________________
૩૮
ટાડ રાજસ્થાન.
ભાઇ રામિસ ંહને ભૂતનૈરના વિરૂધ્ધ મેકલ્યા રામસિ'હુ જયી થયા, જયનાચિન્હો સાથે તે પેાતાના ભાઇ પાસે આણ્યે.
એક તરફ રાસિ ંહે દુષ જોહીયાનુ સપૂર્ણ રૂપે દમન કર્યું. જોડીયા લોકે દુદાંત હતા. તેઓએ દાસત્વ શૃંખલા તોડી નાંખવા ચેષ્ઠા કરી હતી પણુ તે મૂળવાળી થઇ નહિ, વળી તે ચેષ્ટાથી દાસત્વ સુ'ખલા વધારે દૃઢ રીતે તેના ચરણ બંધાઇ જોહીયાને હટાવી તેઓના દેશને લેાહીથી રજપુતોને ભરી દીધા, સાથે તેને બાળી નાંખ્યા, તેઓના એવા અત્યાચારથી લેહીયાનું રાજ્ય મશાન જેવુ થઈ ગયું તે મહાશ્મશાનની અવસ્થામાંથી જોહીયા ફરી ઉઠયું નહિ. આજ તે જોહીયાનું નામ વિલુપ્ત. અનંતકાળ સાગરના તીર ભૂમે જોડીયાના પ્રાચીન ગારવના એક બે ચિન્હ જોવામાં આવે છે.
જોહીયા પ્રદેશના ખડેરમાંથી સી'કદરરૂમી (અલેકઝાંડર આદશાહ )નુ‘નામ નીકળેલું જોવામાં આવે છે. એમ કહેવાય છે જે હાલના ઈંદુસરની પાસે રંગમહાલ નામનુ એક ખંડેર જોવામાં આવે છે, તે એકવાર જોહીયાના રાજાના મહેલ હતા. માસીડાનીયન વીર અલેકઝાંડરે જોડીયા પ્રદેશને નાશ કર્યા. ત્યારથી જોડીયા સપૂર્ણ રીતે ભગ્નાવશેષ દશામાં આવી ગયુ. પંજાબના જે મદેશમાં મહાવીર અ લેકઝાંડરે વીરવર મેાવની સાથે યુદ્ધ કર્યું. તે પ્રદેશ જોડીયાની રાજધાનીની ભૂમિથી દૂર નથી પણ અલેકઝાંડર ગારાના પારે ઉતરી ત્યાર પછીની ભૂમિઉપર આવ્યા હતા કે નહિ તેનું પ્રમાણ નથી. તેના સમસામાયિક ઇતિહાસ લેખકે અગર જો કે તે વિષયમાં કાંઇ લખી ગયા નથી પણ ખાકટીયા અને સીધુંનદના તટઉપર જે પોતાના નામે સઘળાં સૈન્યા તેણે રથાંપ્યાં, તે સઘળાની હકીકત જોતાં જોહીયાના તે પ્રવાહને જુઠા માની શકાતા નથી.
એ રીતે એ નશીખ જોહીચાના ભવિષ્યત્ ઉન્નતિ મા ખંધ કરી રામસિ’હુ પોતાની વિજચિની સેના સાથે પુનીયા જીતલેાકોની વિરૂધ્ધે ઉતયે. જીતલેાકેામાં માત્ર તે પુનીચા જીતનો સંપ્રદાય સ્વતંત્ર હતા, પણ તેઓનુ તે સાભાગ્ય હવે રહ્યું નહિ. રાઠોડનાં બાહુબળે પરાજય પામી તેઓએ પાતાની ભૂમિસ પતિ જેત લેાકના હાથમાં સોંપી પણ રામસિંહ તેઓની ભૂમિમાં રજપુતાના ઉપનિવેશ સ્થાપન કરવા જતાં નૈરાક્ષ્યાન્મત પુનીયા જીતના હાથે મરણ પામ્યા. તેએ પરાજીત થયા ખરા પણ માણાંતે શત્રુના કરમાં આત્મ સમર્પણું કરવા ચાહતા નહાતા. રામસિ હું તેને પરાસ્ત કરી તેઓના પ્રદેશમાં રજપુત વસ્તી દાખલકરી. રામસિ'હના સતાનેા રામસિંહેાટ નામે પ્રસિદ્ધ થયા. સીદસુખ અને શકુ નામના એ નગર રામિસંહહાટના પ્રધાન નગર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com