________________
મારવાડ
૫૪૧
પશાળી થઈ ઉભા રહેત.
ભઃ ગ્રંથમાં લખેલ છે જે “મહારાજ અજીતસિંહ સંવત્ ૧૭૮૧ માં અમર ધામે ગયે. અજીતસિંહના સ્વર્ગવાસ પછી સમ્રાટે સ્વહસ્તે અભયસિંહના લલાટે તિલક કર્યું, સ્વહસ્તે તેણે તેને હસ્તમાં તલવાર છરી વગેરે આપી તેને રાજસિંહાસને બેસાયે, તેની સાથે તેણે નાગરને પ્રદેશ તેને આયે. એ સઘળા માંગલિક ઉપકરણ પામી. રાઠોડ રાજે પિતાના નગરમાં આવવાની વિદાયગિરિ લીધી, રાજધાનીના અને અડખે પડખેના ગામડાના લોકોએ તેની મેટ દબદબાથી અભ્યર્થના કરી યેધપુરમાં આવી, તેણે પિતાના સરદારને, ચારણને, ભાટને અને પુરેહિતને બહુ ધન રલના દાન વગેરે આપી પરિત કર્યા.
રઠેડરાજ અભયસિંહના શાસન કાળની આલોચના કર્યા અગાઉ આપણે તેની સભાના રત્નરૂપ કવિવર કર્ણની જીવનનું અનુશીલન કરવા પ્રવૃત થઈએ, કણ જેમ ઉંચા કુળમાં પેદા થયે. તેમ સારા ગુણગામે ભૂષિત હતા, જે મહાકવિએ ( કેનેજના શેષ અધીશ્વર મહારાજ જયચાંદની મેટી સભાને અલંકૃત કરી છે. જે કવિ મહાકવિની મહીની તૂલિકાએ આ જગતમાં એક મહા કાવ્ય રત્ન પેદા કર્યું, છે તે કવિના કુળમાં કવિવર કર્ણને જન્મ થયેલ છે.
કર્ણ, કવિ, પ્રતિભા સંપન્ન રાજનીતિ કુશળ અને રણપડિત હતા. તેના તે મહનીય ગુણેના પુષ્કળ પ્રમાણ જોવામાં આવે છે, જે પ્રચંડ અંતવિલવ થકી એકવાર મારવાડને સર્વ નાશ થવા ઉપક્રમ થયું હતું. કર્ણના જ્ઞાનના પ્રભાવથી નિવાહિત થયે, તે મોટે યે હતું, જે બેહદ પરાક્રમ અને રણ નૈપુણ્ય કિંઠ યુદ્ધમાં તે ઉતર્યો હતો. તેનું વિવરણ હવે પછી આપવામાં આવશે, સુધામય સૂર્યપ્રકાશ ગ્રંથ તેના શાય, પાંડિત્ય વગેરે ગુણોના દાખલા બતાવી આપનાર છે. મંદિરના સુવર્ણ આસન ઉપર બેઠા પહેલાં તેણે વ્યાકરણ અલંકાર કાવ્ય વિગેરેનું સારી રીતે અનુશીલન કર્યું. તેથી કરીને તેની અદભુત કવિત્વ શક્તિની
કુતિ થઈ, એકવાર તે ધગઢના તેરણશીષે બેસી વીણવાદન કરી જગતને મોહિત કરવા શક્તિવાળો થયો હતે. દિવસો ગયા, તેની સાથે રહેડકુળના રંગભૂમે ગંભીર અવનિકા પડેલ છે, દયકાળના લેહહસ્તના પ્રહારે ગન્નત રાઠોડનું ગૌરવ તુટી ગયું છે, પણ તે કવિવરની સુધામય લેખણથી પેદા થયેલ કાવ્ય રન રાઠોડ કુળનું ગૈરવ હાલ પણ છે એમ કહી આપે છે.
નવા રાજાએ, પોતાના અભિષેકથી પેદા થયેલ આમોદપ્રમોદ વધારે દિવસ ભોગવ્યા નહિ, પોતાના રાજ્યાભિષેક પછી તરતજ તેને નાગોરના વિરૂધે યુદ્ધમાં ઉતરવું પડયું. સમ્રાટની સાથે અજીતના તકરારના સમયે તે જનપદ મુંદરના પ્રાચીન વંશના હાથમાં સોંપાયેલ હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com