________________
४२४
ટેડ રાજસ્થાન
હતા. તે લકે પોતાના સ્વાર્થના રક્ષણ માટે રાજકર્મચારીને લાંચ વિગેરે આપતા, ટુંકામાં ખેડુતોને કઈ ઠેકાણે નિસ્વાર નહોતે, જ્યાં સુધી તેઓ વિદ્યાકુશળ નહિ થાય ત્યાં સુધી તેઓને આવા સંકટ થકી વિસ્તાર નથી. હાય! તે દિવસ કયારે આવશે.! કયારે ભારતવાસીઓ સામ્યના પવિત્ર મંત્રથી દીક્ષિત થઈ એક ભારત વાસી, બીજા ભારતવાસીને હદયમાં ધારણ કરી ખરી નિષ્ઠાએ મદદ કરશે.
જે દિવસે. પરમ હિતકર બ્રીટીશ ગવમેન્ટ મેવાડના દગ્ધ હૃદય ઉપર શાંતિ જળ સેચન કરી પતિત મેવાડની ઉન્નતિ અને આબાદી માટે બદ્ધ પરિકર થઈ, તે દિવસથી મેવાડની દશા ઉન્નતિ થવા લાગી. ઈ. સ. ૧૮૧૮ ના ફેબ્રુઆરી માસથી તે ઈ. સ. ૧૮૨૨ ના મે માસ પય્યતની મેવાડની શાસન વિજ્ઞાપની પત્રિકાઓ વાંચવાથી સ્પષ્ટ માલુમ પડે છે, જે મેવાડની પૂવવસ્થાની ઘણા દરજે ઉન્નતિ થઈ છે.
કૃષિ, શિલ્પ વાણિજ્યની ઉન્નતિની વાત એક બાજુએ રાખી, ખનિજ પદાથેની પિદાશથી મેવાડની આબાદી અને ઉન્નતિ કેવી થઈ તે જોવાનું હવે યુક્ત છે, અડધા સૈકા પૂર્વે જબુરા અને દુરીવારની કલઈની ખાણમાંથી પ્રતિ વર્ષ ત્રણ લાખ રુપિયાની કલઈ નીકળતી હતી. એ શીવાય મેવાડમાં કેટલાક સ્થળે ત્રાંબાની ખાણે પણ હતી, એ સઘળી ખાણો થકી મેવાડને પુષ્કળ નાણાની પેદાશ હતી. પણ મેવાડના દુર્ભાગ્યવશે તે ખાણુના કુશળ ખેદનાર કાળગ્રાસમાં પડી મુઆ. હાલ કઈ તે ખાણ તરફ દ્રષ્ટિ રાખતું નથી. રાણાને પણ તે બાબતમાં ઉત્સાહ નથી. સંક્ષેપમાં તે રત્નની ખાણ માટે કેઈના સારા વિચાર નથી.
મેવાડને ઘટના પૂર્ણ ઇતિહાસ, આ સ્થળે પથ્યવસાન પામ્યું. જગતપૂજ્ય ગિહોટ કુળના રંગ સ્થળે આ સ્થળેજ અવનિકા પી. ઘણું સારી વાસના હતી જે એ યવનિકા ઉપાડી હાલના કાળ સુધીનું શિશદીય કુળનું ઘટના ચરિત, વાંચનારના સમક્ષ મુકું. પણ મનની વાસના મનમાં રહી. ભીમસિંહના રાજ્ય પછીના મેવાડ રાજ્યના રાજાઓનું ચરિત વર્ણવાથી બે ત્રણ અધ્યાયે લખાય તેમ છે. પણ મહાત્મા ટેડ સાહેબે મેવાડને ઇતિહાસ, જ્યાં સુધી વર્ણવેલ છે ત્યાં સુધી આપણે વર્ણવે છે. તે સમયથી તે હાલના સમય સુધીમાં પચાસ સાઠ વર્ષ વીતી ગયાં. તેટલા વર્ષમાં મેવાડની જે અસાધારણ ઘટના ઘટી તેનું વર્ણન કરવું દુષ્કર જાણી તે આપણે છોડી દીધેલ છે. શાથી કે તેથી કરી ઇતિહાસનું અંગ વિકૃત થાય તેવું છે. માત્ર બે ચાર અંગ્રેજી ગ્રંથના પાઠથી મેવાડના તે સમયના ઇતિવૃતનું જ્ઞાન થાય તેમ નથી. ભારતબંધુ મહાત્મા ટેડ સાહેબે દુસહ કલેશ સદા કરી કઠોર પરિશ્રમ અને અદમ્ય અધ્યવસાય લઈ મેવાડને જે ઇતિહાસ રચ્યું છે. તેનું અવલોકન કરી આ પુરાવતને લેખ થયો છે. ઘરના ખુણામાં બેસી, એક બે અંગ્રેજી ગ્રંથ વાંચી, મેવાડનું પરિશિષ્ટ પ્રતિવૃત બનાવવાની આસક્તિ આકાશ પુષ્પ તેડવાની આસક્તિ, પ્રમાણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com