________________
૧૦૩
રાઠોડરાજ ચશાવંતિસંહૈ, શીરાહીરાજ શુરતાનને સમ્રાટ પાસે લઇ જવા વાસના બતાવી, તેણે તેને દીલાસાનાં વાકયેા કરી કહ્યું જે “ આપના સમાન સભ્રમને કાઇ પણ જાતના વ્યતિક્રમ થાશે નહિ. આપને માત્ર એકવાર સમ્રા ટનાં દર્શન કરવાનાં છે ” દેવરરાજ તેમાં સંમત થયા, ઉપયુકત કર્મચારીએથી પ્રવૃત્ત થઈ તે રાજ મહેલમાં ગયો. તેને સારા સારા લોકોએ કહ્યું, સભાળો ! સમ્રાટના મહેલમાં જતાં સમ્રાટને અભિવંદન કરવાનુ ભુલશેા નહિં ” એ વાકા તેજસ્વી શુંરતાનના હૃદયમાં વજ્ર જેવા લાગ્યા. તેણે નિર્ભકચિ-તે ઉત્તર આપ્યા. અમારૂ જીવન રાજાના હાથમાં, પણ અમારૂ સમાન અમારા હાથમાં, અદ્રષ્ટમાં જે હશે તેજ થાશે, હું કોઇ દિવસ મૃત્ય માનવની પાસે મસ્તક નમાવીશ નહિ, આ જીવનમાં તે હું કોઈ દિવસ કરીશ નહિ, રાજા યશેાવતે પ્રતિજ્ઞા કરી હતી, જે તે શુરતાનને અપમાનિત થવા દેશે નહિ, પણ સમ્રાટની પાસે મસ્તક નમાવવું પડે તેવું હતું, કમચારીએ તેને એક સાંકડી નીચી ખારીમાંથી સમ્રાટ પાસે લઈ ગયા. તેમાંથી જાવુ હોય તે મસ્તક નમાવીને જવાય તેવું હતું, દેવરરાજ તે ખારીમાંથી સભા સ્થળે આવી પહોંચ્યા, ખારીમાં પેસતાં તેને મસ્તક નમાવવું પડ્યુ. સમ્રાટે તેનુ તે પ્રકૃત અભિવંદન ગણ્યું. સમ્રાટે તેના વ્યવહારિક કાચે. નીહાળી તેને ક્ષમા આપી. તેણે તેને કેટલીક ભૂમિસ'પતિ આપી, શુરતાને તે સતિ નલેતાં કહી દીધું “ સમ્રાટ મને મારા દેશમાં પહોંચાડી દ્યો.!” સમ્રાટે તેના અનુરોધ સ્વીકાયે, શુરતાન પોતાના અચળગઢમાં આવ્યે.
મારવાડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com