________________
१२४
ટોડ રાજસ્થાન.
જેઓ સૂર્યગ્ર પ્રમાણે જમીનના માટે પ્રાણ આપવા તૈયાર હતા, તેઓ આજ લાંબા સમયથી પિતાની ભૂમિથી દૂર વસતા હતા. આજ તેઓ રાજના કઠેર રેષ અને વિદ્વેષ ભયે વિદેશે આશ્રય લેતા હતા, આશ્રયદાતા બંધુઓના સ્નેહથી, તેઓને ખોરાકી પોશાકને તેટો નહોતો, પણ તેઓને હૃદયમાં સુખશાંતિ નહાતી. સઘળા દિવસોમાં કાયમ તે માતૃ ભૂમિનું ચિત્ર તેઓના હૃદયમાં આવતું હતું નૃશંસ પ્રજા પીડક વિશ્વાસઘાતક માનસિંહની રેપ દષ્ટિથી રક્ષણ પામવા આજ રાઠોડ સરદારે પરભૂમિમાં વસતા હતા. આજ તેઓને ઉત્સાહ અને આનંદ નિહિત થયે. દુર્ભાગ્યના આવવાથી તેઓનું સઘળું નિષ્ફળ થયું, આજ તેઓ નિરૂત્સાહ ભાવમાં આવી ગયા હતા. તે શોચનીય દુરાવસ્થામાંથી છુટવા માટે ઈ. સ. ૧૮૨૧માં અંગ્રેજ બહાદુરનું આનુકુલ્ય પામવા તેઓએ ચેડા કરી. પણ એક વર્ષમાં તેઓની ચેષ્ટાનું ફળ માલુમ પડયું નહિ, રાઠોડ સરદારેએ એક મમભેદી પત્ર અંગ્રેજ બહાદુરને લખ્યું. તે પત્ર વાંચી મહાત્મા ટેડસાહેબે કહ્યું હતું, જે યથાકાળે બ્રીટીશ ગવરમેંટે તેઓના ઉદ્ધાર માટે ચેષ્ટા ન કરી હતી તે તેઓ તેઓની મેળે પિતાના ઉદ્ધારની ચેષ્ટા કરત.
જોતાં જોતાં ઈ. સ. ૧૮૨૨નું વર્ષ કાળ ચકના એક આર્યવતનમાં અનિત કાળ સાગરમાં ડુબી ગયું, અને બીજું વર્ષ બદલાયું તો પણ તે સ્વાર્થ વંચિત, પ્રતાડિત ઉયિત રાઠોડ સરદારનું ભાગ્ય ચક ફરી બદલાયું નહિ. બ્રીટીશ ગવરમેંટ મધ્યસ્થ તેઓ એના વિવાદને ચુકાદો કરશે એવું આશ્વાસન વાકય તેઓને મળ્યું. ઈ. સ. ૧૮૨૩ માં તે આશ્વાસન વાક્ય સફળ થાશે એવા ખબર સાંભળવાથી તેઓના આનંદની સીમા રહી નહિ, તેઓ તે વર્ષની રાહ જોવા લાગ્યા. હાય ! નિષ્ફર રાજાના દોષે તેઓની એવી દુરાવસ્થા ! તે અગ્ય રાજાથી મારવાડનું કેટલું અભીષ્ટ થયું તે વિચાર કરી જવાથી મન સ્તબ્ધ થાય તેવું છે.
રાડેડકુળને ગરવમય ઈતિહાસ આ સ્થળે પુરે છે. વરવર શિવજીને વંશધરના લીલા સ્થળ મારવાડના રંગભૂમે આ સ્થળે પડદે પડે. જે દિવસે તે મહા પુરૂષ, રાઠોડકુળની પચરંગિની પતાકા સુરધુનીની સિક્ત ભુમથી ઉપાડી લુણી નદીના તટના બાલીયા વાડીમાં રોપી, તે દિવસથી તે સમાલોચ વિષયના સમય સુધી છ સૈકાને કાળ નીકળી ગયોએ લાંબા કાળમાં શિવજીના વીર વંશધરેના પુષ્કળ પવિત્ર અસ્તિો લિપીબદ્ધ કરવામાં આવ્યા. છેવટે અયોગ્ય અને નરાધમ માનસિંહના કલંકિત જીવનચરિત સાથે રાઠેડ કુળના ઇતિહાસની સમાપ્તિ થઈ. એકવાર જે રજપુતોની તલવારથી મેગલ સામ્રાજ્ય કંપ્યું હતું આજ તે રજપુત વંશધર માનસિંહ અધઃપાતમાં પડયો. આજ માનસિંહના મુખે નુર નહોતું, આજ માનસિંહનામાં તે રજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com