________________
મારવાડ
૫૫૩
સ્વમમાં પણ વિચાર કર્યો નહોતો. જે તેના એવા હલકા પ્રપંચથી માતૃભૂમિ આવા સંકટમાં આવી પડશે અને રાજા વચ્ચે વિવાદ પડી જાય તેમ કરવાને તેને આશય હતો. પણ તે આશયથી તે સજાતીય રજપુતામાં કોધાનળ સળગી ઉ. મારવાડની ભૂમિને માટે સંકટમાં જઈ ભક્તસિંહ શું નિશ્ચિત બેસી રહે! ભાઈ ભાઈના વચ્ચે વિવાદ છે તેથી શું આવા સંકટના સમયે ભક્તસિંહ જે ભાઈ અભયસિંહ જેવા ભાઈને મદદ ન આપે !
આજ માતૃભૂમિને સંકટમાં આવી પડેલી જોઈ ભાઈને વિષમ વિષ ભૂલી જઈ ભકતસિંહ અભયસિંહની પાસે આવી ઉભો રહયે. અને સારા વિનય ભાવથી બે. “ભાઈ? ઘેરામાંથી સેનાબળ ઉઠાવી લેવું નહિ, મને આજ્ઞા આપો, હું સામંત સરદારોની સાથે રહી લડું, અને દુશ્મનને સારૂં શાસન આપું. ”
મોટા ભાઈએ પિતાના નાના ભાઈ ભકતસિંહની પ્રાર્થના સ્વિકારી નહિ. ભકતસિંહ મનમાં ક્ષોભ પામે. પણ તે ભયંકર સંઘર્ષકાળે નિઃસંશ્રવ ભાવે રહી શકશે નહિ. તે નાગેરમાં ગયે. અને દિલ્લી દરવાજા ઉપર ચઢિ ગંભીર સ્વરે નગારૂ બજાવ્યું. એટલામાં નાગરના સામંત સરદારે પિતાના સૈનીકે સાથે દરવાજા પાસે આવી ઉભા રહ્યા. ભકતસિંહની પાસે બે પીતળનાં પાત્ર હતાં જેમાં એકમાં કસુંબો હતો અને બીજામાં કેસરને રંગ હતું. જેમ જેમ સરદારો તેની પાસે આવતા ગયા તેમ તેમ ભકતસિંહે તેને કસુંબે પાયે અને તેઓની છાતી ઉપર કેસરી રંગને છાપો માર્યો. એ રીતે તેણે આઠ હઝાર રજપુત વીરેને કાર વ્રતમાં દીક્ષિતકર્યો. તે સઘળા જીવન મુમુક્ષ હતા. સઘળ
દેશના માટે પ્રાણ આપવા તૈયાર હતા. તેઓ સઘળા ભકતસિંહના અત્યંત સાહસીક અને દ્રઢ પ્રતિજ્ઞ હતા. એવી જોરાવર સેનાની સાથે એક વિશાળ મકાઈના ક્ષેત્રની સંમુખે આવી પહોંચ્યા. ત્યાં આવી રાઠોડ રાજકુમાર ભકતસિંહે સઘળાને ગંભીર સ્વરે કહ્યું. “વીરા ! તમારામાંથી જે કઈ યુદ્ધક્ષેત્રમાં જય મેળવવાને અથવા દેહ ત્યાગ કરવાને પ્રસ્તુત ન હોય તો તે મારૂં અનુશમન કરે, જે કઈને ફરી જવાને ઉત્સાહ હોય તે તે ખુશીથી ફરી જાય ” એમ બોલીને તે ક્ષેત્રમાં પેઠે જેઓ સાહસિ કરતાં તેઓએ તેનું અનુગમન કર્યું કેટલાક તે તેનું અનુગમન કરતાં પિતાના ઘેર ગયા. ખેતરમાંથી બહાર આવી રાઠોડ વીરે જોયું જે પાંચ હઝાર રજપુતોએ તેનું અનુમાન કર્યું તેણે ઈશ્વરને ધન્યવાદ આપે અને તે વીર પુરૂષ સાથે યુદ્ધ સાગરમાં કુદી પડે.
અંબરરાજ જયસિંહ ગંગાવાનીમાં પોતાના લકર સાથે શત્રુઓની પ્રતિક્ષા કરતે ઉભે હતે દુરથી ભક્તસિંહની અશ્વસેનાને જોઈ તેણે તેની સામે પિતાની ૭૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com