________________
૪૪૨
ટડ રાજસ્થાન
તેનું પુરાતન ઇતિવૃત તપાસી જોયાથી માલુમ પડે છે જે શતદ્ર (સતલજ)થી તે સાગર સુધીને સઘળે મરૂ પ્રાંતિજ તે કાળે મારવાડ નામે કહેવાતું હતું.
મારવાડનું પ્રાચીન વિવરણ કેટલાક ભટ્ટ ગ્રંથિથી અને કુલતાલિકાથી મળી આવે છે, જે કુલતાલિકામાં તેનું પ્રાચીન વિવરણ વર્ણવેલ છે તે કુલતાલિકામાંથી મહાત્મા ટેડ સાહેબે બે કુલતાલિકાને પ્રમાણ સ્વરૂપ ગણેલ છે. તેમાંથી એક તાલિકા નાલય નગરના પ્રાચીનદેવ મંદિરમાં સંરક્ષિત હતી, એક જૈનયતિએ ત્યાંથી લાવી તે મહાત્મા ટેડ સાહેબને આપી, જે વંશીય પત્રિકા ઘણું કરી
ગીશ હાથ લાંબી હતી. તેમાં વર્ણવેલ છે. ત્રિદિવપતિ ભગવાન ઈદ્રના મેરૂદંડ થકી, રાઠોડ કુળને આદિ પુરૂષ પેદા થયે. તેનું નામ યવનાશ્વ, તેનું આધિપત્ય પારલીપુરમાં હતું. રાઠોડ રજપુતેને વિશ્વાસ છે જે તે પારલીપુર નગર ઉતર પ્રદેશમાં હતું.
એ વિસ્તૃત કુલતાલીકા પત્રમાં પ્રથમ કાજ્યકુજ (કનેજ ) ની પ્રતિઘનું અને કામધ્વજની ઉત્પતિનું વર્ણન યથાર્થ આપ્યું છે, ત્યાર પછી રાઠોડ કુળની તેર વિશાળ શાખાનું અને તેના ગત્રાચારનું વર્ણન આપેલ છે, એ વર્ણન કરી તે તાલિકા પત્ર સમાપ્તિમાં આવી જાય છે.
બીજા એક કુળાખ્યાન ગ્રંથમાં રાડેડ રજપુતેનું પ્રાચીન વર્ણન માલુમ પડે છે. તેમાં એક લાંબી નામ માળા વર્ણિત છે. જે નામમાળા સાથે સ્કૂલ સ્થલ ઘટનાને ઉલ્લેખ છે. રાઠોડ રજપુતે તેને અત્યંત પવિત્ર ગણે છે. પિતાના કુળના પ્રમાણ માટે તેને જ તેઓ યથાર્થ અને સાચું ગણે છે. એ કુળાખ્યાન ગ્રંથમાં વર્ણવેલ છે જે સંવત પરદ (ઈ. સ. ૪૭૦) માં નયનપાળ નામને એક વીર પુરૂષ સેનાદળ સાથે કનેજમાં આવ્યું. તેણે ત્યાંના અપાલક નામના અધિપતિને હરાવ્યું, અને તેના રાજ્યને કબજે કર્યો. ત્યારપછી તેના વંશજો કનોજીયા રાઠોડ નામે પ્રસિદ્ધ થયા. નયન પાળના રાજ્ય વર્ણનને આરબી મારવાડના શેષ તેજસ્વી રાઠોડ રાજ મહારાજ યશવંતના રાજ્ય કાળ સુધીનું વર્ણન તેમાં છે. તે ઘણા લબા કાળમાં રાઠોડ કુળના રાજનૈતિક ઈતિહાસની બે વિશેષ પ્રસિદ્ધ ઘટના જોવામાં આવે છે. પહેલી ઘટના એ જે હીંદુ રાજ કુલાંગાર રાઠોડ જયચંદ્રના અધઃપાત સાથે કનેકમાંથી રાઠોડ વંશતરૂ નિર્મલ થઈ ગયું. બીજી ઘટના એ જે જયચંદ્રના ભત્રીજા શિવજીએ કેટલાક રાઠોડવીરેને સાથે લઈ રાજસ્થાન વિશાળ મરૂક્ષેત્રમાં પિતાનું વંશતરૂ રોપ્યું. રાઠેડ કુળતિલક મહારાજા યશવંતસિંહ સંવત્ ૧૭૩૫ (ઈ. સ. ૧૬૭૯)માં મરણ પામે. તેનું સારું વર્ણન એ કુળાખ્યાન ગ્રંથમાં આપેલ છે.
ટક નરાલય, મારવાડનું એક પ્રાચીન સમૃદ્ધ નગર તે પ્રસિદ્ધ નાદોલ નગરથી પશ્ચિમ - દિશામાં પાંચ કપ ઉપર આવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com