________________
૬૨૮
ટડ રાજસ્થાન
હોય છે. મેવાડનું ભીલવાડા, વાંકાનેરનું ચુરૂ અને અબરનું માલપુર વાણિજ્ય પ્રધાન સ્થળ. વળી મારવાડનું પલ્લી કોઈ પ્રકારે વાણિજ્યમાં તેઓથી ઉતરતું નથી, મારવાડના ગોરવ, હાલમાં પલ્લી નગરેજ પ્રાગ્ય અને પ્રતીક્ય દેશમાં વાણિજ્ય માટે પ્રસિદ્ધ હતી. ભારતવર્ષના, ચીનના, કાશ્મીરના અને અરબસ્તાનના ઘણય દ્રવ્ય સાથે યુરોપના, આકીકાના, ઈરાનના પણ દ્રવ્યને વિનિમય આ પલી નગરીમાં થાત. પશ્ચિમ દેશનાં અનેક દક્ષિણ દેશનાં હાથીદાંત, કેરી, ખજુર, ખારેક, કપુર, ચંદનકાષ્ટ, રેશમી વસ્ત્ર, પશમી કાપડ વગેરે દ્રવ્યો સમુદ્ર માગે કચ્છ અને ગુજરાતના ઉપફળે એકઠા થઇ ઉંટથી વાહિત થઈ પલીની વિશાળ મારકેટમાં આવતા. મારવાડી લેકે સાકર, અફીણ, રેશમી વસ્ત્ર, પટ્ટવસ, શાલ બનાત વગેરે જુદી જુદી ચીજો આપી બદલામાં તે ચીજો ખરીદતા હતા.
મેળા-મારવાડમાં પ્રતિવરસ બે મેળા જેવામાં આવે છે. તે બન્ને મેળા મુંધર અને ભાત્ર શહેરમાં ભરાય છે. એ મેળામાં જુદી જુદી જાતનાં દ્રવ્ય પ્રદશિત અને વિકીત થાય છે. માઘ માસના પ્રારંભ થકી તે બન્ને મેળાની શરૂઆત થાય છે. મુંધરના મેળામાં ગાય બળદને લઈ મેટાં આડંબરથી મેળો ભરાય છે. ત્રણ અઠવાડીયા સુધી એ મેળા રહે છે. ભારતવર્ષના જુદા જુદા સ્થળથી જુદા જુદા વેપારીઓ એ મેળામાં આવે છે. મારવાડની સાભાગ્યલક્ષ્મી સાથે મુંદર અને વાલેત્રનું દર્ય અંતહિત થયું છે.
વિચાર વદ વિધિ-રજપુતને વિચાર અને દંડવિધિ ઘણું કરીને કમળ રાજનૈતિક મોટા અપરાધ વિના તેઓ કોઈને ઘણું કરી અંતદડે કઠીન કરતા નહિ. રજપુતે વિચારક, સૂક્ષ્મદર્શિક, ન્યાયવાન અને નિરપેક્ષ હોઈ અપરાધિ ઉપર દયા રાખતા હતા. નરઘાતક અપરાધી પણ અર્થ દંડ, વેત્રાઘાત, કારા રેલ કે સ્થિર નિર્વાસનની સામાન્ય સામાન્ય શિક્ષા સહ્ય કરી વિચાર કર્તાના કરૂણાબળે પ્રાણ રક્ષણ પામતા હતા. વાદી તેમ થવાથી કોઈ રીતે સુણ રહે નહિ રજપુત બને ત્યાં સુધી ચેરી કરતા નહોતા. રજપુત સમાજમાં તસ્કર થોડા જોવામાં આવે છે, અગાઉના હીંદુના શાસનકાળમાં તસ્કરના નામ માત્રમાં પ્રસિદ્ધ હતું. રાજા વિજયસિંહના મૃત્યુ પછી મારવાડનું વિચારાસન શુન્ય થઈ પડ્યું. શાથી કે વિજયસિંહ પછી તેને જેવો રાઠોડ કુળમાં કોઈ સુવિચારક પેદા થયે નહિ, તેણે કોઈ દિવસ કોઈના વિરૂદ્ધ પ્રાણદડાજ્ઞા કરી નથી. તેના સુવિચાર સંબંધે આજે પણ લોકોમાં અનેક ગ૫ સાંભળવામાં આવે છે. એકવાર તેના સુવિચારથી મોહ પામી. મારવાડના બંદીજને બોલતા હતા જે “ અમે બહાર તે શાક થોડું પણ પામતાં નથી, પણ કારાગારમાં બેસી લાડુ જલેબી ખાઈએ છીએ. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com