________________
શિવજી અને સત્યરામનું અભિગમન.
४५७
યુદ્ધક્ષેત્રમાં તમે પડશો તે તમારૂં અનુગમન કરી હું તમને પરલોકમાં મળીશએ કર્મ દેવીનાં વચને સાંભળી સાધુ બમણે ઉત્સાહિત થયે. તે ઉન્મતની જેમ રાઠોડ રાજ કુમાર અરણ્યકમલની સંમુખે આબે, રાઠોડવીર પણ તેની પ્રતીક્ષા કરતા હતા. તેણે આ ક્ષણે સાધુને ઓળખે નહિ, છેવટે તે સાધુને તેણે ઓળખે પિતાના પંચકલ્યાણ નામના ઘેડાને સાધુ તરફ ચલાવ્યું અને વિરે એક બીજાના સંમુખે હાઈ ઉભા રહ્યા, સાધુએ પિતાના પ્રતિદ્વતીના મસ્તક ઉપર પિતાને ખડગ ચલાવ્યું. પણ ચતુર અરણ્યકમળે તે ઘાને પ્રતિરોધ કર્યો, તેણે સાધુના મસ્તક ઉપર તલવારને ઘા કર્યો. તે સમયે બને વીરા વજભગ્ન પર્વત જેવા પૃથ્વી ઉપર પડયા. રાઠોડ વીર મૂર્ણિત થયે. તે થોડા સમયમાં બેઠે થશે. પણ ભટ્ટી વરસાધુ ફરી ઉઠી શકે નહિ. પડતાં પડતાં સાધુના પ્રાણવાયુ નીસરી ગયા. યુદ્ધ બંધ રહ્યું.
પતિપ્રાણા કમદેવીની આશાઓ નિષ્ફળ નીવડ, તેણે વિચાર્યું હતું જે સ્વામી સોહાગિની થઈ લાંબા સમય સુખને ઉપભોગ કરીશ. પણ તેનું બીલકુલ દુર્ભાગ્ય જે તેનું સુખ સુત્ર છેદાઈ ગયું.તે પતિનું અનુગમન કરવા ગોઠવણ કરવા લાગી છેડા સમયમાં તે યુદ્ધ સ્થળે એક મોટી ચિતા તૈયાર થઈ ગઈ ગોહિલ રાજકુમારીએ તલવાર લીધી. તે તલવારથી એક હાથે કાપી નાંખે, કમ દેવીએ તે હાથે પોતાના સાસરાને આપવાને એક સૈનિકને આપે, અને તે ધીર વચને બોલી કહે છે. તેની પુત્રવધુ એવી હતી. ત્યારપછી તેણે બીજો હાથ લાંબો કર્યો તે છેદવા, તેણે સૈનિકને કહ્યું, સૈનિકે તેને હાથ છે, તે હાથ ગોહિલકુળના ભટ્ટ કવિને આપવા તેણે સૂચવ્યું. ત્યારપછી તે પ્રાણપતિના મૃતદેહ સાથે બળતી ચિતામાં ચઢી મૂગલના વૃદ્ધરાવ રણંગદેવે તે હાથ લઈ બાળી તેના ઉપર એક તળાવ કરાવ્યું. તેનું નામ “ કર્મદેવનું સરોવર ” એમ પડયું.
એ અનર્થકર અપૂર્વ યુદ્ધ ઈ. સ. ૧૪૦૭માં બન્યું. એ યુદ્ધમાં રાઠોડ પક્ષીયશંકલા રજપુતોએ સારૂં વીરત્વ બતાવ્યું. તેઓના ત્રણસો સૈનિકમાંથી શુદ્ધ પચાસ સૈનિકે સેનાપતિ શંકલા મહરાજ સાથે યુદ્ધમાંથી પાછા આવ્યા. મહરાજ ભયંકર રીતે જખમી થયે. અરણ્યકમલને અને તેના ચાર ભાઈઓને દારૂણ ઘાત થયા. જે ઘાતથી તેના શરીર ઉપર જે અસ્ત્રલેખા થઈ હતી. તે છ માસમાં એવી રીતની વિષમ રીતે ઉબળ કે તેથી અભિતસ રાજકુમાર મરણ પામે.
પણ તેથી એ ભયંકર વિવાદ પ્રશમિત થયે નહિ, શોણિતના બદલામાં શોણિતને ખર્ચ થયે તેપણ બન્ને પક્ષની તૃપ્તિ થઈ નહિ, બન્ને પક્ષને એક એક રાજકુમાર પડશે. આ ક્ષણે રાજકુમારના પિતાઓએ ખડગ ધારણ કર્યા, વીરશંકલા મહેતાના પ્રભાવે સાધુનું સેનાબળ નાશ પામ્યું. તે માટે પુત્ર શાકાત
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com