________________
૫૮૦
ટેડ રાજસ્થાન
તેમ કરવામાં તેને કાંઈ આડું આવ્યું નહિ, તે સિનિકના ભરણપોષણ માટે તેણે પગાર કરી આપ્યા, એ રીતે મારવાડમાં પહેલ વહેલે વેતન ભગી સૈનિક રાખવાની પ્રથા ચાલી, તે સેનામાં સંધવી પુરવી રજપુત આરબ અને હીલા હતા.
ચતુર જગે એ પ્રમાણે સાતસો વેતન ભેગી સૈન્ય એકઠું કર્યું. છેવટે તેણે તેને દુર્ગારે રક્ષક તરીકે નીમ્યા. રાજા સારી રીતે નિશ્ચિત થયે. તે હવે સ્વાધીન ભાવ નીશ્વાસ મુકવા લાગ્યા. હવે રાજ્યની શાંતિ માટે અને આબાદી માટે જગની સાથે અને દીવાન ફતેહગંદ સાથે મંત્રણા કરવા લાગે. શાંતિ અને આબાદી માટે જેજે બાબતે જોઈએ તે તે બાબતે તેની પાસે ન હતી. એ સમયે જગેએ, પિતાની મા પાસેથી પચાશ હઝાર રૂપૈઆ માંગ્યા. તેની મા વિજયસિંહની ધાઈ મા થાય. વિજયસિંહના જન્મકાળે તેણે બક્ષીસમાં એ રૂપિઆ મેળવ્યા હતા. આજ તે નાણું પુત્રને આપવા અસંમત થઈ. ત્યારે જગે તેને કહ્યું જો તે નહિ આપે તે હું તારી પાસે આત્મઘાત કરીશ.જગને તે નાણાં મળ્યાં તેણે તે વિજયસિંહને આપ્યાં. રાજાને આનંદની સીમા રહી નહિ ત્યાર પછી પાયનું દમન કરવા તેણે પિતાની અશ્વસેના નાગોર તરફ મોકલી. ત્યાં તેઓ યોગ્ય સમયે પહોંચ્યા કિલા ઉપરથી તે નીચે ઉતારી એક સેનાદળ પાર્વત્ય લોકોના વિરૂદ્ધ ચાલ્યું. રાજાએ રસ્તામાં શીળબકરી નામના કિલ્લા ઉપર હલ્લો કર્યો. તે દિવસે રાઠોડ સેના સામંતે તેને મનેભાવ જાણું અત્યંત શકિત થયા. અને રાજધાનીથી વિશ માલ પૂર્વ રહેલ વીરશીળનામના નગરમાં એકઠા થઈ પિતાના રક્ષણ માટે તેઓ ઉપાય જવા લાગ્યા.
સરદારને એકઠા થયેલા અને વિદ્રોહને ષડયંત્ર કરતા જોઈ વિજયસિંહ અત્યંત શક્તિવાળો થશે. તે વિદ્રાહના દમન માટે તેણે ગરધન નામના જપુતની મદદ માંગી. ગરધન ખીચી કુળમાં ઉત્પન્ન થયે હતો. તે એક વિશ્વહત અને સાહસિક પુરૂષ હતો. તેની રાજ ભકિત જે ભક્તસિંહ, વિજયસિંહને અવસાત સમયે તેના હાથમાં મેં હતું. રાજાનું સંકટ જઈ ગરધને તેને હીમ્મત આપી કહ્યું. “મહારાજ! ચિંતા કરે નહિ. સરદારેના સમાન તરફ વિશ્વાસ રાખે ! આપ એકલા જઈ ઉપયુક્ત યુક્તિદ્વારા તેઓની પાસે મદદ માંગે, તેઓ આપને કાંઈ બોલશે નહિં. હું પહેલેથી તેને બંદોબસ્ત કરું છું” બીજા દિવસે ગરધન સરદાચની છાવણીમાં આવી “રાજા તમારી રાજભક્તિ ઉપર વિશ્વાસ” રાખી તમને મળવા આવે છે તેની અભ્યર્થના કરવા તમે સત્વર તૈયાર થાઓ, કેઇ સરદારે તેનું વચન ગ્રાહ્ય કર્યું નહિ. કેઈએ તેના વચનને ઉત્તર આપે નહિ. તેણે વારંવાર તેઓની વિનતિ કરી. પણ કઈ કાંઈ પણ બોલ્યા નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com