________________
ભારવાડ
તર્ક વિતર્ક થયા પછી મુકરર થયુ જે કોઈને પક્ષ પકડ નહિ દેશને ત્યાગ કર ચુકત છે. માનસિંહે તેઓની મદદ માંગી પણ તેઓએ માનસિંહની માંગણું અધીકારી નહિ. તેઓએ દેશને ત્યાગ કરી અડખે પડખેના રાજ્યમાં આશ્રય લીધે. સરદારેનું એવું આચરણ જાણી ભીમસિંહ અત્યંત કૃદ્ધ થયું. તેણે તેઓની ભૂમિવૃત્તિ છીનવી લીધી. ઉદાવત સરદારને પ્રધાન નિવાસ નિમજ નગર ઘેરાયુ. નગર વાસીઓએ બાર માસ નગરનું રક્ષણ કર્યું, છેવટ રક્ષણ કરવાની તેઓમાં સત્તા ન રહી નિમજ, ભીમસિંહના હાથમાં આવ્યું. એ ઘેરામાં ઘણા ભાગે વિદેશીય વેતનભોગી સૈનિકે હતા. તેઓએ નિમજવાસી ઉપર જુલમ ચલાવવામાં કાંઈ કસર રાખી નહિ,
નિમજ કબજામાં આવ્યું, હવે ઝાલેરને ઘેરે ઘાલવા માટે ભીમસિંહે નવું બળ તૈયાર કર્યું, માનસિંહનુ સહાયબળ, ધીમે ધીમે ક્ષીણ થાતું ગયુ, માનસિંહની આશાએ વિફલ ગઈ, એક તરફ સેનાબળમાં ઘટાડો અને બીજી તરફ ખાઘદ્રવ્યનું કમીપણું, છેવટે માનસિંહ વિષમચિંતામાં પડયે. તે પિતાના રક્ષણ માટે નિરાશ થ. શત્રુને આત્મ સમપર્ણ કરી દેવું તે સિવાય તેને બીજો ભાગ નહે. તે ગંભીર નૈરાશ્ય અને વિષમ સંકટમાં સંવત્ ૧૮૬૦ના કાતિક માસના બીજા દિવસે ભીમસિંહના પ્રધાન સેનાપતિ પાસેથી એવા ખબર આવી પહોચ્યા જે “ભીમસિંહે પ્રાણ ત્યાગ કર્યો. આ ક્ષણે આપ રાઠોડ કુળના અધીશ્વર, આપની સેવામાં અમે -હવે પ્રવૃત” માનસિંહ વિકિમત અને ચમત્કૃત થયે. તેણે વિચાર્યું છે તેને હસ્તગત કરવા એ શું શત્રુઓને પ્રપંચ છે ! અગીયાર વર્ષ સુધી જે શત્રુ સાથે લડી તે વિજય પામે નહિ, તે શત્રુ શું અકસ્માત્ મરણ પામ્યું ! અદષ્ટ દેવ માનસિંહ તરફ શું આટલે બધે સુપ્રસન્ન ! માનસિંહને તે બાબતમાં વિશ્વાસ રહ્યો નહિ. તેને એવી આશા જ નહતી જે વિધાતા તેને સંકટમાંથી કહાહશે, તેના દિક્ષા ગુરૂ દેવનાથે, ભીમસિંહની છાવણીમાંથી આવી કહ્યું, મહારાજ આપનુ અદષ્ટ સુપ્રસન્ન. છાવણીમાં એક પણ આશામીના મુખ ઉપર મુછ નથી. આપના શત્રુને સંહાર થયે, ત્યારે માનસિંહને સઘળે સંદેહ દૂર થયે, તેણે દેને ધન્યવાદ આપ્યા. તે ગરવ સાથે રાઠોડની છાવણીમાં પેકે, ત્યાં એકઠા થયેલા સરદાર સામતે એ તેને રાજા કરી પરમ આદરે ગ્રહણ કર્યો. જય ! મહારાજ માનસિંહની જય ! એવા શબ્દોથી છાવણ કંપિત થઈ.
ભીમસિંહના એ અકારણ અકસ્માત્ મૃત્યુનું કારણ શું એ વાંચનારના મનમાં સંદેહ ઉત્પન્ન થાય તેમ છે, સામાન્ય ગૃહસ્થનું મૃત્યુ થયું હોય તે લોકે - ગણનામાં અને લક્ષમાં લેતા નથી. તેના આત્મીય લેકેજ એક સમ તપ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com