________________
રણે દ્વિતીય પ્રતાપસિંહ વી.
૩૮૯ ઇગલીયા, બાપુ સિંધીયા ઈશ્વરંતરાવ વિગેરે સેનાદળ સાથે મહારાષ્ટ્રીય પ્રતિનિધિની મદદે આવ્યા. કોટાના જાલમસિંહે પણ તેની મદદ માટે એક વિખ્યાત ગોલંદાજના નીચે સેનાદળ મોકલ્યું. અંબજીને પુત્ર તે સઘળી સેનાને નાચક થયે. એ વિશાળ સેનાદળો વૃત્તાંત જાણી, લાકુબાએ પોતાને ઘેરે ઉઠાવી લીધું. અને મદદગાર સેના સાથે ચિતેડમાં રહો. નાના ગણેશપંતે સુગ મેળવી હામીરગઢને ત્યાગ કરી સુંદ નગરમાં નવા આવેલા લશ્કર સાથે મળી જવાનું કર્યું. તે તેની સાથે મળી ગયે. વીરીસનદીના કાંઠે યુદ્ધ થવાની ગોઠવણ થઈ, નાના ગણેશપંતે તે પ્રદેશને ત્યાગ કર્યો. તે સંગના નામના પ્રધાને પહોંચ્યું. તે સમયે મહારાષ્ટ્રીય લકે પરસ્પરના સેનાદળમાં ગુથાયા. રજપુત, તે સમયે વચમાં પડી તેઓને સંહાર કરવાને ઉપકમ કરવા લાગ્યા.
જેથી નાનો ગણેશપંત નવાબળની મદદ ન પામે એવું કરી દેવા ખીચી રાજ, દુર્જનશાલ અને મેવાડના સરદારો, સૈનિકે સાથે નાના ગણેશપંતની છાવણ પાસે ફરતા હતા. પણ સાહસી ટોમસે દુર્જનશાલને સઘળે ઉદ્યમ વ્યર્થ કરી શાપુરથી નવું સેના દળ નાના ગણેશપંત પાસે મોકલ્યું. અને તેની સાથે તે પણ ગયો. થોડા સમયમાં લાકુબા ઉપર હુમલો કરવા પ્રધાન કટકને ત્યાગ કરી, પિતાના ગોલંદાજ સૈનિકોને લઈ તે બનાસ નદી તરફ ચાલ્યો પણ તેનું અભીષ્ટ સિદ્ધ થયું નહિ, લાકુબા સાથે યુદ્ધ કરવાનો ઉપક્રમ થાતું હતું એટલામાં એક પ્રચંડ વાવાઝરડું નીકળ્યું. તેની સાથે મુસળધારે વૃષ્ટિ પડવા લાગી. એવા જોરાવર વરસાદથી ટેમસનું લશ્કર નિરાશ થયું અને તેઓનું આશ્રય સ્થળ શાપુર દુર્ગ ચુર્ણ વિગુણિત થયું તે સુયોગે, લાકુબાએ, મેવાડના સરદાર સાથે, તે નિરાશ થયેલ. લશ્કર ઉપર છાપો માર્યો. તે લશ્કરને તેણે કઠેર રીતે દળી નાંખ્યું, લાકુબા પનર તોપ અને અસ્ત્રશસ લઈ ત્યાંથી પ્રસ્થાત કરી ગયે. શાપુર રાજાએ નાના ગણેશપંતને ખાદ્ય સામગ્રી વગેરેની મદદ કરી હતી. પણ હવે તે તેમ કરવા સંમત થયે નહિ ત્યારે નાનાગણેશને સંગના નગરમાં ભાગી જવાની ફરજ પડી. મેવાડના સરદારોએ લાકુબ પક્ષ પક, નાનાગણેશપંતને સઘળા આશ્રય તોડી નાંખ્યા. તેથી નાનો ગણેશપંત બહ કે પામ્યું. તેણે પ્રતિજ્ઞા કરી જે જે સુગ મળે તો તે સરદારને ચગ્ય શાસ્તિ આપવી. પ્રતિહિંસાને ઉપયુકત સમય આવી પહોંચ્યા. વષકાળ વીતી ગયે શરદના પ્રખર રિદ્રતાપે માર્ગ સુકાઈ ગયા. તેણે અંબાજીની પાસેથી નવી સેના
* સંવત ૧૮૫૬ (ઈ. સ. ૧૮૦૦ ) માં એ ઘટના સંઘટિત થઈ લાકુબાએ શાપુર રાજાને કહાજપુરને જનપદ આપ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com