________________
-
લુટવાની પ્રથાનું દમન
૪૨૩ પ્રમાણે પંચમપતિ વા સતગ્રામપતિ હોય છે. મેવાડમાં તેનું નામ પટેલ કહેવાય છે.
અનેક લોક એમ કહે છે જે માનવ ધર્મ શાસ્ત્રમાં જે ગ્રામીણ ઉલ્લેખ છે. તે ગ્રામીણના કર્તવ્યથી પટેલનું કર્તવ્ય ભિન્ન છે. તે માટે પટેલ શબ્દની વ્યુત્પતિ માટે મત ભેદ માલુમ પડે છે. મેવાડમાં પૂર્વે ગામમાં સઘળાનો ઉપરી પટેલ ગણાત. સઘળા પલ્લી સમાજનો તે પ્રતિનિધી અને કણક અને ભૂપાળ વચ્ચે મધ્યસ્થ કહેવાત, પલ્લી સમાજને પટેલ અગ્રનાયક હતું. રાજા તેનાથી જ અજ્ઞાનાધ ખેડુતની હકીકતથી વાકીફ થાત.
સ્વાર્થ પર પટેલ મેવાડના ખેડુતને કત હતા અને વિધાતા થઈ પડયે, ઉચ્ચ પદ અને સંમાન પામી જેમ કોઈ અત્યાચારી અને વિલાસી થઈ જાય છે. તેમ મેવાડના પટેલ એ પ્રમાણે વિલાસી અને અત્યાચારી થયા. તેઓએ ભીમસિંહના રાજ્યથી લોકોની સ્થિતિ માટે કઈ રીતની સંભાળ રાખવા માં નહિ.
સ્વાર્થ પર પટેલના અત્યાચારની હકીકતથી વાકેફ થઈ ભારતબંધુ મહાત્મા ટેડ સાહેબે નિરીર કૃષક કુળના રક્ષણ માટે કડ બાંધી પટેલની અતીત અને વર્તમાન અવસ્થાથી વાકીફ થઇ. તેના કર્તવ્યા કર્તવ્યનું મુકરર કરવા તેણે મનમાં આપ્યું. મેવાડને પુરાતન ઇતિહાસ આલોદિત કરી તે જાણી શકે કે પૂર્વ કાળે પલેને ગામડાના લોકો પસંદ કરી નમતા. તેઓ એકમત, જેને પટેલાઈ કરવા ચુંટી કાઢતા તે પટેલની જગાએ આવતે.
શી રીતે મેવાડનું રાજમહેસુલ લેવાતું તેની બાબતમાં પર્યાચના થવી યોગ્ય છે, વળી સંધિબંધન પછી ચાર વર્ષમાં મેવાડની કેવી દશા અને ગતિ થઈ, તે વિષયમાં પુરેપુરી આલેચના કરી આ ઈતિહાસને દીર્ધ પરિચ્છેદ બંધ કરી દેશું.
મેવાડના સઘળા પ્રકારના શસ્ય ઉપર રાજમહેસુલ બે પ્રકારનું લેવાતું હતું. તે બે પ્રકાનું નામ કંકુટ અને ભુટાઈ એવા નામે પ્રસિદ્ધ હતું, શેલ, તમાકુ, ગળી સરસવ વગેરે જે વાડીમાં પેદા થાય તેના ઉપર દરેક વિદ્યાએ બે રૂપિયાથી તે છ રૂપિઆ સુધીને કર લેવાતે, ખેતરમાં પેદા થાય તેને ઉપર પટેલ ક્ષેત્રપતિ પટવારી રાજ કર્મચારી વીગેરેન સમક્ષ પંચથી શસ્ય લેવાણને જે દર મુકરર થાત તે લેવાતે. તેનું નામ કંકુટ કહેવાતું હતું. ભુટાઈના લેવાણની પ્રથા અતિ પ્રાચીન કાળથી ચાલેલી હતી, તે પ્રથામાં બન્ને પક્ષવાળે સંતેષ હતે.
ઉપર પ્રમાણેની પ્રથા ચાલવાથી પણ ખેડુતને નિસ્તાર નહોતે, શાથી કે પ્રકાશ્યભાવે કે અપ્રકાશ્યભાવે દુવૃત્ત રાજ કર્મચારીઓ, સ્વાર્થ પરતાની તૃપ્તિ કરવા માટે ખેડુતને લાંચ વિગેરે લઈ લુટતા, એ પ્રથા ચલાવવામાં ખેડુત લેકેજ મુળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com