________________
૭૫૦
ટેડ રાજસ્થાન,
કુમાર પૃથ્વીસિંહે અદષ્ટને ધિક્કાર આપી. પાસે રહેલા એજંટ સાહેબને કહ્યું, “ સાહેબ ! હું મૃત્યુથી ભય પામતો નથી. મારી પ્રતિજ્ઞા આપવા રણસ્થળે પડે. હવે મારે બચવાને ઉપાય નથી, અધીન જીવન કહાઢવું, રજપુતોને પક્ષમાં વિડંબના ભરેલું છે ત્યાર પછી તેણે છાવણની પાસેના એક ઝાડતરફ આ ગળી કરી કહ્યું “સાહેબ મારૂં પાંચ ભોતિક શરીર નાશ પામશે પણ મારે અનશ્વ પ્રેતાત્મા એ વૃક્ષ ઉપર રહી અમારા પિતૃ પુરૂષનું લીલાસ્થળ જેતે રહેશે ” ત્યાર પછી પૃથ્વીસિંહે પોતાની તલવાર મુક્તા માળા અને બીજા અલકારે, એજંટના હાથમાં આપ્યા, અને ધીરે ધીરે બોલ્યા ” આ સ્થળે આપજ મારા પરમ બંધુ છે, આજથી આ૫ આ અલંકારોના અને મારા પુત્રના રક્ષક છે, આ ક્ષણે આપના તરફથી આશ્વાસ મેળવી હું સુખથી મરીશ,” સદાશય એજટે મુમુર્ણ રાજપુત્રને સારે આસ્વાસ આપે.
તેજસ્વી પૃથ્વીસિંહ, ધર્મયુદ્ધમાં મુઓ નહિ, એક વિશ્વાસઘાતક મનુષ્ય તેને છાનાથી તેની પીઠમાં શુલ માયું. પીઠથી વેધ કરી, તેથુલ તેના હૃદયમાં નીકળ્યું. આઘાત પામી તેણે બાણ વિદ્ધ કેશરીની જેમ પછવાડે જોયું. પણ તેણે તે પાપાત્મા નરાધમને જે નહિ, તે આઘાતે હારવીર પૃથ્વીસિંહ ઘોડા ઉપરથી પૃથ્વી ઉપર પડયે. તેના મૃત્યુથી જાલિમસિંહ અને તેના ઉતરાધિકારીઓ નિષ્કટક થયા. •
મહારાવ કિશોરસિંહ, મકાઈના ક્ષેત્રમાં પેસી થોડા સમયમાં અદશ્ય થઈ ગયે મકાઈ એટલી ઉચાઈવાળી હતી જે મહારાવ કિશોરસિંહને હાથી તેમાં ચાલતે દેખાતે નહિ. જે પદાતિક સેનાએ તેને મદદ આપી હતી. તે પલાયન કરતાં. બ્રીટીશ સવારની સંમુખે આવી. નિષ્ફર શત્રુઓએ તેઓના કટકેકટકા કયા.
તે ભયાવહ યુદ્ધમાં મહારાવ કિશોરસિંહ અને તેના નેકરેએ જે આત્મત્યાગ બતાવ્યું તે જોઈ શત્રુપના વીર પુરૂષે ચમકિત થયા. તે યુદ્ધમાં બે વાર વીરોએ જે પરાક્રમ બતાવ્યું તે પરાક્રમને જોઈ ખુદ મહાત્મા ટોડ પણ વિસ્મિત થયે તેણે કહ્યું જે “ ગ્રીસ અને રેમના પિરાણિક ગ્રંમાં તે તે દેશના વીર પુરૂષોની જે વીરગાથા છે, તે વીરગાથા મેં વાંચી છે, તે બે હાર વીરે તે વીર ગાથાના વીરેના સમકક્ષ છે. જે સ્થળે એ યુદ્ધ થયું તે સ્થળ અસમ અને પ્રવણહતું. તેના મધ્યમાં થઈ એક નાની નદી પ્રવાહિત, તે નદીની એક દિશાએ તેની વટભૂમિ પ્રવણ, બીજી દિશાએ તટ ભૂમિ એક મેટા કોટ જેવી ઉચી. જાલિમસિંહની પદાતિ સેના દશા શ્રેણીમાં વિભાગ પામી, તે ઉચી તટભૂમિમાંથી નીકળી એટલામાં એક પાસેની ગાળીમાંથી તેના ઉપર ગોળીને વરસાદ થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com