________________
મારવાડ
૪૪૭
માંડલીક નામે વર્ણવેલ છે. તેઓએ વર્ણવેલ જે, નયનપાળે ઉત્તર પ્રદેશને કઈ યવન રાજાને હરાવી તેના આઠ સામત રાજાને કેદ કર્યો.
અણહિલવાડ પાટણને રાજા સોલંકી સિદ્ધરાજ પણ તેના ( જ્યચંદ્ર) ; અમિત બાહુ બળે હારી ગયા હતા. તેથી કરી તે રાઠોડ રાજની પ્રભુતા, નર્મદા નદીના તીર સુધી વિસ્તૃત થઈ. ગવિત રાઠેડરાજે અગ્નિટ્ટોમનો યજ્ઞ કરી દેવને સંતુષ્ટ કરવા ધારણ કરી. પાંડવ પ્રવીરે યુધિષ્ઠિરે જે દિવસે, પિતાની પત્ની અને ભાઈઓ સાથે મહામરથાન કર્યું, તે દિવસથી કોઈ પણ હીંદુ રાજાએ અગ્નિટોમ રાજ સુયજ્ઞ કર્યો નથી, શક કર્તા વિક્રમાદિત્યના ભાગ્યમાં પણ એ વ્રત ઉદ્યાપન કરવાનું ધાર્યું નહોતું, કનોજ રાજ જયચંદ્ર એ કઠેર યજ્ઞ કરવા પ્રવૃત થયે. ભારતવર્ષના સઘળા રાજ્ય વગ તરફ નિમંત્રણ પત્રિકા મેકલાઈ, તેના મેટા આડંબરની વાત સાંભળી સઘળા રાજાઓ ચમક્તિ થયા. સઘળા લોકો જયચંદ્રને ધન્યવાદ, સાધુવાદ અને પ્રશંસાવાદ આપવા લાગ્યા. નિમંત્રણ પવિત્રકામાં એક વાત બીજ પણ લખેલ હતી જે, રાજકુમારી સંયુક્તાના સ્વયંવર સાથે રાજસૂયજ્ઞની સમાપ્તિ થાશે, રાજકુમારી સંયુક્તા, એકઠા થયેલા રાજ મંડળમાંથી પોતાને મનપ્રસંદ વર પસંદ કરી લેશે, જોતાં જોતામાં યજ્ઞને દિવસ આવી પહે,નિમંત્રિત રાજાઓ પોતપોતાના સૈન્ય સાથે કનેજમાં આવ્યા, તેઓના આવવાથી કનોજ નગરે એક અપૂર્વ ભા ધારણ કરી, ચંદ બારોટે પિતાના મહા કાવ્યમાં તે સમયની તે નગરીની અપૂર્વ રીતે શોભા વર્ણવી છે. ભારતવર્ષના સઘળા હીંદુ રાજાઓ આવ્યા. પણ ચેહાણ રાજ પૃથ્વીરાજ અને ગિલહોટ કુળના રાજા સમરસિંહ, જયચંદ્રને તે સંમાનને અગ્ય ગણી યજ્ઞસ્થળે આવ્યા નહિ. તેના માટે જયચંદે તેના પ્રતિનિધિ સ્વરૂપે બન્નેની કનક પ્રતિમા બનવાવી, અતિ નીચ કાર્યમાં નિજત કરી, એ વૃત્તાંત પૃથ્વીરાજને કર્ણનેચર થયે. દારૂણ રોષ અને છઘાંસાથી તેનું હૃદય ઉતેજીત થયું, તેણે પ્રતિજ્ઞા કરી જે છે દુરાચાર જયચંદ્રને યજ્ઞ ખંડિત કરે અને સઘળાના સમક્ષે રાજપુત્રી સંયુક્તાને હરી લાવવી” ચોહાણ વીર પૃથ્વીરાજ તે કઠેર પ્રતિજ્ઞા પાળવા સઘળી રીતે સતાવાળે થયે. પણ તેના તે કાર્યથી રાઠોડ અને રજપુત વચ્ચે ઘોર સંધર્ષ થયે. એવી રીતે વર્ણવેલ છે જે, પૃથ્વીરાજે સંયુક્તાને હરી આણું તેથી, ત્યારબાદ પાંચ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું એ ભયંકર ગૃહયુદ્ધજ ભારતવર્ષનું કાળ સ્વરૂપ, શાથી કે એ અનર્થકર ગૃહયુદ્ધથી બન્ને પક્ષનું અખુટ સેનાદળ ક્ષય પામ્યું, છેવટે ચતુર ઘેરી સુલતાન શાહબુદીને ભારતવર્ષ ઉપર હુમલો કર્યો. તેને તે હુમલો વ્યર્થ કરી દેવા દ્રષદતીના પવિત્ર તીરે, માટે સંગ્રામ થયું. તેથી ભારતવર્ષને સર્વનાશ થયે, આર્ય સ્વાધીનતાની આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com