________________
મારવાડ-વાંકાનેર.
૬૩૯
જે દિવસે રામસિંહના ભુજબળે પુનીયા લોકો પરાસ્ત થયા તે દિવસે વાંકાનેરના રાજમુકામાં એક બીજું રતન સ્થાપીત થયું તે દિવસે જીત ઉપનિવેશનું રાજ્ય નૈતિક જીવન નાશ પામ્યું. તેઓના હાથથી ખડગ ખસી ગયું. તેના બદલે તેઓના હાથમાં હળ આવ્યું.
સમ્રાટ અકબરના સઘળા યુદ્ધ વ્યાપારમાં રાજા રાયસિંહ પોતાની પ્રચંડ રાઠોડ સેનાને સાથે રાખી પુષ્કળ ધ્યાન આપતા હતા. અમદાવાદ નગરના ઘેરામાં અમદાવાદના શાસનકત મીરાં મહમદહશેનની સાથે દ્વંદ્વ યુદ્ધ કરી તેને હણ રાજા રાયસિંહે વિશેષ ખ્યાતિ મેળવી. રાજનીતિજ્ઞ અકબર રજપુતોને સારી રીતે જાણતો હતો. પિતાના રાજ્યની આબાદી માટે તેણે રજપુતોને ઉંચી ઉંચી પદવી આપી. તેણે રજપુત વીરત્વનું જેવું સંમાન રાખ્યું હતું તેવું ભારતવર્ષના કઈ પણ બાદશાહે રાખ્યું નથી. વિકાનેરના રાજકુળ સાથે મોગલને સંબંધ દઢ કરવા તેણે રાયસિંહની દુહિતા સાથે પિતાના પુત્ર સલીમનો વિવાહ કર્યો. તે વૈજાત્ય વિવાહનું ફળ બેનશીબ પારેવેજ ઉત્પન્ન થયે.
રાયસિંહના પલેક ગમન ઉપર સંવત્ ૧૬૮૮ ( ઈ. સ. ૧૬૩૨ ) માં તેને એકને એક પુત્ર કર્ણ વીકાનેરની ગાદીએ બેડે. કર્ણ પિતાના જીવિત કાળમાં દોલતાબાદનું શાસન કતૃત્વ અને બે હઝાર સેના ઉપરનું સૈનાપત્ય પામ્યા હતા. ઘણા રજપુતોની જેમ કણે દારા શિકને પક્ષ પકડે હતા તે કાળે તે દારાના પ્રચંડ પ્રતિદ્રઢીની સાથે રહી કામ કરતા હતા. યવન સેનાનાયક તેને ગુઢ અભિસંધી જાણી તેને વધ કરવા પ્રપંચ કરતો હતો. બુંદીના હાટ રાજા પાસે તે બાબતની ખબર પહોંચ્યા. તેણે તે પ્રપંચ જાળમાંથી કર્ણને બચા. કર્ણ વીકાનેરમાં મરણ પામે. મૃત્યુકાળે તેના ચાર પુત્રો જીવતા હતા જેઓના નામ પદ્ધસિંહ, કેસરીસિંહ, મેહનસિંહ અને અનુપસિંહ હતાં.
રજપુત લેક સ્વભાવથી રાજભક્ત રાજાના ઉપકાર માટે તેઓ અગ્લાનવદને જીવનને ઉત્સર્ગ કરે, મોગલ સામ્રાજ્યના ગોરવ માટે તેઓએ જે બેહદ આત્મત્યાગ સ્વીકાર્યો છે તેનું વર્ણન રાજસ્થાનના ઈતિહાસમાં સ્થળે સ્થળે મળી આવે છે. કર્ણના પહેલા અને બીજા પુત્ર વિજયપુરના વિપ્લવકાળમાં પ્રાણ ત્યાગ કર્યો. ત્રીજો પુત્ર મોહનસિંહ રાજશિવિરમાં શોચનીય દશાથી મરણ પામે.
અનુપસિંહ વાકાનેરના રાજ્ય સિંહાસને બેઠે. સંવત ૧૭૩૦ (ઈ. સ. ૧૯૭૪) માં તેને રાજ્યાભિષેક થયે, તેના ભાઈઓની સેવાથી સંતુષ્ટ થઈ માટે પાંચ હઝાર સેનાને અધિપતિ બનાવ્યું. વળી વિજયપુર અને ઔરંગાબાદને શાસન ભાર તેને સ. ઓટેની કીલે અને કેટલીક ભૂમિસપતિ તે પામે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com