________________
ટડ રાજસ્થાન
་་་ངངཏནང་ན་ བ
ན་
વિભિષિકામાં આવી પડે. સઘળા રાજ્ય નાશના ભયે વિષમભીત થયાં. સઘળાઓ નવા આવેલા પ્રચંડ શત્રુને દળી દેવા વિચાર કરવા લાગ્યા. મહારથ રાણા સંગ્રામસિંહના વાવટા નીચે એકઠા થઈ સઘળા રજપુત ભારતવર્ષના શત્રુ સામે યુધ્ધયાત્રા કરવા ચાલ્યા. મારવાડપતિ ગાંગ પણ સંગ્રામસિંહના વાવટા નીચે ગયે. એ ભીષણ સંગ્રામમાં રજપુતોએ જે વિરત્વ બતાવ્યું તેનું વિવરણ મેવાડના ઈતિવૃતમાં આપણે આપી ગયા. જે રજપુત કુલાંગાર શિલાદિત્ય વિશ્વાસઘાતકતા કરી બાબરના પક્ષમાં મળી ન જાત તે ખરેખર રજપુત ભારતભૂમિને બાબરના કરાળ ગ્રાસમાંથી બચાવી દેત. બીજા રજપુતેની જેમ રાઠોડ રજપુતોએ પણ તે યુદ્ધમાં વિશેષ બહાદુરી દશાવી. તેઓ તે ભયંકર સમયે સેનાના પુરો ભાગમાં હતા. તે સેના ભાગના ઉપરીપણામાં રાઠોડ રાવ ગાંગને પાત્ર વીર બાળક રાયમટ્ટ નીમાયે. રાયમલે બાબરની તે સામે મેટી બહાદુરી બતાવી રણસ્થળે પ્રાણ ત્યાગ કર્યો.
એ નિદારૂણ પુત્ર શેકથી રાવ ગાંગ અધીક દીન આ દુનીયામાં રહ્યા નહી. તે કાળયુધ્ધ પછી ચાર વર્ષમાં તેણે પરલોકવાસ કર્યો. ગાંગને પરલોકવાસ ઉપર માલદેવ સં. ૧૫૮૮ (ઈ. સ. ૧૫૩૨)માં રાજ્યસિંહાસને બેઠે. માલદેવે પોતાની કારકીદીમાં મોટાં સારાં ચરિત કરી દેખાડ્યા. તેના શાસન કાળમાં મારવાડ ઉન્નત અવસ્થામાં આવ્યું. તેણે પોતાના રાજ્યમાં બાબરના આક્રમણની શંકા કરી પણ બાબરની તે સમયે મારવાડ ઉપર દષ્ટિ પડી નહોતી. મારવાડનો અધીપતી સુનામને એગ્ય હતું. તેના ચરિતની સમાલોચના કરવાથી તેની સત્યતા સંપૂર્ણ રીતે માલુમ પડે છે. રાજપદે બેઠા પછી માલદેવે, પિતૃ પુરૂષના મેળવેલાં બે મોટાં નગર (અજમેર અને નાગર ને ઉધાર કર્યો. તેને પ્રચંડ પ્રતાપ અધર્ષણીય થઈ નીવડયે. તે અસીમ પ્રચંડ પ્રતાપની પાસે મારવાડના સઘળા અધીપતીઓ નતશિર હતા. તેઓ રાઠોડરાજનું આધિપત્ય માલદેવને પી તેનું સાર્વભોમ આધીપત્ય સ્વીકારતા હતા. કાયમ તેઓ તેની સેવામાં રહેતા હતા.
પ્રાચીન ભોમીયાઓ તેના પદાનત હતા. રાઠોડ વીર માલદેવ પિતાની વિજયીની સેના લઈ ઉત્તર ભાગમાં અગ્રેસર થયે. પ્રચંડ પ્રતાપ ભટ્ટી રજપુત સાથે યુધમાં તે પ્રવૃત્ત થયે. તેમ કરી તેણે પિતાને ઉન્નતિનો માર્ગ નિષ્ફટક કર્યો. તેઓની સાથે તે યુધ્ધ અનેક દેશ ચાલ્યું. તે યુધ્ધમાં તેણે બે ત્રણ નગર જીતી લીધાં. વિકમપુરે તેની વશ્યતા સ્વીકારી. અંબરની રાજધાનીથી દશ કેશ ઉપર રહેલ અત્યુ નગર તેણે કબજે કર્યું, દેવલ રજપુતેએ અગાઉ શીરેઈને કબજે કરી લીધું હતું, તે શીરેઈ હાલ રેડ રાજ માલદેવના હાથમાં આવ્યું. તેણે મારવાડની ચારે તરફ કલ્લાઓ કરાવ્યા. યોધપુરની ચારે દિશાએ તેણે કેટ કરાવ્યું. તે સઘળા મહત્કાર્યમાં તેને બહુ નાણાને ખર્ચથયો. મારા મેરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com