________________
૪૫૩
શિવજી અને સત્યરામનું અભિગમન. માટે તેઓએ શિવજીને પાસે રાખવા સંકલ્પ કર્યો. તેઓએ શિવજીને બહ ભૂમિ સંપતિ આપી. આદરથી તે ગ્રહણ કરી શિવજી વિપ્ર પાસે રહેવા લાગ્યા.
લકી રાજપુત્રીના પેટે શિવજીને એક પુત્ર થયે. તેનું તેણે અવસ્થામાં નામ રાખ્યું.
એ રીતે શિવજી તે શાંતિપ્રિય બ્રાહ્મણેમાં વાસ કરવા લાગે. પણ તેની દુરાકાંક્ષાની કેઈથી તૃપ્તિ થઈ નહિ. પલ્લીને અને તેની પાસેની ભૂમિ સંપતિને તેણે અધીકાર કર્યો. જે દુષ્કર્મ કરી તે અધીકાર તેણે કર્યો તે દુષ્કર્મથી શિવજીનું નામ અત્યંત કલંકિત થયું. બ્રહ્મહત્યા અને વિશ્વાસઘાતકતા કરી તેણે તે સઘળી ભૂમિ સંપતિ હસ્તગત કરી. તેને ઉપભોગ તે એક વર્ષથી વધારે સમય લઇ શકે નહિ. તે ત્યારપછી થોડા દિવસમાં આ લોક ત્યાગ કરી ચાલ્યો ગયો. ( શિવજી ત્રણ પુત્રોને પિતાને પાછળ મુકી ગયે. તેમાં મોટાનું નામ અશ્વત્થામા, મધ્યમનું નામ શેના અને નાનાનું નામ અજમલ. મોટો પુત્ર અશ્વત્થામા પિતૃ સંપતિ પામ્યું. એક ભાટના ગ્રંથથી માલુમ પડે છે જે અશ્વત્થામાએજ ગોહીલ પાસેથી શીરધર છીનવી લીધું. પિતાના દેષ ગુણે રસ જાત પુત્રમાં ઘણું કરી સંકામિત થાય છે. શિવજીએ જે રીતે વિશ્વાસઘાતકતા અને અસદનુષ્ઠાન કરી પલ્લીને અધીકાર કર્યો હતે. તે રીતે આજ તેના મોટા પુત્ર અશ્વત્થામાએ પણ કેટલાંક કાર્યો કર્યાં. તેણે પિતાના નાના ભાઈ શેનીગને ઈડર પ્રદેશના આધિપત્ય ઉપર નીમ્યા.
તે પ્રદેશ ગુર્જરના સીમાડે આવેલ, તે સમયે તે દેવી વંશીય કઈ રાજાના અધીકારમાં હતું, અશ્વત્થામાએ ચતુરતા અને વિશ્વાસઘાતકતા કરી તે પ્રદેશ તેના રાજાના મૃત્યુ ઉપર કબજે કરી લીધું. શેકવિહળ નગરવાસીએ તે રાઠોડ રાજના કુકાર્યને અટકાવી શકયા નહિ.
શનીગના વંશધરે હાલંદીર નામના રજપુતેના નામે ઓળખાયા. અજમલે અશ્વત્થામાની જેમ દારૂણ જીગીષા વૃત્તિ દ્વારા ઉત્તેજીત થઈ સારાષ્ટ્રના અપર પ્રાંત સુધી પોતાની પ્રચંડ તલવાર ચલાવી. સૌરાષ્ટ્રના પશ્ચિમ પ્રાંતમાં એકમંડળ નામનું એક નગર હતું. પ્રાચીન સિર વંશીય વિક્રમસિ( વિક્રમસિંહ) નામને રાજા ત્યાં રાજ્ય કરતે હતે. જીગીષ અજમલે તેને સંહાર કરી તે પ્રદેશ કબજે કર્યો. તે કાર્યથી તેના સંતાન વાઘેલ નામે પ્રસિદ્ધ થયાં. હાલ સુધીમાં પણ રાઠોડ વીર અજમલના વંશધરો દ્વારકાની પાસેના પ્રદેશમાં વસે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com