________________
મારવાડ
૬૧૭
શકીશ પણ જેમ બને તેમ તેઓની મદદ ન લેવાય તેજ સારૂં. જે તેઓની મદદ લેવાશે તે રાઠોડ સરદાર, વિરક્ત થાશે તેઓ મારે વિશ્વાસ કરશે નહિ.
જ્યાં સુધી સરદારની પ્રીતિ અને વિશ્વાસ છે ત્યાં સુધી મહારૂ મંગળ છે. હાલ તે હું અગ્રેજની મદદ લઈશ નહિ, મનમાં વિચાર કરી, તેણે શિષ્ટાચાર સાથે બ્રીટીશસિંહનું તે સાનુકુળ અનુગ્રહ પ્રત્યાખ્યાત કયે.
તેણે બ્રીટીશ દૂતને કહ્યું “મારા રાજ્યને વિપદથી બચાવવા હુંજ પ્રયત્ન કરીશ ”માનસિંહની ભાવભંગી જે સઘળાને પ્રતિતિ જન્મી જે માનસિંહ પ્રકૃતિસ્થ થયે મધુર વાકયથી અને મિષ્ટ વચનથી તે સઘળાને સંતુષ્ટ કરવા લાગે. સરદાને પાસે બોલાવી સારા વાક્યથી તે તેઓને આશ્વાસન કરવા લાગ્યો. માનસિંહના એવા વ્યવહારથી અતિ સંદેહવાળા મનના માણસને સંદેહ ભાંગી ગયો. થોડા કાળ પછી બ્રીટીશ એજંટ અજમેરમાં ગયે.
સાર્વભેમિક પ્રભુતાની પ્રત્યક્ષ મદદ ન લેવાથી મારવાડનું નિઃશેષ શ્રેય થાય તેમ નહોતું અંગ્રેજ દુતે તેવી સહાય લેવા રાજા માનસિંહને વારંવાર સમજાવ્યું પણ રાઠેડ રાજાએ તેની કઈ કયા ગ્રાહ્ય કરી નહિ. બ્રીટીશ એજટે જેમ તેમ તેને પ્રબંધિત કર્યો તેમ તેમ તે બેલવા લાગે. “ રાજ્યની જે ગતિ હાલ જોઉં છું તે ગતિમાંથી સારી સ્થિતિમાં રાજ્યને હું લાવી શકું છું ત્યારે તેમ કરવા આપને હું શા માટે વ્યર્થ શ્રમ આપું.”
તે સમે ભારતવર્ષના ગવર્નર જનરલે સારી ક્ષમતા આપી એક દૂતને રાજા માનસિંહ પાસે મોકલ્યો. રાજધાનીમાં આવી તેણે જોયું તે રાજ્ય દુદશાપન્ન છે, તેના પૂર્વ તન કર્મચારીએ તે અવસ્થા સુધારવા ચેષ્ટા કરી પણ તે બીલકુલ વ્યર્થ ગઈ રાજકર્મચારીઓની કાયવલીમાં રાજા ખુદ થોડું જોતે હતે, વેતનભોગી સંધવી સેનાને અને પઠાણ સેનાને ત્રણ વર્ષથી પગાર નહોતો મળે, તે સૈનિકવિભાગ દીન દશામાં પડ્યો હતે પિતાના નિવાહના અર્થે તે ઘાસ અને લાકડાના ભારા વેચવા જ્યાં ત્યાં આથડતા હતા. કેટલાક તે ભિક્ષા કરી જીવિકા ચલાવતા હતા, તેઓ તે સમયે પિતાના ચડેલા પગારને એક તૃતીયાંશ લઈ ખુશી થવા ખુશી બતાવતા હતા જ્યારે એજટ સાહેબની રાજધાનીમાંથી ત્રણ અઠવાડિયા પછી વિદાયગિરી થઈ ત્યારે તે લોકોની દુર્ગતિ થઈ.
પ્રપંચી લોકોના કાર્યથી મારવાડ પ્રદેશ પીડિત થવા લાગ્યું. પિતાની ઈષ્ટસિદ્ધિ માટે તેઓ જે જે કામ કરતા હતા તેથી દુર્બળ લેક બહુ પીડા
* ઈ. સ. ૧૮૧૯ના ફેબ્રુઆરી માસમાં મહાત્મા કરલ રોડ સાહેબ મારવાડને પિલીટીકલ એજંટ નીમાને આવ્યો.
७८
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com