________________
મારવાડ
૫૬૧
ઉપર બેઠે તે તંબુના અંદર જાડેજા રજપુતની દીકરી રામસિંહની રાણી બેઠી હતી. તે શકુત ભાષામાં વિષેશ નિપૂણ હતી. કાગડાને તંબુની કનાત ઉપર બેઠેલે જોઈ તેણે એક ભરેલી બંદુક હાથમાં લીધી. તે બંદુકથી તેણે તે પંખીને મારી નાંખ્યું. બંદુકને અવાજ સાંભળી ઉદ્ધત રામસિંહ પૃદ્ધ થયે. વળી વિશેષ તપાસ
ક્યા વિના તેણે તે ક્ષણે હુકમ આપે જે “ જેણે બંદુક તેને પકડી મારી પાસે લાવો” નોકરોએ બંદુક ફેડનાર રાણું છે એમ તેને કહ્યું. તે પણ તેના
ધની શાંતિ થઈ નહિ. તેણે કઠોર સ્વરે કહ્યું. “રાણુને બોલે ”જે તે આ ક્ષણે મારું રાજ્ય છોડી તેના પિતૃ રાજ્યમાં ચાલી જાય. હું એવી સ્ત્રીનું મુખ
તે નથી આવા હુકમથી જાડેજા રાજકુમારી ચમકિત થઈ. સ્વામીને ધ શાંત કરવા તેણે અનેક ચેષ્ટા કરી. પણ તેની ચેષ્ટા ફળવાળી થઈ નહિ. અનેક અનુનય વિનય કરી રાણી રાજાનાં દર્શન મેળવી શકી. પતિના ચરણમાં પદ્ધ તેણે ક્ષમા માગી પણ દ્રઢ પ્રતિજ્ઞાવાળા રામસિંહે તેની વાત ઉપર કર્ણ પાત ક્યો નહિ અને કઠેર સ્વરે કહ્યું. “ તું આ ક્ષણે મારું રાજ્ય છોડી ચાલીજ', જ્યારે રાજા, પોતાની પ્રતિજ્ઞામાંથી ડગ્યો નથી એવું જાડાજરાજકુમારીએ જોયું ત્યારે તે બોલી “ આપ મહારે ત્યાગ કરે છે પણ જે આપ મારવાડ ના સિંહાસનથી ભ્રષ્ટ થાશો.” રાજકુમારીએ હવે વિલંબ કર્યો નહિ. તેણે ઉદ્ધત સ્વામીના મુખ તરફ જોયું નહિ. દારૂણ મને દુઃખે દુઃખી થઈ અભિમાનવાળી ભામિની તે પાંચ હજાર જાડેજા રજપુતે સાથે પોતાના પિતૃ રાજ્યમાં આવી. તે દિવસે રામસિંહનું સિંહાસન એકદમ કંપિત થયું. તેને મુગટ ખલિત થઈ જમીન ઉપર પડશે. અત્યંત ગર્વમદેમત્ત થઈ તેણે જે અપકર્મ કર્યા તેનાં ફળ તેણે થોડા સમયમાં ભગવ્યાં.
એક તરફ ભક્તસિંહ યાપયેગી ગોઠવણ કરવા લાગ્યો. તેના ગ્રહ સરદારા સિવાય બીજા અનેક સરદારે તેના વાવટા નીચે એકઠા થયા. તેમાં ચંપ વત, કુંપાવત, ઉદાવત, કુરમ, હાડો વગેરે રજપુત સરદારે વિશેષ પ્રસિદ્ધ હતા.
રામસિંહનું સેનાબળ ભક્તસિંહના સેનાબળ જેટલું જ હતું પણ જે દિવસે જાડેજા રજપુતોએ તેને છે તે દિવસથી તેનું લશ્કર કમ થયું. તે પણ રાઠોડ રજપુતે નિરૂત્સાહ થયા નહિ. તેને વિલક્ષણ વિસ્વાસ હતે જે રણું ક્ષેત્રમાં તેને જય થાશે તેનો વિશ્વાસ બીલકુલ નિર્થક અને અસત્ય થઈ પડશે.
રણનું નગારું વાગ્યું જોતા જોતામાં અસંખ્ય સૈનિકે ઉત્સાહથી જય નાદ કરતા રાઠોડની પંચરંગિની પતાકા નીચે એકઠા થયા. મોટા ઉત્સાહ અને સાહસથી રામસિંહે મેરતાના અજમેર નાગથળે છાવણ નાંખી, એ સ્થળે રહી તે શત્રુની રાહ જોતા હતે. હરે અસંખ્ય સૈનિકનાં અસફળક જેવામાં આવ્યાં. ૭૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com