________________
૭૧૮
ટાડ રાજસ્થાન.
હની સુખ્યાતિ તેના હૃદયમાં સહ્ય થાતી નહિ. તે તેના પ્રતિદ્વંદ્વ છે એમ તે માનવા લાગ્યા. છેવટે તેને ફ્રાજદારના પદ ઉપરથી પદભ્રષ્ટ કર્યો. તેની પાસેથી નદતા પ્રદેશ લઈ લીધેા. તેનું પદ અને ભૂમિન્નત્તિ રાજપુત્રના મામા માંકરેટ સરદાર ભૂપતસિંહને આપ્યાં. દુઃખે, અભિમાને, દારૂણ્યુ માહત થઇ પદભ્રષ્ટ. આલા ફ્રાજદાર કોટા છોડી બીજા સ્થળે આશ્રય શેાધવાના વિચાર કરવા લાગ્યા. તેણે જોયુ જે આખરનું દ્વાર તેના વિરૂધ્ધ બધ. મારવાડ તેના પક્ષમાં દુગ્ધ શ્મશાન જેવું, ત્યાં તેની સ્વાર્થસિદ્ધિ થાય તેમ નહાતું. મેવાડમૂમિ તેને અભિષ્ટાત્રિ દેવી જેવી લાગી જાલીમસિ'હ, મેવાડના તે સમયના અધીશ્વર રાણા અરિસિ’હના આશ્રય લેવા વિચારવા લાગ્યા. અભીસિદ્ધિના સુયેગ પણ તે કાળે હતા, દેલવારાના પ્રધાન ઝાલેા સરદાર રાણાને મત્રદાતા. જાલીમસિહે તેની મુલાકાત લઈ સઘળી વાત જાહેર કરી. અભીષ્ટની સિદ્ધિ થઇ, ઢેલવારા ઝાલા સરદારની બેહુદ ક્ષમતા. તે જે ઇચ્છતા તે કરી દે. કઈ પણ તેના કાને પ્રતિવાદ કરતું નહિ, તે પોતાની મરજી મુજબ પ્રિયપાત્રને ધનરત્ન ભૂમિ વીગેરે આપી શકતા, રાણા તેના હાથમાં પુતલા જેવા હતા, રાણા પાતાની દુરવસ્થા જાણીને પણ તે મટાડવાના ચેાગ્ય ઉપાય લેતેા નહિ. જાલીમસિંહની યશેાવિભા મેવ!સુધી પહેચી હતી. રાણા અરિસિહ, જાલીમસિંહના ગુણુનું વિવરણ સાંભળી તેના ઉપર સંતુષ્ટ હતા. દેલવારા સરદારની રવેચ્છાચારીના અને પેતાની કથતાની ખાખતનું વર્ણન કરી તે એણ્યા, “ જાલીમસિંહ ! તમે મને આ દુષ્ટ જુલમગારના કરાળ ગ્રાસમાંથી ઉદ્ધાર કરી ખચાવા, તે હું તમારો ઉપત થાઉં ચતુર જાલીમસિ ંહ તેમ કરવા સમત થયા, ધાળા દિવસે તે દેલવારા સરદારને સંહાર કરી રાણાનું દુઃખ દૂર કર્યું. રાણાએ સંતુષ્ટ થઇ જાલીસિંહને ‘રાજરણુ’ નો ઇલ્લાખ આપ્યા, વળી ચિતરખેરાના નગર, તેને ભૂમિવૃત્તિમાં આપ્યું, જાલીમસિહુ એ રીતે મેવાડમાં ખીજી શ્રેણીના સરદાર ગણાય, પણ અપનૃપતિ તેથી સંતુષ્ટ થયા નહિ, અભિષ્ટસિદ્ધિના બીજો કોઇ ઉપાય ન જોતાં પ્રીતુરી છેવટે મરાઠાના શરણે ગયા, મરાઠા સેનાના સિ'હનાદ થાડા સમયમાં મેવાડના દ્વારે સભળાયા. અરિસિ’હુ તેથી લેશ માત્ર ભય પામ્યા નહિ, તેણે જાલીમસિહુની સારી સલાહથી એક સેનાદળ તૈયાર કર્યું, અન્ને પક્ષ વચ્ચે ઘેર યુદ્ધ થયું, જેનું વર્ણન આપણે ઉપર મેવાડના ઇતિહાસમાં કહી ગયા. રાણા પરાજય પામ્યા. મેવાડના ગારવસ્વરૂપ અને મધાન, પ્રધાન સરદારા રણસ્થળે પડયા. જાલીમસિંહ જખમી થઈ શત્રુના હાથમાં આભ્યા. શત્રુએ તેને કેદ કર્યો. રણુસ્થળે જખમી થઈ લડવાથી વ્યઅકજી નામના એક મરાઠા સરદારે જાલીસિહુને કેદ કરી લીધે, ત્ર્યંબકજી સિદ્ધ મહારાષ્ટીય વીર અખજી ઇંગલીયાના પિતા થાય, ઝાલા સરદાર
tr
,!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com