________________
૪૭૬
ટાર રાજસ્થાન.
ભૂપતિ. તેજસ્વી ચેાધરાવના અચેાગ્ય વંશધર. અષ્ટના ઠેર અનુશાસનથી તે પિતૃ પુરૂષોની સ્વાધીનતાથી વિચ્યુત થયેા ખરો પણ તેણે એક ક્ષણના માટે, તે સ્વાધીનતા રૂપી સ્વર્ગીય રત્નને મેલવવા ચેન્ના કરી નહિ. પણ તેણે પરાધીનતા શૃંખલા હસ્તમાં લઇ તે દૃઢ રીતે પાતાના ચરણમાં જડી દીધી. તે સ્વભાવથી વિલાસપ્રિય અને સુખાભ્યસ્ત-કઠોરતા, તેજસ્વીતા, અને સહિષ્ણુતા રજપુતના એ ગુણ છે. તે અને ગુણેમાંથી એક ગુણ પણ ઉદયસિંહમાં નહેાતા. ખરેખર અકખર તેના ઉપર તાબેદાર સામતની દૃષ્ટિએ નેતા નહાતા. ખરેખર અકબરે, તેને લેાહ શૃંખલાના બદલે કુસુમ શૃંખલાથી મધ્યેા. પણ તે કુસુમ શંખલા દાસત્વ શૃંખલામાં ગણાઇ. પ્રભુદાસને સુજે તેટલા આદર કરે પણ દાસ તે દાસજ. વીર ચૂડામણિ પ્રતાપસિંહે અકબરના અનુરાગને મમ જાણ્યા હતા. તેથી તેણે મોગલ સમ્રાટના પ્રલેોભનની ઉપેક્ષા કરી હતી.
ઊદયસિંહે સ્વાધીનતાના મમ જાણ્યા નહિ. ઉદયસિંહે, સ્વદેશની માયા મમતા ભુલી જઇ, પેાતાના વશ સામું ન જોઈ, મોગલ સમ્રાટની પ્રસન્નતા મેળવવા, તેનું દાસત્વ સ્વિકાર્યું. મોગલ સામ્રાજ્યની સ્નિગ્ધછાયા નીચે વિરામ મેળવી તેણે જે કાળે આત્માદ્વારના માર્ગમાં પોતાના હાથે કાંટા રોપ્યા. તે સમયે, વીર કેસરી પ્રતાપસિહ દુઃસહ કષ્ટો સહન કરી કઢાર અત્યાચારે પીડિત થઈ સ્વદેશની અને સ્વાતિની સ્વાધીનતા માટે માર્ગ સાફ કરતા હતા. તેજ માટે તે શિશેાદીય મહાપુરૂષની પવિત્ર પ્રતિકૃતિ પ્રત્યેક રજપુતના હૃદયમાં પ્રતિષ્ટિત થઇ રહી છે. તે માટે પ્રત્યેક રજપુતા પ્રાતઃકાળે શય્યાનો ત્યાગ કરી તેનું પવિત્ર નાંમ સ્મરણ કરે છે.
મેગલ સમ્રાટની પ્રસન્નતા મેળવવા, ઉદયસિંહે, કોઇ પણ કામ કરવામાં કસર રાખી નહિ. તેણે જાતીય ગારવ ઉપર જલાંજલી આપી. પેાતાના મેન ચેાધબાઇને અકારના કરમાં સાંપી. તેથી અકબરે સતુષ્ટ થઇ એક માત્ર અજમેર શિવાય મારવાડના સઘળા મોગલ જનપદ ઉદયસિહુને આપ્યા. તે શિવાય મારવાડના અનેક જનપદો ઉદયસિ ંહના કબજામાં આપ્યા. રાજ મુકુટધારી મોગલ સેનાપતિનુ સેના ખળ લઇ ઉદયસિંહ, ગતિ સામતના દ તેડી નાંખવા તૈયાર થયા. તેણે તેએને! પ તાડયા. તેણે પ્રધાન પ્રધાન સરદારોના પક્ષછેદ ક . પ્રાચીન ભૂખ્યાધિકારી ભોમીયાની ભૂમિ લઈ લીધી. એ રીતથી તેના રાજ્યની ઉપજ વધી.
ઉદયસિંહનુ શરીર, હવૃત્તિનુ' 'પૂર્ણ ઉપયોગી હતું. રજપુત લોકો તેને “ મોટો રાજા ” કહેતા. ક્રમે તેનું શરીર એટલુ સ્થૂળ થઈ પડયુ જે તેથી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com