________________
9૪૬
ટૌડ રાજસ્થાન
એવો પ્રવિહત પ્રભાવ છે જે તે જ્યાં ત્યાં જય પામેજ. વૃદ્ધ જાલમસિંહ મોટી આફતમાં પડે. બ્રીટીશ ગવરમેન્ટને પણ સામાન્ય સંકટ નહતું. એક તરફ ધર્મને પવિત્ર માર્ગ. બીજી તરફ અધર્મને અપકુપ હતું. જે ઉપકારી બંધુ જાલમસિંહ તરફ કૃતજ્ઞતાનો પ્રકાસ થાય છે તેથી અધર્મના અંધકૃપમાં પડવું પડે અને તેની સાથે મોટા કલંદમાં આવી જવાનું થાય. અને જે ન્યાયના સંમાનની રક્ષા કરી એક રાજ્યને ઉપકાર થાય તે ધર્મના પવિત્ર માર્ગમાં અગ્રસર થતાં મિત્રને મોટું નુકસાન થાય તેમ છે. જાલમસિ હ બ્રીટીશ ગવરમેન્ટને સારો ઉપકાર કર્યો છે. વળી બ્રીટીશ ગવરમેન્ટ મહારાવ કિશોરસિંહ સાથે ધર્મબંધને આબદ્ધ. બ્રીટીશ ગવરમેન્ટની ભારતવર્ષમાં સાર્વભૌમ ક્ષમતા. જે સઘળી પ્રતિજ્ઞા કરી બ્રીટીશ ગવરમેન્ટ મહારાજ સ્વગીય ઉમેદસિંહ સાથે બંધાયેલ હતી. તે પ્રતિજ્ઞા શું તે તેણે પાળવી ન જોઈએ? જો પ્રતિજ્ઞા પાલન બ્રીટનનું કર્તવ્ય છે એમ મુકરર થાય તો તેણે મહારાવ કિશોરસિંહને પક્ષ પકડ જોઈએ.
બ્રીટીશ ગવરમેન્ટ મેટા દુઃખમાં પડી. સઘળાના રૂબરૂ શું ન્યાયની અવમાનના કરીને અન્યાયને સંમાન આપશે ! ને અધર્મને આશ્રય દેશે ! જ્યારે જાલમસિંહના જુના અનુગત, જાલમસિંહના કરેલા ઉપકાર ભુલી કિશોરસિંહના પક્ષમાં ગયા. ત્યારે અંગ્રેજ શું. તે રાજક્ષમતાપહારીને પક્ષ પકડશે ! ખરેખર અંગ્રેજ વિષમ સંકટમાં પડયા.
તે સંકટમાંથી નીકળી જવા ચતુર અંગ્રેજોએ એક કૌશલ પકડ્યું. જાતિમસિંહને વિપદમાં આવેલ જોઈ તેઓએ વિચાર્યું કે હવે જાલિમસિંહ આસમયે તે મહરાવની સાથેના સઘળા વાંધા કહાડી નાંખી તેના હાથમાં પોતાની ક્ષમતા સોંપી દેશે. એ રીતનું અનુમાન કરી તેઓ કેટલેક સમય તટસ્થ રહ્યા. બને પક્ષમાંથી એક પક્ષ પણ વિનીતભાવમાં આવ્યું નહિ. બ્રીટીશ સાથે થયેલા સંધિ પત્રની એક નકલ એજંટ પાસે મેકલી, મહારાવ કિશોરસિંહે પુછ્યું કે આ સ્વત્વ પત્રની પ્રતિજ્ઞા પાલિત થશે કે નહિ” તે સમયે નિરપેક્ષ તટસ્થ મહાત્મા ટેટ સાહેબે કહ્યું “ મૂળ સંધિ પત્ર જો પરિશિષ્ટ પ્રતિજ્ઞા સૂત્ર સજજીત વેશિત થયા હત તો આ સઘળી ગડબડને છેડો આવત, વળી તેમ થવાથી તેના યથાર્થ મર્મને વ્યભિચાર ન થાત, અને સાર્વભૌમ સત્તાને ન્યાયને ધર્મના અપઘાતક કહેવાઈ નિંદિત અને કલંકિત થવું ન પડત ”
મહારાવ કિશોરસિંહ અને જાલમસિંહ વચ્ચે તકરારવધી પડ. બ્રીટીશ ગવરમેંટ બનેની બે પુરની તેણે સઘળી બાબતને નિવેડો લાવવા ચાહ્યું, પણ કોઈએ પોતપોતાને સંકલ્પ છો નહિ, ત્યારે યુદ્ધ અનિવાર્ય અને અવશ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com