________________
મારવાડકોટા.
૭૫૧
સઘળાઓ વિમિત અને ચમકિત થયા, તેઓએ તે પરાળની ગાળી તરફ નજર કરી. તેમ કરવાથી તેણે જોયું તેથી તેઓને વિસ્મય બમણે વધે, જાલિમસિંહના સૈનિકોએ જોયું જે બે દ્ધા ગળીના માથા ઉપર ઉભા રહી ગોળીબાર કરે છે. જાલિમસિંહના સેનાદળે બે મીનીટ નિસ્પદ ભાવે તેના તરફ જોયું. યુદ્ધ માટે અનુમતિ મેળવી તેણે તે બને પેઢા ઉપર ગોળીઓ ફેંકી. વીશ પચીશ ગોળીઓ તેઓના ઉપર ગઇ તે પણ તેઓ એક ડગલું પણ ખસ્યા નહિ, શત્રુ સેનાની અસંખ્ય ગાળીથી તેઓને કાંઈ થયું નહિ, પણ તેઓના અશ્વ સંધાને શત્રુઓના ઘણાં માણસો ભૂમિશાયી થયાં, ત્યારે જાલિમસિંહની સેનામાંથી બે આશામીએ તોપ તૈયાર કરી. તોપના ગોળા ફેંકતા તે બને વીર પુરૂષ ઉપર ચાલ્યા. પણ તેથી તેઓનું કાંઈ થયું નહિ, પણ સત્રુ સેના કમજોર થાતી ગઈ છેવટે શત્રુ સેનાપતિએ તેઓના ઉપર અસ ફેંકવા પ્રતિષેધ કર્યો, તેણે પિતાના સૈનિકોને કહ્યું એવા માણસના પ્રાણ હરવા યુક્ત નહિ, ચાલે? આપણે તેને પકી લઈએ, વળી તેમાંથી કેઈની હીમ્મત હોય તે તેની સાથે સ્વંદ્વયુદ્ધ કરીએ શત્રુસેના માંહેથી બેહીલા સૈનિકે હાથમાં ખડક લઈ પવતની ગળી ઉપર ચઢયા. બાકીના સઘળા મુંગા રહી ઉભા રહ્યા તે બને વીરે, ગાળી ઉપર ચઢેલા રેડીલા સૈનિકો સાથે વંદ્વયુદ્ધમાં ગુંથાયા; છેવટે તંદ્વયુદ્ધમાં તે વિરે પડયા.
રજપુતે રાજભક્ત રાજાને તેઓ દેવની જેમ ગણે છે. રાજાના માટે તેઓ સર્વસ્વ ત્યાગ કરે છે. રાજભક્તિ તેઓની અસ્થિમજ્જામાં વિરાજે છે. મહારાજ કિશોરસિંહના સ્વાર્થ રક્ષણકાળે સઘળી હાર સમિતિમાં તે સ્વામિધર્મનું સંપૂર્ણ ચિત્ર જોવામાં આવ્યું. રાજક્ષમતાહારી જાલિમસિંહના તાબામાં રહી કામ કરવાનું સઘળા રજપુતાના પક્ષમાં દુઃસહ હતું. નીતિજ્ઞ જાલિમસિંહે સઘળા ને સંતુષ્ટ કર્યા પણ તે રાજભક્ત સરદારને સંતુષ્ટ કરી શકે નહિ. તેઓએ જાલિમસિંહને ત્યાગ કરી પિતાના રજપુત રાજાને પકડે.
તે ભયાવહ યુદ્ધ પછી તેઓએ કિશોરસિંહનું અનુગમન કર્યું. તેઓ પાર્વતી નદીના તીરે જઈ તેની સાથે રહ્યા નદીમાં તે સમયે નૈકા વિગેરે કાંઈ નહોતું. નદી તરી પાસે જવાની સહુને ફરજ પડી. નદી તરીને તીરે આવ્યા. એટલામાં તેને ઘડે પૃથ્વી ઉપર પડી મરણ પામે. ત્યારપછી મહારાજ કિશેરશિહ પિતાના એક અનુચરના વાહન ઉપર બેઠે. અને ત્રણ સવાર સાથે તે વડોદરા નગરમાં પહોંચ્યું. બ્રીટીશ સૈનિકો તેની વાસે ગયા નહિ, એટલે કિશોરસિંહને થોડી ઘણી શાંતિ મળી.
વરદા નગરમાં થોડા જ રહી મહારાજ કિશોરસિંહ મેવાડ તરફ ચાલે. તેના સઘળા ઉદ્યમ નિષ્ફળ ગયા. તેની સઘળી ચેષ્ટ વ્યર્થ ગઈ. તેની આશાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com