________________
મારવાડ કોટ.
७४७
ભાવી થઈ પડયું. અંગ્રેજ બંધુની સારી સલાહથી જ્યારે નીવેડે ન આવે. ત્યારે તલવારથી નીવેડો આવશે, બ્રીટીશ ગવરમેંટે જાલમસિંહનો પક્ષ પકડ. ત્યાર પછી અંગ્રેજની સેના જાલમસિંહની સેના સાથે ભળી જઈ રાજકીય સેના ઉપર ચાલી. કાળી સિંધુ નામની નદીના અપર પારે મહારાવ કિશોરસિંહ પિતાની સેના લઈ ઉભે હતે. જાલમસિંહની સેના તે નદીના તીરે આવી તે સમયે વષાકાળ કેટલાક દિવસના પ્રબળ ધારાપાતથી નદી બે કાંઠામાં પૂરથી છલકાઈ ગઈ હતી વિપક્ષ સેના તે નદી ઉતરી શકી નહિ. એ રીતે થોડા સમયનો વિલંબ થયે તે અર સામાં એજંટ મહારાવની પાસે ગયે. તેને સત્યપરામર્શ આપી, યુક્તિથી સમજાવી અનર્થકર યુદ્ધથી વિરામ પામવા તેણે કહ્યું. તેણે કિશોરસિંહને અનેક યુક્તિ દેખાડી. તેણે તેની સાથે તર્ક વિતર્ક કર્યો. પણ તેથી કાંઈ વળ્યું નહિ. યુદ્ધ કરવા મહારાવે દઢ સંકલ્પ કર્યો. ટોડ સાહેબે જયારે તેને સમજાવી કહ્યું “મહારાજ! આપ જોતાં નથી જે યુદ્ધથી આપને પરાજય થવાની વિશેષ સંભાવના છે ? મહારાવે નિર્ભય ચિત્તે જવાબ આપે, તે તે હું સ્પષ્ટ જોઉં છું. પણ આશા પિપાસામાં જલાંજલિ દઈ સંમાન અને પુરૂષને રસાતળે ડુબાવી કોઈ નિશ્ચિત બેસે ખરે! મહાશય ! મેં બ્રીટીશ ગવરમેંટના તરફ શું અન્યા યાચરણ કર્યું છે. તે આ પ્રમાણે મારા ઉપર એવો અધર્મ ચલાવે છે. અંગ્રેજ રાજ અમારા શિરોમણિ અને આપ અમારા પરમ મિત્ર અને બંધુ”
- સુગ પામી એજંટ સાહેબે કહ્યું “ ત્યારે તમે અમારી વાત ઉપર વિશ્વાસ કેમ નથી રાખતા. ! અમારો અનુરોધ કેમ અગ્રાહ્યા કરે છે ! મહારાવના મંગળ, શિવાય હું કોઈ દિવસ અમંગળ ચાહતે નથી”
કિશોરસિંહે પિતાને સંક૯પ છે નહિ. મહાત્મા ટેડ સાહેબનું એ સુવભાવ પૂર્ણ વચન સાંભળી તેણે વિવાદ સાથે કહ્યું. એજટ સાહેબ ! હું સઘળું સમજ્યા. મહારાજ ગુમાનસિંહે જે જાલમસિંહને ફ્રજદાર પદે અભિષિક્ત કરી ગયેલ છે, આજ તેને પાત્ર તે ફ્રજદાર પાસે કેમ કરી પિતાના સંમાન ગૌરવને વેચી દે ! જયારે હારકુળમાં જન્મ થયો છે. ત્યારે તેના પૂર્વ ગૌરવ ઉપર શીરીતે જલાંજલિ આપું. પૃથ્વીમાં આવી, જયારે સંમાન જાય ત્યારે જીવવું વ્યર્થ છે. રાજા થઈ રાજક્ષમતા ન પમાય ત્યારે જીવવાનું પ્રયોજન શું ! આ ક્ષણે પ્રતિજ્ઞા કરું છું જે સંમાન રક્ષા કરવી. નહિ તે યુદ્ધસ્થળે જીવ આપ.”
છેવટે યુદ્ધ અવયંભાવી થઈ પડયું. આજ રાજા અને રાજપ્રતિનિધિ પર સ્પરના શોણિતપાત કરવામાં દઢ નિશ્ચયવાળા થયા. સ્વાર્થ ભયાનક અનર્થવાળો છે ઈ. સ. ૧૮૨૧ ના અકટોબરના પહેલાં દિવસે અંધરાજ પ્રતિનિધિનું સેનાદળ મહારાવ કિશોરસિંહ ઉપર હુમલો કરવા તત્પર થયું. જે સેના દળમાં સ્વાદાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com