________________
મારવાડ-વાંકાનેર.
૬૫૭
ભૂટનેરની ગાદીએ બેઠે. તેનું વાવનિક નામ હયાતખાં હતું, વિકાનેરરાજ રાયસિંહે, તે હયાતખાના હાથથી ભૂટનેર લઈ લીધું. ત્યારપછી ફતેહાબાદ ભટ્ટી લેકની આવાસ ભૂમિ થયું.
હયાતખાના મૃત્યુ પછી તેને પિત્ર પેસેનખાં ફતેહાબાદની ગાદીએ બેઠે. હસેનખાએ રાજા સૂજનસિંહના હાથમાંથી ભૂટનરે લઇ લીધું. તેની નીચેના રાજ હસેન મહમદ અને ઈમામ મહમદના રાજકાળ સુધી ભૂટનેર મુસલમાનના કબજામાં રહ્યું. ત્યારપછી રાજા સુરતસિંહે બહાદુરખાને પરાજીત કરી મુસલમાન પાસેથી ભૂટનેર લઈ લીધું.
બહાદુરખાંના મૃત્યુ પછી તેને પુત્ર જાળતા ખાં તેના ઠેકાણે અભિષિક્ત થયે. પણ તે બળ ગયું. તે વીર્ય ગયું, રાઠોડના તેજોવલ્ડિ પાસે સઘળુ નિપ્રભ થઈ પડયું. જાબનાખાં ઘણું કરી વાણીયા નગરમાં રહેતો હતો. જાબતાખાના દાદા ઈમામ મહમદે વાણીયા નગર વીકાનેરના રાજા રાયસિંહ પાસેથી લઈ લીધું હતું. એમ કહેવાય છે. રાજા રાયસિંહે પિતાની પટ્ટરાણી સ્મરણાર્થે વાણીયા નગરની પ્રતિષ્ઠા કરી હતી. વાણીયા સાથે તેના પેટાનાં પચીશ ગામડાં યવનના હાથમાં આવ્યાં. દાબતામાં પોતાની જીવિકા, દયુતા કરી ચલાવતો હતો. તે તેવા કામમાં પ્રતિવત્સર બે ત્રણ લાખ રૂપૈયા મેળવતો હતો. તેના અત્યાચારથી સઘળી ઉતર મરૂ ભૂમિ પીડા પામતી હતી. તેમાં વળી બનશીબ છતલોકને તે નિઃસ્તાર નહોતે. તેઓને અહર્નિશ સતર્ક સેવું પડતું હતું. મરૂભૂમિને પૂર્વ ભાગ બ્રીટીશ રાજ્યની પાસે હતે. તેથી તેમાં બતામાં કઈરીતને અત્યાચાર કરી શકો નહિ.
જાબતખાં તે સ્થળના ઉત્તર પ્રદેશમાં અત્યાચાર કરી શકતો હતો. પ્રતિ દિન તે ભીખાને અત્યાચાર વધતો ગયે. પીડા પામેલ અધિવાસીઓ પિતાના રક્ષણ માટે જુદા જુદા પ્રદેશમાં ચાલ્યા ગયા. ટુંકામાં થોડા દિવસમાં તે દેશ મશાણ જે થઈ ગયે.
તે સમયે ભૂટનનો અને તેને ઉતરસ્થ વિશાળ પ્રદેશ સમૃદ્ધ અને આબાદ હતે તેના પ્રમાણ ઘણે સ્થળેથી મળી આવે છે. આજ પણ તે પ્રદેશમાં પુરાતન હવેલીઓના ખંડેર જોવામાં આવે છે. પૂર્વે જે સઘળા નગર અને ગામનું સૌંદર્ય દેશને અલંકૃત કરી રહ્યું હતું તે સઘળા નગર અને ગામ આજ અત્યાચારી લોઢાના મગદળના અને કાળના કઠોર પ્રહારથી ચુર્ણ વિચુર્ણ થઈ જમીનની અંદર દટાઈ ગયાં. જે સઘળા પ્રાચીન સમૃદ્ધ નગરે એવી રીતની ઉપર લખેલી હાલતને પામેલ છે તેમાં રંગમહેલ વિશેષ પ્રસિદ્ધ છે તે ભૂટનથી થોડેક પશ્ચિમે રહેલ હતું. તે રંગમહેલમાં ચિત્રશાળા હતી. ૮૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com