________________
લુટવાની પ્રથાનું દમન,
૪૩૩ ગુલાલથી રંગાયેલ રહે છે. જેને સૂર્ય પણ જોઈ શકે નહિ એવી જનાનખાનામાં રહેલી સ્ત્રીઓ પણ બહાર નીસરી આ ઉત્સવમાં આનંદથી રમે છે.
શીતળપછી—ચૈત્ર માસની શુકલ ષષ્ટીને દિવસે એ ઉત્સવ થાય છે. રજપુત શીતળાને શીશુ સંતાનની રક્ષયિત્રી દેવી ગણે છે. રજપુત સ્ત્રીઓ પિતાના સંતાનના મંગળ માટે શિતળા દેવીના મંદીરમાં જઈ તેની પૂજા કરે છે. ઊદયપુરના એક વિસ્કીન્ન ગિરિકુટમાં શિતળા દેવીનું મંદીર આવેલ છે. રાજપુત સ્ત્રીઓ તે રગિફિટમાં જઈ તે મંદીરમાં દેવીની જુદાજુદા ઉપચારે પૂજા કરે છે. તે દીવસે રણા ભીમસિંહનો જન્મદીવસ હોઈ સઘળા આમોદ પ્રમોદમાં નિમગ્ન રહે છે.
કુલદેલ–હીંદુ રાજચકવતિ વિક્રમાદિત્યના ચાર વર્ષારંભની સાથે મેવાડને કુસુમોત્સવ આરંભ થાય છે. રજપુતે તેને કુળદેલ એમ કહે છે. એ પર્વમાં પ્રધાન રીતે ખડગની પૂજા થાય છે, રાણાના મહેલમાં એ પુજા વિધિ થાય છે. દલામાં બેસી સુલલિત ગીત ગોવીંદની પદાવાળી ગાઈ ઘણાખરા લેક આનંદ કરે છે. જેઓ દેલ મંચ તૈયાર કરી લેવા અસમર્થ હોય છે, તેઓ વૃક્ષની ડાળીએ દોર બાંધી હીંચકા જેવું કરી તેનાથી હીંચકા લઈ આનંદ સાગરમાં નિમન થાય છે.
અનપૂણ—જે સમયે, ભગવાન દિવાકર મેષ રાશિમાં ચરણ મુકે છે. તે દિવસે રજપુતામાં ભગવતી અન્નપૂણુની પૂજાવિધી ચાલે છે. સિંહાસન ઉપર આદ્યાશક્તિદ્વિભુજા અન્નપૂર્ણાની મૂર્તિ હોય છે, જેના દાબા હાથમાં અન્નપૂર્ણ હેમ થાળ હોય છે. જમણા હાથમાં રત્નમય વિતૃ હોય છે. જેની સંમુખે સર્વ મંગલમય પુરૂષ પ્રધામ મહાદેવ, અન્નભિક્ષાર્થ હોઈ ઉભે રહેલ છે. રજપુતે, તેવી રીતના હરગરીની પાસે એક યવાવક્ષેત્ર તૈયાર કરે છે. જે ય, બે દિવસમાં અંકુરિત થાય છે, તે વાંકુર લઈ રજપુત મહિલાઓ, પિતાના માણસને આપે છે. તેઓ તે પિતાની પાઘડી વગેરેમાં તે નાંખે છે. ત્રણ દિવસ દેવીની પૂજા કરે છે. ચોથા દિવસે અગ્નિકડા કરી પૂજાવિધી સમાપ્ત થાય છે.
અશકાષ્ટમી–સઘળા રજપુત, તે દિવસે વિશ્વ માતાની પૂજા કરે છે. રાણો તે દિવસે પોતાના સરદાર સામંત સાથે ચંગા નામના સ્થાને જાય છે. ત્યાં જઈ તે સઘળો દિવસ આમોદ પ્રમોદમાં કાઢે છે. તે દિવસે પ્રત્યેક રજપુત પિતાની કુળદેવતા શાકભરીની પૂજા કરે છે.
રામનવમી—અશોકાદમીના બીજા દિવસે રામનવમી. આ શુભ દિને પુનર્વસુનક્ષત્રમાં રવિકુળતિલક રામચંદ્રને જન્મ, તેથી કરી રામચંદ્રના વંશપર રજપુત, તે દિવસને વિશેષ પવિત્ર ગણે છે. રામનવમીના દિવસે યુદ્ધારથ | ૫૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com