________________
૪૩૬
ટેડ રાજસ્થાન
સાની પૂજા થાય છે. વરસાદની અવરિત ધારાયે મેદાન ઘાટ વીગેરે પરિપૂરીત થવાથી સર્ષ કુળ ગામ શહેર વિગેરેના વસ્તીના ભાગમાં આવી આશ્રય કરે છે. તે સમયે નાગગણને વિશેષ આવિર્ભાવ જોવામાં આવે છે. ભગવતી મનસા નાગેશ્વરી અને વિષહરી. તે પંચમીએ તેની પૂજા થાય તે પૂજા કરનારના ઘરમાં નાગને ભય થાતું નથી. સઘળા હીંદુઓ તે દીવસે જગરી મનસાદેવીની પૂજા કરે છે, ઉદયપુરમાં મનસાદેવીના પુજનને વિશેષ આડંબર જોવામાં આવતું નથી.
રાખી પુર્ણ મા–શ્રાવણ માસની પુણીમાએ રજપુતો એ ઉત્સવ પાળે છે. એમ કહેવાય છે જે મુનિ પુંગવ દુવાસાના ઉપદેશના અનુસારે શ્રવણાએ પોતાની વિપદ દૂર કરવા રાખડી બાંધી, જેથી તેની આફતે દૂર થઈ. એવા વિચારોથી રજપુતે તે દીવસે રાખડી બાંધે છે.
જન્માષ્ટમી-ભાદ્રકૃષ્ણાષ્ટમી, તિથિ, ભગવાન શ્રી કૃષ્ણને જન્મદીવસ સઘળા હીંદુઓ તે દીવસને બહુ પવિત્ર ગણે છે. જન્માષ્ટમીની અગાઉની તૃતીયાએ રાણે સરદાર સામતે સાથે ચંગા મહેલમાં જાય છે. તે તૃતીયાથી તે અષ્ટમી સુધી ત્યાં રહી તે ભગવાન શ્રી કૃષ્ણની પુજા કરે છે. અદમીના પ્રાતઃકાળથી ઉદયપુરમાં ઘેરઘેર ઉત્સવ થાય છે. સઘળાનો પિષાક હળદરના રંગથી રંગેલા હોય છે. સઘળાના મુખે હરિ નામનું કીર્તન. એ સમયે રાણે પોતાના પિતૃ દેવનું તર્પણ કરે છે.
ખડગપુજા--જે ઉત્સવ ઉપલક્ષે રજપુતો ખડગની પુજા કરે છે. તે ઉત્સવનું નામ નવરાત્રી. એ નવરાત્રી મહોત્સવ રજપુતે પિતાના યુદ્ધદેવના ઉદેશે પાળે છે. આશ્વિન માસના પ્રથમ દિવસથી તે વિચીત્ર પુજાને પ્રારંભ થાય છે. તે દીવસે રાણે ઉપવાસ કરે છે. પ્રાતઃકાળમાં ઉઠી તે સ્નાનાદિક કમ કરી પ્રાતઃકૃત્ય વગેરે કરે છે, અને ત્યારપછી ખડગ પુજા કરે છે. ગિહેટ કુળની પ્રસિદ્ધ બંધારવાળી તલવાર તે સમયે પુજાય છે. ભગવતી અષ્ટભુજા દેવીના મંદીરમાં રાણો તે તલવાર લઈ જાય છે. ત્યાં દેવીની સંમુખે તેની પૂજા થાય છે, તે સમયે દેવની પણ અર્ચના થાય છે.
નવરાત્રીનો બીજો દિવસ–પૂર્વ દીવસની જેમ રાણો, સરદાર સામંતો સાથે ચગા મહેલમાં જાય છે, ત્યાં એક પાડાને ઉસર્ગ કરે છે, ઉદયપુરના દરવાજા પાસે પણ એક પાડાને ઉત્સગ થાય છે. સંધ્યાકાળે રાણે જગન્માતાના મંદીરમાં જાય છે, ત્યાં અનેક બકરાંનાં બળીદાન આપે છે.
નવરાત્રીને ત્રીજો દિવસ–દિવસના પ્રથમ ભાગે રાણે ચગા મહેલમાં જાય છે, ત્યાં તે પાડાનું બલિદાન આપે છે. ત્યારપછી તે હર્ષદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com