________________
૫૪૪
ટેડ રાજસ્થાન,
બુલંદખાની સામે યુદ્ધમાં જાય, સમ્રાટનું હૃદય દારૂણ વિષાદથી ભરાઈ ગયું.
સમ્રાટનું વિષણું વદન રાઠોડ રાજ અભયસિંહના નયન માગે પડયું. આખાસ પરિત્યાગ કરી જવા અગાઉ તેણે દર્પ સાથે હાથ લાબું કરી તે બહુ લઈ પિતાની પાઘડીમાં રાખ્યું. સમ્રાટને તેણે માનપૂર્વક કહ્યું. “ જગત્પતિ ! આપ નિરાશ થાશે નહિ ! તે શીરબુલંદને હું ભૂલશાયી કરી દઈશ. તેના દુરાકાંક્ષા તરૂની શાખા પ્રશાખા પત્ર સૂન્ય થાશે આજ તેનું ગત મસ્તક ધુળમાં રખડશે. ”
અભયસિંહના એ વીર સુલભ અને સાહસ બેંક વાકયે સાંભળી સમ્રાટ આનંદિત થયે. તેને સમ્રાટે પુષ્કળ બક્ષીસ આપી, તે જોઈ સભાને શુરવીરેનાં હૃદય નિદારૂણ ઇર્ષાથી દાડમની જેમ ફાટવા લાગ્યા.
રાઠેડરાજ અભયસિંહના વિદાયગીરીના કાળ ઉપર સમ્રાટે તેને ફરીથી બહુ બક્ષીસો આપી. તે બક્ષીસમાં સાત મહામૂલયવાળા રને હતા. સમ્રાટે ભંડાર ખેલા. યુદ્ધાથી સૈનિકો માટે એકત્રીસ લાખ રૂપિયા અભયસિંહને તેણે આપ્યા. અસ્ત્રાચારમાંથી તે બંદુકો વગેરેને પ્રસિદ્ધ સ્થળે આણ રાખ્યાં વળી અમદાવાદ અને અજમેરના રાજ પ્રતિનિધિત્વનું નિયોગ પત્ર લઈ અભયસિંહે સંવત ૧૧૮૦ માં આષાઢ માસે સમ્રાટ પાસેથી વિદાય થયે, અભયસિંહ અજમેર તરફ ચાલ્યા વિદ્રોહના દમનના માટે પહેલાં અભયસિંહ ગુજરાત તરફ ન ગયે તેનું વિશેષ કારણ છે. પહેલાં અજમેરને કી હસ્તગત કરવાને તેને વિચાર હતે. વળી અંબરરાજ સિંહની સાથે તત્કાચિત વ્યવહારને પરામર્શ કરવાને તેને વિચાર હતું. તેના તે બન્ને વિચારો ન્યાય પરાયણ અને નીતિ માગનુસારી હતા. મારવાડના રાજ્યમાં અજમેરને કી પ્રધાન હતું. મુસલમાનના કબજામાં આવવાથી મારવાડને તેણે મોટું નુકશાન કર્યું. આજ અભયસિંહે તેને હસ્તગત કરી, સઘળા રાજસ્થાનને એક નવાબને અનુપ્રાણિત કર્યા.
અજમેરના કીલ્લામાં પિતાનું થોડું ઘણું સૈન્ય રાખી, અભયસિંહ ઐરતાના તરફ ચાલે, ત્યાં આવી ને પિતાના ભાઈ ભક્તસિંહને મળે. મરતાથી નીકળી બન્ને ભાઈઓ રાજધાનીમાં આવ્યા. ત્યાં તેઓ ઘોડા રેજના માટે વિશ્રામ સુખ લેવા તત્પર થયા. ત્યાંથી અભયસિંહે સરદારને વિદાયગીરી આપી કહ્યું, “ જે આપ સહુને થોડા દિવસમાં મારી પાસે આવી એકઠા થવાનું છે. થોડા દિવસમાં ઠોડ સરદારે પિતાના સૈન્ય સાથે ચોધપુરમાં હાજર થયા. વીરવર
ધની મહા નગરીએ એક અપૂર્વ શોભા આજ ધારણ કરી અભયસિંહ આજ મેટા ઉલ્લાસથી સુખ સંગ કરવા લાગ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com