________________
ઢોડ રાજસ્થાન
આવ્યા. રાજાનું એવું એવું અપમાન જોઈ એજંટ અત્યંત ક્ષુબ્ધ થશે. અપમાન કરનારને ઉપયુક્ત શસ્તિ આપવા માટે તે અત્યંત આતુર થયે. જે સમયે, તે સમાચાર આવી પહોંચ્યા તે સમયે રાણે, પાત્રમિત્ર સામંત વગેરેને લઈ સૂયતેરણ દ્વારે સભા કરી બેઠો હતો. હમીર પણ તે સભામાં હતા. એજટે ત્યાં આવી પ્રતિહાર સાથે પિતાના આવવાની વાત સંભળાવી. સભામાં આવી તેણે મંત્રીને પુછયું “રાણે વિષણ છે” મંત્રી સાથે બેચાર વાત કર્યા પછી તેણે રાણ ભીમસિંહને કહ્યું “આપના હકમની અવમાનના થાય છે. હું ઉદયપુરમાં છું અને એવી અવમાનના થાય, તેથી બ્રીટીશ ગવરમેન્ટ પાસે હું દોષિત ગણાઉં, એટલે આપના અવમાન કરનારને ઉપયુક્ત શાસન આપવાની ગોઠવણ થવી જોઈએ.”
અગ્રેજ એજંટનું એવું સાહસ વ્યંજક વચન સાંભળી, રાણાના હૃદયમાં સાહસને સંચાર થયે, તે પોતાના સંમાનને અવ્યાહત રાખવા માટે ગંભીર અને તેજસ્વિ ભાષામાં બે “સરદાર ! સેનાપતિઓ ! મારી ઈચ્છા નથી કે હું તમારા તરફ અન્યાય અને અશિષ્ટ વ્યવહાર કરૂં. પણ તેમ બોલવાથી તમે જાણશે નહિ કે હું મારું માન અને મર્યાદા જાળવવામાં પાછો રહું. ત્યાર પછી હમીર તરફ કૂટ કટાક્ષ કરી રાણે બોલ્યા “તું હાલજ મારા પાસેથી ચાલ્યા જા! અને એક કલાકમાં નગરને ત્યાગ કરી પલાયન કરી જા “રાણાના આ કેધાવેશમાં એજંટ સાહેબ તેને નિવાસિત ન કરતતે રાણે હમીરને દેશમાંથી નિવાસિત કરત. તે જ સમયે એ હુકમ બહાર પડયે કે જ્યાં સુધી હમીર અપહત ભૂમિ સંપત્તિ રાણાને પાછી ન આપે ત્યાં સુધી હમીરની સઘળી સંપત્તિ જપ્ત રહેશે. હમીરની આશા નિષ્ફળ નીવડી. તેણે જે વિચાર્યું તેથી વિપરિત થઈ પડયું. દારૂણ મમાહિત થઈ તે તેજ રાત્રીમાં ઉદયપુર છોડી ચા. પિતાના નગરમાં આવી, તેણે કેવળ અપહત ભૂમિ સંપત્તિ આપી એટલું જ નહીં, પણ જે મહાત્મા ટોડના હૃદયમાં ઉદિત થયું નહતું અને જેને સ્વપ્નમાં પણ વિચાર થયે નહોતે. તે સંઘટિત થયું, હમીરે પિતાના ભાદેશર કીલ્લાનું સ્વત્વ રાણાને સોંપ્યું. સઘળાએ વિસ્મય સાથે જોયું કે ”શિશદીય કુળની પતાકા ભાદેશરના માથે ઉડવા લાગી.”
વળી એક સરદારને વૃત્તાંતને ઉલ્લેખ આ સ્થળે આપ કેવળ પ્રજનીય છે. આમલી દુર્ગ અને તેની અંદરની સઘળી સંપત્તિ સતાવીસ વર્ષ સુધી આર્મત સરદારના કબજામાં હતી. તેઓને અધિકાર અડધા સૈકા સુધી ચાલ્યું. આમતના સરદાર જગવત કુળમાં પેદા થયેલા હતા અને મેવાડના સળ પ્રધાન સરદાર માંહે તેઓ ગણાતા, જગવત કુળને પ્રતિનિધિ ફતેહસિંહ એક સ્વત્ય ભાવવાળે રજપુત હતે. બેદર સરદારની નીચે જે કઈ રાજભક્તિમાં નીચેના આસને બેસી શકે તે તે ફતેહસિંહ હતું. જે જગવત કુળમાં વીરબાળક પુત્ર પેદા થયેલ હતું. આમૈત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com