________________
ટેડ રાજસ્થાન, ~~ ~~~~ ~
તપાસતાં, કુંભસિંહને તે ગોઠવણની હકીકત જાણવામાં આવી. ઘણું રોષ અને વિદ્વેષ કુંભસિંહના હદયમાં એકદમ પેદા થયા. તેણે પિતાના સૈનિકોને બોલાવી કહ્યું છે વીરો ! બુંદી શું એવું રાણાનું ચક્ષુઃશુળ થઈ ગયું છે જે બનાવટનું બંદી કરી તેના ઉપર જય મેળવવા રાણા ઈચ્છા રાખે છે ? “આ હવે આપણે પ્રતિજ્ઞા લઈએ જે પ્રાણાતે પણ તે બનાવટની બુંદીને જીતવા દઈએ નહિ, તેના સહચ તે કઠોર પ્રતિજ્ઞાથી બંધાયા. રાણે સૈન્ય સાથે બનાવટની બુંદી તરફ ચાલ્યા. અકસ્માત તેના ઉપર ગોળીને વરસાદ થા. રાણાને તે તે બુંદી ખાલી છે એમ ખબર હતા. બુંદીમાંથી ગેળીના બહાર સાંભળી રાણે ચમત્કૃત થયો. તેમ થવાનું કારણ પુછવા રાણાએ એક દૂત મોકલ્યો. રાણાના દૂતને સંમુખે આવેલો જોઈ કુંભસિંહ બો. “ આ નકલ બુંદીની પણ અમે પ્રાણ આપી રક્ષા કરશું. ” જાઓ ! રાણાને યુદ્ધ કરવાનું કહે ! રાણાની પ્રતિજ્ઞા જાણી હાર રજપુતોએ માગે આગે. રાણાએ જય મેળવ્યે રાણાની જલ ન લેવાની પ્રતિજ્ઞા ટી.
હામુ સોળ વર્ષ રાજ્ય કરી પરલેકવાસી થયે, વીરસિંહ અને લાલા નામના તેના બે પુત્ર હતા. લાલાને ખુટકર મળ્યું. તેના બે પુત્ર થયા. જેનું નામ નવમ અને જૈત હતું, વરસિંહે પંદરવર્ષ રાજ્ય કર્યું તેના વિરૂ જગદુ અને નીમ નામના ત્રણ પુત્ર હતા. નીમના વંશધરે નીમાવત નામે કહેવાયા, વરૂ પચાશ વર્ષ રાજ્ય કરી સંવત્ ૧૫રમાં પરલોકવાસી થયે. તેના સાત પુત્ર હતા, તેને મોટા પુત્ર રાવબાંદું,બીંદુના સિંહાસને બેઠો.
બાંદુ જેવો સખાવત રાજા રજપુતોમાં પિદા થયો નથી, અસીમદાન શીલતાથી તેનું નામ રાજસ્થાનમાં પ્રસિંદ્ધ થયું, સંવત ૧૫૪૨ (ઈ. સ. ૧૪૮૬ ) માં રજપુતાનામાં એક ભયંકર દુષ્કાળ પડયે, તેના કરાળગ્રાસમાંથી પોતાની પ્રજાને બચાવવા તેણે જેદાન કયાં છે તેથી તે અમર થયે છે.
ભટ્ટ ગ્રંથમાં વર્ણિત છે જે ખુદકાળે સ્વપ્નમાં રાજાને દેખા દીધે, અને દુષ્કાળની હકીકત કહી સંભળાવી. એકવાર રાવબાંદએ સ્વપ્ન જોયું જે કાળ એક દુબળા પાડા ઉપર બેસી તેની પાસે આ, પિતાની ઢાલ તલવાર લઈ તે તેજસ્વી રજપુતોએ કાળ ઉપર હુમલો કર્યો. એટલામાં તે છાયામયી મૂર્તિ ચિકાર કરી બોલી ઉઠી, ધન્ય! બાંદુ ? હાર ? હું કાળ ! ધન્ય તુંને. તું જ મૃત્યુલોકમાં તલવારથી મારે પ્રતિરોધ કરી શકે. તું સાંભળ ! મરૂ દેશમાં દુષ્કાળ પડશે. તારું શસ્ત્રાગાર હાસ્ય થઈ પૂર્ણ કર? તું ઉદાર ભાવે દાન કરી શકીશ, તારે ભંડાર ખાલી થાશે નહિ, એમ કડી સર્વ નિયંતા કાળ અંતહિત થયો. રાવબાંદુએ તેની આજ્ઞા પાળવામાં કસર રાખી નહિ, તેણે ઘાસ દાણા વગેરેના સંગ્રહથી પ્રજાનું સારું સંરક્ષણ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com