________________
મારવાડ,
૬૧૯
લાગ્યા. અર્થ લાલસા અને પ્રતિશોધ પિપાસાની પરિતૃપ્તિ માટે તેઓએ એવાં અધમ કાર્ય આરંભ્યાં કે જેનું વર્ણન કરવા કલમ કલંકીત થાય તેવું છે દીવાને ગદવારને સમૃદ્ધ જનપદગાનેર હરતગત કયે જ્યાં સુધી તેને વાર્ષીક ચડેલે સઘળે પગાર ન મળે ત્યાં સુધી તે તેના કબજામાં રાખવાને તેણે ઈરાદો કર દીવાને કેટલીક ભૂમિ સંપતિ હરી પિતાના ભાઈને આપી એવી રીતના કુચકીઓએ પુષ્કલ અત્યાચાર ક્યા જેથી તેઓ સરદારો વગેરેના વિઠેષ પાત્ર થયા છેવટે દુરાકાંક્ષ મંત્રીએ મારવાડની પ્રધાન ભૂમિવૃત્તિ આહેરઉપર હુમલે કરવાનું ધાર્યું પણ તેની ધારણા સફળ થઈ નહિ.
ફતેહસિંહને અને તેના સહચરને અત્યાચાર પ્રતિદિન વધતે ગયે પ્રજા અને સરદારો માંહત થયા. સામંત સમિતિમાં વિષાદ ફેલા સઘળા લોકોમાં અવિશ્વાસ અને રોષને વાસ થયે, સરદારોની ભૂમિ સંપતિ અત્યાચારી અમલદારોથી પદદલિત થઈ. તેઓના મનમાં દ્રઢ વિશ્વાસ જન્મે જે માનસિંહ ગુપ્ત ભાવે રહી આ અત્યાચાર કરાવે છે. માનસિંહે બ્રીટીશ એજંટના અનુપરિસ્થતિના સમયે ફરીવાર એકાંતવાસ સ્વીકાર્યો. અને રાજ્યના શાસન કાર્યમાં વિશેષ અમનેગિતા તે રાખવા લાગે રાજ્ય શાસનમાં તેનું ધ્યાન નહોતું પણ અખેચંદ અને ફતેસિંહ રાજ્યનું કામ સુંદર રીતે સંભાળતા હતા.
ફતેહસિંહ અને તેના સહચરેને અત્યાચાર પ્રતિ દિન વધતે ગયે. પ્રજા અને સામંત સરદારે મમહિત થયા, સઘળી સામત સમિતિમાં વિષાદ રેષ અવિરવાસ અને અહંકાર ફેલાઈ ગયે. જે સામતે રાજ્યના સ્થંભ સ્વરૂપ હતા જેની સહાય વિના દુધર્ષ મુસલમાને મારવાડને જીતી લેત તેઓની સંપતિ આજ ભય ભરેલી હાલતમાં હતી. તેઓનું સંમાન કહેવું રાખવું જોઈએ તે કોઈ જાણતું નહોતું સરદારેની મમ વેદનાની હદ રહી નહિ.
છ માસ વીતી ગયા અખીચંદને પ્રચંડ પ્રતાપ વધતો ગયો કેઈ પણ તેની વિરૂધ્ધ ઉભુ થયું નહિ રાજ્યમાં તેજ પ્રધાન પુરૂષ ગણાતો હતે રાજ્યમાં તેના સિવાય બીજે હુકમ ચાલતે નહિ. રાજા માનસિંહ દુધર્ષ દીવાન અને ખીચાંદ પાસે એક પુતળું હતું. પ્રજા, માનસિંહને નમાલે ગણવા લાગી, પણ છેવટે તેઓની તેવી લાગણું દૂર થઈ. માયા જાળ છેદાઈ ગઈ. માનસિંહે પિતાની મતિ ધારણ કરી. માનસિંહે નિજરૂપ ધારણ કર્યું, સરદારોના અને મજાનાં લેહી પી દુધ અખીચંદ સુખથી સમય કહાડતા હતા એટલામાં તેનાં માથા ઉપર ભયંકર દંડ પડયે. તેનું સુખસ્વમ ભાંગી પડયું તે ઉંચા ટોચ ઉપરથી ઉંડા ખાડામાં પડયે, તેના પાપન ચાર પાદપુર થયા. ચતુર માનસિં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com