________________
७०४
ટેડ રાજસ્થાન
વિગેરે રજપુતેના બચાવ માટે અને દુધર્ષ હેલકરના દમન માટે બેનશીબ મનશન સાહેબ તે પ્રદેશમાં પઠે. હેલકરના પ્રચંડ બળે તે પરાસ્ત થઇ ગયે. બુદીરાજ શિવાય કેઈએ તેને આશ્રય આપે નહિ તે માટે હોલકરે તેના ઉપર અત્યાચાર ચલાવવાનું શરૂ કર્યું. બ્રીટીશ ગવરમેંટ તે અત્યાચારને રોધ કરવા આવ્યું નહી સુજે એમ હેય પણ અંગ્રેજની મદદથી હોલકરને વિષદંત ભાગ્ય અને બુદીરાજે પિતાના કેટલાક પ્રદેશને ઉદ્ધાર કર્યો તેથી રાવ રાજા વિષ્ણસિંહે અંગ્રેજની સારી કૃતજ્ઞતા જાહેર કરી. ઈ. સ. ૧૮૧૭ ના ઘેર સંઘર્ષ કાળમાં બુદીરાજ વિષ્ણસિંહે અંગ્રેજ વિરૂધે એ પણ પગલું ભર્યું નહિ. અને સેનિક અને સામંત અગ્રેજની આજ્ઞા અમલમાં લાવતા. જે દિવસે બુદીરાજ, હોલકર અને સીંધીયાના કરાળ ગ્રાસમાંથી પત્તન વગેરે નગરે કહાઢી લેવા સમર્થ થયે તે દિન તે બ્રીટીશ એજંટને કૃતજ્ઞ ગણું માન આપતા હતા, તે બોલતો હતો જે, “અમારૂ મસ્તક તમારા માટે છે. જ્યારે કામ પડે ત્યારે આવવા અમે તઈયાર છીએ, વિષ્ણસિંહની તે વાત મેખિક નહોતી. ખરેખર તે તેના હદયના નળીયાથી નીકળી હતી.
સ્વાધીનતા મેળવી માત્ર બુદીરાજે ચાર વર્ષ રાજ્ય કર્યું. માહાત્મક વિસૂચિકા રેગે તેનું મરણ થયું. રેગની અત્યંત પીડા સહન કરી તેણે પરલોકજવા માટે પિતાના બંધુઓ પાસેથી વિદાયગીરી લીધી, પોતાની વનિતાઓને તેની વાંસે મરવા અથવા સહમરણના માટે તેણે નિષેધ કર્યો. ખેતાના ઉત્તરાધિકારી પુત્રને બ્રીટીશ ગવરમેંટના પ્રતિનિધીના હાથમાં મેં તે જીવનના ઉલ્લાસમય મરણ સમયમાં મરણ પામે.
વિષ્ણસિંહ સહચરિત્ર પુરૂષ હતા. તે પ્રકૃત રજપુતના નામને અધિકારી અને પત્ર હતું. તેનાં અવયવે જોઈએ તેવાં સુંદર નહતાં પણ તે તેનું હદય પવિ. અને તેજસ્વી હતું. તે પોતાની ઉન્નતિ કરી દેવાનું સારી રીતે જાણતો હતો, વળી રાજકાર્ય ચલાવવામાં તેની અપૂર્વ ક્ષમતા હતી. દુધ મહારાષ્ટ્રીય લોકોએ તેના રાજ્યને કેટલાક પ્રદેશ લઈ લીધે, જેથી રાજ્યની પેદાશ કમ થઈ હતી. જેથી કરી તેના સુખસ્વાદ્યમાં પુરેપુરો વ્યાઘાત આવ્યું હતું. ત્યારે વિષણસિંહ, અનાવશ્ય હાય ભાગ સુખને છોડી મૃગયા વ્યાપારમાં મન આપ્યું. હતું. એમ કહેવાય છે જે તે સિંહ શિવાય બીજા કેઈ જંતુને શિકાર કરતે નહિ. તેને તે ભયંકર મૃગયા વ્યાપાર બેત્રણ દિવસમાં સમાધિત થાતે નહિ. તેણે પિતાના હાથે સૌથી વધારે સિંહને વધ કર્યો હતો. આવા કઠોર મૃગયા વ્યાપારમાં રાવ વિષ્ણસિંહને એક પગ ભાંગ્યું હતું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com