________________
મારવાડ
પ૭૯
સવ છે દીધો, જે દિવસે મહાસિંહને મુકુટ તેના માથા ઉપર આવ્યું. તે દિવસથી તેણે અજીતસિંહના પુત્ર તરીકે ન હોવાનું જાહેરમાં જાહેર કર્યું નહિ. અને તેને પરિચય પણ આપે નહિ, તે દિવસથી પાલક પિતા શિવાય બીજાપિતાને તેને ભૂલી જવાનું હતું. પણ દેવસિંહ તે ભુલી ગયે નહિ, તે જ્યાં સુધી જીવિત રહયે ત્યાં સુધી તેણે મહારાજ અજીતસિંહના પૂત્ર તરીકે પરિચય આપે. વળી ઉતરાધિકારીત્વના કાયમના નિયમ ઉપર પદાઘાત કરી તેણે પિતૃ સિંહાસન હસ્તગત કરવા ચેષ્ટા કરી. અગ્રજ અભયસિંહનાં અને ભક્તસિંહના પાશવચરિત્ જ્યારે તેના કાને પડયાં. ત્યારે દેવીસિંહની રાજ્યલિસા બળવાળી થઈ પડી. તે સમયે તેના કાનમાં જાણે કોઈ કહેતું હોય જે “અભયસિંહે પિતૃહત્યા કરી રાજ્ય સિંહાસન કબજે કર્યું “ભક્તસિંહ પિતૃવધ કરવામાં સામેલ હતા. તું નિષ્પાપ છે. એટલે કે મહારાજ ધરાવના પવિત્ર સિંહાસનને તું ઉપયુક્ત અધિક કરી છે,” ત્યારપછી અભયસિંહના સિંહાસન માટે જ્યારે રાજ્યમાં ભયંકર તેફાન ચાલ્યું, ત્યારે પણ દેવીસિંહની તે લિસા ભયંકર રીતે વધી ગઈ, પણ તેની તે આશા કોણ પૂરણ કરે. રજપુત દત્તક પ્રણાલીને એવો વિધિ જે દેવીસિંહને એક સામંત સરદારે દત્તક લીધેલ હોવાથી દેવીસિંહ સામતસવને અધિકારી થયે. તેણે રાજ્યના અધિકારનું સાવ ખેડયું, તેને એક ભાઈ આનંદસિંહ પણ ઈડરના સ્વાધીન, સ્વાધીન અધિપતિથી દત્તક થયેલ હોઈ રાજસત્વ ખોયું હતું..
દેવીસિંહે ઉત્તરાધીકારત્વ છે, પણ તેના જીવનમાં તેને બીજે કઈ ભ્રાતા કે બ્રાતૃપુત્ર મારવાડના સિંહાસને બેઠેલા જોઈ તેને સહ્ય થાતું નહિ. જે જનપદને તેને અધિકાર હતા, તે અધિકાર અક્ષુણું રાખી તે પોતે મારવાડનું સિંહાસન લેવા તત્પર થયે. ચંપાવત ગોત્રના કેટલાક રજપુતેની સાથે ષડયંત્ર કરી, બીજા સિંહાસન પાથ ઉમેદવારના ઉમેદ માર્ગમાં વિશ્વ નાંખવા લાગ્યું. વિજયસિંહ, દેવીસિંહને ગૂઢ અભિપ્રાય સમજી શકે નહિ, રાજ્ય શોચનીય અવસ્થાથી અને સામતની દુર્વત્રતાથી તે પીડિત થઈ તેનું વર્ણન કરવાને તે દેવીસિંહ પાસે ગયે તેણે શેક કરી સઘળું વર્ણન કર્યું. દલાસો આપી કુટિલ મતિ દેવીસિંહ બોલ્યું. “મારવાડને વિષય વિચારી આ૫ શા માટે વૃથા શેક કરે છે. મારવાડ મારી તલવારના મીયાનમાં રહ્યું છે. તે સાંત્વનાના વચને સાંભળી વિજયસિંહનું હૃદય વધારે આકુલિત થયું. તેણે સઘળી હકીક્ત ધાઈ ભાઈ જગની પાસે કરી. જગ જે ચતુર તે કાર્યને પારદર્શી હતે. પિકણું સરદારને ગુઢ અભિપ્રાય જાણી તેને ચર્થ કરવાનેદ્રઢ પ્રતિરૂ થયે, કૌશલ ક્રમે દેવીસિંહને પ્રિતીપાત્ર થઈ તેણે તેની પરવાનગીથી કેટલુંક સૈધવી સૈન્ય નગર રક્ષક રૂપે નીમ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com