________________
ટક રાજસ્થાન.
વર્ષમાં પ્રસિદ્ધ થવા લાગી. માધાજ સિંધી, એ કુટીલ રાજનીતિનું અવલંબન કરી રજપુતે ઉપર જય મેળવવા પ્રવૃત થયે તેણે જોયું કે મહારાષ્ટીય સૈભાગ્ય લક્ષ્મી રાજસ્થાનના પ્રધાન, પ્રધાન રાજયમાં વિરાજે છે, અને મહારાષ્ટ્રીય આશાલતા મેવાડ, મારવાડ, અને જયપુરમાં, કમેકમે અંકુરિત થાય છે, આ ક્ષણે બળ સંગ્રહ કર્યા વિના સૌભાગ્ય લક્ષમી હાથ પડે તેમ છે નહિ. યત્નથી જલ સીંચન કર્યું વિના તે આશાલતા ફળવતી થાય તેમ નથી. વળી તેણે વિચાર્યું કે રાજસ્થાનના પ્રધાન, પ્રધાન રાજ્યમાં એક સંપ અને એકતા નથી. અંતઃવિપ્લવના અનિમય નિવાસે તે સઘળા રાજ્ય અંતઃસાર શુન્ય થયાં છે. આ સમયે તેઓના ઉપર છાપે મારી પડવાથી અભીષ્ટસિદ્ધિ થાશે, રાજસ્થાનનું ઉપર લખેલું ચિત્ર માધાજીના હૃદયમાં પ્રતિબિત થયું. તેણે એક મોટી સેના લઈ જયપુર ઉપર હુમલો કર્યો. જયપુરના સિંહાસન માટે મધુસિંહ અને ઈશ્વરસિંહના વચ્ચે તકરાર ચાલ્યું હતું. તેથી કરીને અંબરના અંદરનું ઘણુંખરૂં બળ કમ થયું હતું. મધુસિંહ પરલેકવાસી થયે હતું. આ ક્ષણે પ્રતાપસિંહ અંબરના સિંહાસન ઉપર હતું. રાજ્યના થઈ ગયેલા અંતવિપ્લવના કાળમાં ચતુર મહારાષ્ટ્ર રાજ્યમાં પેસી જેમ અનર્થનું બીજ રેપી ગયા હતા, તે ધીરે ધીરે અજ્ઞાનભાવે અંકુરિત થયું, પ્રતાપસિંહને તે બીજની જાણ હતી, તેણે તે બીના દળી નાંખવા ચેષ્ટા કરી, આ ક્ષણે માધાજ સિંધીયાની રણની તૈયારી સાંભળી પ્રતાપસિંહ તેના વિરૂધે થવા તત્પર થયે. અત્યાચારી મોગલના દપ હરવા માટે જ્યારે ત્યારે રાજસ્થાનનું રિબળ એકઠું થતું અને એકમત થઈ તેના વિરૂધે ઉતરતું. આજ તે ત્રિબળ અનેક દિવસથી છિન્ન ભિન્ન થઈ ગયું હતું. તે એક્તાની થિશિથિલ થઈ ગઈ હતી. આજ એક પ્રચંડ શત્રુ રાજસ્થાનના ભાગ્ય ગગને ધુમકેતુના જે ઉદિત થયે, આ સમયે એકતા બંધન, અવશ્ય પ્રજનીય હતું. મનમાં વિચાર કરી કુશાવહ રાજ પ્રતાપસિંહ રાઠોડ રાજની પાસે એક દૂત મોક, સદાશય વિજયસિંહે તેનાં અનુરોધ અગ્રાહ્ય કયે નહિ. અંબરરાજ ઈશ્વરસિંહની પાસે તેણે જે અસતવહાર કર્યો હતો, તે સંપૂર્ણ રીતે તે ભુલી ગયે હતું, અને અંબરની રક્ષા કરવા માટે તેણે પોતાનું સેવાદળ લઈ પ્રતાપસિંહની સાથે મળી જવા સંકલ્પ કર્યો. આ સમયે રાઠોડ અને કુશાવહ રજપુત એક થઈ ગયા.
વિજયસિંહ, વિશ્વસ્તવીર રીયાપતિને સેનાધ્યક્ષના પદે નીમી, રાઠોડસેના સાથે એક રંકાનામના સ્થળે સિપીયે, એકીભૂત રજપુતેની સામે થયે, ઈમાયલ બેગ અને હામહની નામના પ્રસિદ્ધ મોગલ સેનાપતિઓ રજપુતે સાથે ભાળી ગયા. સિ બીયા પાસે પ્રસિદ્ધ ફરસી સેનાની દી–વઈનના હાથમાં પિતાની સેનાને કારભાર સે, તે ફરાસવીર રજપુતેની સામે થયે. રીયાપતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com