________________
મારવાડ
૫૫૧
સુગમાં અમરરાજનું અહંજ્ઞાન યુક્ત કરી તેને ઉતેજીત કરવા ચેષ્ટા કર. વળી તેને વધારે ઉતેજીત કરવાને બીજો ઉપાય પણ છે, તારા પુજનીય પિતૃ દેયે અંબર રાજ્યનું આક્રમણ કરી કુશાવહ રાજાનું જે અપમાન કર્યું હતું તે અપમાનને બદલો લેવા નથી. એ ક્ષણે તે બદલે લેવાને સારો અવસર, વળી જયસિંહને કહેવરાવી મોકલ જે તે ક્યપુર ઉપર હુમલે કરી પિતાના પૂર્વ અપમાનને બદલો લે તેમ.
કવિ કર્ણની સલાહ ઉપયુકત લાગવાથી ભકતસિંહે એકદમ સિંહના ઉપર પત્ર લખ્યું, તે સમયે વિકાનેરને દૂત પણ ગ્ય સલાહ લેવા ભક્તસિંહ પાસે આવ્યું હતું, ભક્તસિંહે તેને યુક્ત સલાહ આપી અંબરરાજ પાસે જવાની આજ્ઞા આપી અને તેની સાથે કર્યદ્વારના સઘળા કૈશલ સાધને કહેવરાવ્યાં.
વૃદ્ધાવસ્થામાં અંબરરાજ મદિરાશક્ત થઈ પડ હતો. સુરસેવનથી પુષ્કળ અનિષ્ટ થાય છે. તે અંબરરાજ સારી રીતે જાણતે. તેથી તેણે એવું અનુશાસન વિધિબદ્ધ કર્યું છે જ્યાં સુધી તે વારૂણી દેવીની પૂજામાં હોય ત્યાં સુધી કોઈ પણ વિષયિક કાર્ય તેની પાસે વિજ્ઞાપિત થાય નહિ. જે સમયે વિકાનેરને દત અંબર રાજની સભામાં આવ્યું. તે સમયે અંબર રાજ વિશ્રામ કક્ષમાં સુરદેવીની આરતી કરતા હતાસરદારેએ એકઠા થઈ ભક્તસિંહના પત્રને પાઠ કર્યો અને ભક્તસિંહને અનુરોધ પાળ કે નહિ તેના માટે તેઓ તર્ક વિતર્ક કરવા લાગ્યા છેવટે એવો નિશ્ચય થયે જે રાઠોડના આક્રમણમાં હરતાર્પણ કરવું નહિ ભક્તસિંહને ઉદેશ સફળ થયે નહિ પણ આવેલે દુત ચતુર અને સુરક્ષ, સરદારના ઉત્તરથી નિરાશ અને વિફળ મને રથ થઈ તેણે રાજાના દર્શન લઈ તેની પાસે પિતાને પ્રસ્તાવ જાહેર કરવાનો સંકલ્પ કર્યો. વળી રાજા સાથે મુલાકાત લેવાને તે સુગ શોધવા લાગે એ સમયે વિદ્યાધર નામનો એક બ્રાહ્મણ અંબરરાજની દીવાન પદવીઓ હતા.
વિદ્યાધર દૂતને પ્રિય મિત્ર હતો. તેની મદદથી દૂતે રાજાની મુલાકાત લઈ સઘળી બીના રાજા પાસે નિવેદન કરી જયસિંહની પાસે હાથ જે તે બે મહારાજ ! વાંકાનેરરાજ મોટા સંકટમાં આવી પડયા છે એવી અવસ્થામાં આપ જે તેને મદદ નહિ કરે તે અભયસિંહના હાથથી વિકાનેર તારાજ થઇ જાશે.
આ બ્રાહ્મણ કુળવધુ પંડિત વિધાધર બંગાળા દેશમાં જન્મ્યા હતા. જ્યોતિસ્તવ, ભુત, પુરાણાન્ય સ્મૃતિશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રમાં વિધાધર પારદશી તે જે જયપુર આજ ભારત વર્ષમાં શોભામાં સૈાદર્યથી પ્રખ્યાત નગર ગણાય છે. તેને આદર્શ, મહાનુભાવ વિધાધરે આંકી દીધું હતું એ મહા પુરુષનું જીવન ચરિત કયાંથી પણ મળતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com