________________
મારવાડ કોટા.
પેાતાના પરિવાર સાથે ગયા. મનાવેદનાની પીડાથી તે ત્યાં પીડાવવા લાગ્યા, તે શહેરમાં તે સ્થતત્રતાથી અહી તહીં ફરવા લાગ્યા, ત્યાંના બ્રીટીશ કર્મચારી જરૂર પડે તેને કેટલાક અવારાહી આપતા,
૭૪૩
તે દૂરના દ્વિી નગરમાં ગરધનદાસ ક્ષુબ્ધ અને વિષણુ ભાવે રાત્રી દિવસ કહાઢવા લાગ્યા. તે નિસિત થયા, તેથી અણુમાત્ર ઉત્સાહીત નહાતા, બમણા ઉત્સાહથી ઉત્સાહિત થઈ મત્ર સાધનમાં તે તત્પર રહેવા લાગ્યા. ઘેાડા દિવસ સુયાગ આવી પડયા, ઇ. સ. ૧૮૨૧ માં માળવ પ્રદેશના આલાપાર સામત રાજની એક જારજ કન્યા સાથે ગરધનદાસના વિવાહ સબધ થયા, તે શુભ સંબંધ સપાદન કરી દેવા તેણે જાલાયા નગરમાં જાલા રાજાની સ’મતિ માંગી, રાજાની સ’મતિ મેળવી તે જાલેયા નગરમાં આન્યા. વિવાહ કાળ સંપ ન થયેા એટલામાં કાટા તરફ ભાવી વિપ્લવનાં લક્ષણ જોવામાં આવ્યાં. રાજધાનીમાં ઘેાર અશાંતિ છાની રીતે વિરાજવા લાગી, જાલાયા ખુંદી અને કાટા વચ્ચે ષડયંત્ર ચાલવા લાગ્યા, ચતુર જાલમસિ ને એ ગુપ્ત ષડયંત્રના ખબર નહાતા, ક્રમે સઘળા વ્યાપ ૨ પ્રકાશિત થયા, રાજધાનીમાં વિદ્વેષને સૂત્રપાત થયે. જાલિમસિ'હુ સાવધ થઈ વિદ્રોહીના તપાસમાં ક્વા લાગ્યું.
સૈંયફળી નામના એક મુસલમાન તે કાળે રાજ્યવહનના અધિનાયક હતા, રાજ સરકારમાં તેણે ત્રીશવ ઉત્સાહથી નોકરી કરી. તે વિશ્વાસીત રાજાનુરક્ત અને વીવાન હતા. જાલિમસિંહે જાણ્યું જે સૈયફળી તે ષડય ́ત્રમાં લિપ્ત છે.ખીજાંલાકાના તેવે વિશ્ર્વાસ નહેતા, જાલિમસિ’ને તેા તેના ષડયંત્રમાં અવિશ્વાસ નહાતા, પોતાના સ્વાર્થ દઢ રાખવા તેણે રાજકીચ સેનાદળમાં અને કીટ્ટામાં પોતાની એક છાની લશ્કરની ટુકડી રાખી, તેણે એવું કર્યું જે મહારાજ કીશેારિસ હું તૈયફળી સાથે પત્ર વ્યવહાર નરાખે. કીલ્લામાંથી સમાચાર લઈ જનાર પત્ર વાહકને જાલિમની રાખેલી ટુકડી પાસે થઈ જવું પડે ! એવીરીતનું કૈાશલ પકડવાથી વૃદ્ધ જાલિમસિ ંહે જાણ્યુ જે વિદ્રાહ દખાઈજાશે, પણ તેમ ન થતાં વિપરીતનિવડયું, કિશારસિ’હે જ્યારેજાણ્યું જે સૈયફળી સાથે વ્યવહાર બંધ પાડવા જાલમસિંહે એક લશ્કરની ટુકડી મધ્યમાં રાખી છે. ત્યારે કીટ્ટાથી ઉતરી જળપથે સેનાપતિ અને તેની વાહિનીને તેણે કીટ્ટામાં આણી. તે ખખર જાલિમસિહના કાને આવ્યા, ત્યારે અધ રાજપ્રતિનિધિએ એક શિબિકામાં એસી એક સેનાદળ સાથે સૈયફળી ઉપર હુમલા કર્યાં.
વિદ્નાહ કરનારની ચેષ્ઠાએ વિફળ ગઇ. વિદ્રોહિએ ખુદી રાજ્યમાં પલાચન કરી ગયા. જેએ મહારાજ કિશોરસિંહ સાથે મળી ગયા. તે ભયંકર ગડબડાટના સમયમાં કાપુરૂષ વિષણસિંહે જાલિમસિંહનેા પક્ષ પકડયા. જાલિમસિં અને કિશોરસિંહના વચમાં ઉઠેલા મેટેડ વિવાદ જોઇ બ્રીટીશ ગવરમેન્ટ વિષમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com