિત હતી. તે શિશદીયરાણા બીજા જગતસિંહને ભાણેજ થાય. રાણાએ તેને મેવાડના અંદરને રામપુર ભાણપુર નામને જનપદ આપે. એ સિવાય મધુમિ હે પિતા પાસેથી દંગ રામપુર ફાગી અને માલપુર નામના પ્રગણું મેળવ્યા. તે પાંચ જાગીરની પેદાશ પુષ્કળ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com