________________
ડ રાજસ્થાન.
ને કહી મોકલાવ્યું કે “તે સત્વર પિતાના બે પુત્રને લઈ તેના પિતાને ઘરે ચાલી જાય, ત્યારપછી હાર સરદાર અને સામતે અંબરની બહાર એક ગુપ્તસ્થળે એકઠા થયા. તેઓ બુધસિંહની સાથે બુંદી તરફ ચાલ્યા. તે સમયે તેની સાથે ત્રણસે હારવીર હતા. તે ત્રણ વીરને લઈ બુદીરાજ વિશ્વાસઘાતક જયસિંહના પાપ ભવન હો ચાલે અને નિર્ભય થઈ પિતાની રાજધાની તરફ ચાલે. પણ તે આપદ વિના જઈ શકે નહિ. બુંદી અને અંબર રાજ્યની સીમાએ આવેલા પાંચ લાશ નગરમાં અંબરના પાંચ સરદારે આવી તેના ઉપર હુમલો કયે. બુધસિંહ પિતાના ત્રણસે સરદાર સાથે શત્રુ સંગે લડયે. હારવારના અભ્યર્થ સંધાને લક્ષ જોતા જોતામાં અંબાના પાંચ સરદારો અને સૈનિકે રણસ્થળે પડયા. બાકીના સઘળા પ્રાણ લઈ અંબર તરફ પલાયન કરી ગયા. બુધસિંહના પક્ષને પણ દારૂણ આઘાત લાગ્યું. તેને કાકે ભિમસિંહ હણાયે. તેના અનેક રણદક્ષ સૈનિકે યુદ્ધ સ્થળે પડયા બાકીના રહેલ સૈનિકને લઈ તે વૈ નગરમાં પહોંચે. વૈગુ નગર તેના સસરાના તાબાનું હતું.
જયસિંહના પક્ષના અગણિત સેનિક અને સરદારે મુઆ ખરા પણ બુધસિંહને જયી થઈ બુંદીમાં જવાને તેણે દીધે નહી. તે બુંદી જઈ શકશે નહિ. તેથી અંબરરાજ અત્યંત આનંદિત થયે. હવે તેનું અભિષ્ટ કાર્ય સિદ્ધ થયું તેણે કરવાર સરદાર સેલમસિંહના પુત્ર દલીલસિંહના હાથમાં પોતાની પુત્રી આપી તેને બુંદીના રાજ્ય ઉપર અભિષિક્ત કર્યો.
એ રીતે વિપદમાં પડી બનશીબ બુધસિંહે પિતાના રાજયના ઉદ્ધાર માટે અનેક ચેષ્ટા કરી. પણ તેની કોઈ ચેષ્ટા ફળવાળી થઈ નહી. તેની મદદ તુટી પડી તેની આશાએ નિષ્ફળ ગઈ. હવે કોઈ એવું રહ્યું નહિ જે તેનું અવલંબન કરીને પિતાની આશા સફળ કરે એવી શેચનીય અવસ્થામાં ઉમેદસિંહ અને દીપસિંહ નામના બે પુત્રને મુકી રાવ બુધસિંહ તે વૈગુ ક્ષેત્રમાં મરણ પામે.
તેમ થયું પણ કુટિલમતિ જયસિંહની તૃપ્તિ થઈ નહિ. બુધસિંહના બે પુત્ર જે તેના મામાને ઘરે રહેતા હતા તેને સંહાર કરવા તેણે સંકલ્પ કર્યો. તેની બીકથી નિરાશ્રય થઈ ગયેલ અને રાજકુમારે કેટલાક સૈનિકે સાથે પંચાઈલ નામનાં નીર્જન સ્થાને ચાલ્યા ગયા. ત્યાં થોડા દિવસ રહી તેઓએ કેટા રાજ દુર્જનશાલની મદદ માંગી. દુર્જનશાલ ભીમસિંહને પુત્ર. પિતૃ શત્રુ બુધસિંહના બે પુત્રને વિપદમાં પડેલ આશ્રયાથી જોઈ તે દયાવાળા ચિત્તવાળે થયે. તેઓના પિતુ રાજ્યને ઉધાર કરી આપવાની પ્રતિજ્ઞા કરી તેણે તેઓને આશ્રય આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com