________________
દ્વિતીય અધ્યાય.
વિકાનેરની અવસ્થા, તેના અધઃપતનું કારણ તેની વિસ્તૃતિ. લોક સંખ્યા. છતલોકો સારસ્વત બ્રાહ્મણ- ચારણ- માલી અને વાળંદ- ચરા અને બેકરી- રજપુત- દેશનો ઉપરનો ભાગ- શસ્ય- જળ- લવણહદ- દેશનું પ્રાકૃતિક ખનિજ દ્રવ્ય- તૈલાક્તમૃત્તિકા- પ્રાણીસંભવ. શિલ૫ વવાણિજ્ય- સેના– શાસનવિધિ અને રાજસ્વ- જુદી જુદી જાતના કર અને જકાત. બીજી જાતની આવક સામંત સેના અને ગૃહ સેના.
એ મારવાડ પ્રદેશનું પાક્વાન્ય પરિવ્રાજક લેકોએ ડું જ વર્ણન કરેલ છે. મરૂ ભૂમિની ઉત્તમ બહુકારશિને ઉલ્લંઘન કરી અનેક યુરૂપીયને વિકાનેરમાં પેસી શક્યા નથી. પહેલાં તેઓની એવી ધારણા હતી જે વીકાનેર એક મરૂભૂમિ છે. હાલ એમ સંભળાય છે જે વર્ષોવર્ષ મરૂભૂમિને વાલકારશિ કમેકમે વધે છે તો પણ તેથી વીકા નેરને કઈ હરકત નથી. વાંકાનેરમાં અનાજની પિદાશ વિશેષ છે જેથી અસંખ્ય લેકેની જીવિકા નીકળે છે. અગાઉના કરતાં હાલની વિકાનેરની અવસ્થા અધઃપા તમાં આવી જણાય છે. પણ તે અધઃપાતનું પ્રકૃત કારણ શું? તેનું પ્રકૃત કારણ ચારે લુટારાને અત્યાચાર અને રાજ્યની પ્રજા ઉપર મોટે કારભાર પ્રકૃતિની વિડ બનાથી વીકાનેર જેવીરીતે અરક્ષિત અને પ્રકાશ્ય સ્થળે સ્થિત તેથી ચારે તર ફના લુંટારા વિગેરે ટોળાબંધ આવી પ્રજાનું સર્વસ્વ લુંટી લેતા હતા. દેશના રાજા પ્રજાના સુખ સામે જોતા નહિ. પ્રજા વર્ગ નાશ પામે, અનાહારે મરી જાઓ. તે ઓનું પાષાણમય હૃદય પીગળાતું નહિ એવા ઉત્પીડનમાં રાજ્ય નાશ પામે તેમાં વિચિત્રતા શી જે દિવસે વિકાએ જીત્ત લોકોનું સ્વાધીને જીવન નાશ કરી વિકા નેરની પ્રાણ પ્રતિષ્ઠા કરી. તે દિવસથી ત્રણ સૈકામાં વિકાનેરનાં ગામડાં કમ થઈ ગયાં હતાં હાલ જે ગામડાં છે તેના દુર્ભાગ્યે રસાતળે જવાને ઉપક્રમ થાય છે. અગાઉ જે વેપારીએ ટેળાબંધ આવી વીકાનેરમાં થઈ પિતાને પુષ્કળ માલ લઈ જઈ જકાત આપી રાજ ભંડાર ભરી દેતા. આજ દેશની અરક્ષિત અવસ્થામાં તે કાંઈ જોવાતું નથી વળી ચોર લુંટારાના ભયથી વેપારીઓ વીકાનેરના સીમાડામાં પગ મુકતા નથી એવી રીતની વેપારીની અનાથાથી યુરૂ રાજગઢ વગેરે દેશ નાશ પામ્યા.
વિસૃતિ અને લેક સખ્યા-વિકાર ઉત્તર દક્ષિણમાં એક સાઠ માઈલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com