________________
રાણા દ્વિતીય પ્રતાપસિહ વી
૪૧૧
બીજા પડખે પેસી. પુરવાસીઓ ઉપર અત્યાચાર કરી મેવાડની ભૂમિમાં પિશાચની જેમ ભટકવા લાગ્યા, સમયેસમયે લુટેલ દ્રાના માટે બન્ને દળ વચ્ચે કલહ ચાલતો હતા. એ રીતે બન્ને દળ વચ્ચે લડાઈ થવાથી મેવાડભૂમિ શ્મશાન જેવી થઇપડી, દુરાચાર પઠાણ અને મરાઠાના અત્યાચાર ઘણા હાઇ મેવાડભૂમિનું રક્ષણ કરવા રાણા અસમ થયા. રાણાએ તે રકતપિપાસુ અને સરદારને પોતાની ભૂમિ વહેંચી આપવા સકલ્પ કર્યો. એ વિષય સ્થિર કરવા ધળમુગરા નામના સ્થળે સભા મળી રાણાના પ્રતિનિધિ સ્વરૂપ કેટલાક આશામીએ ત્યાં હાજર રહ્યા. થોડા સમયમાં સભાના ઉદેશ વ્યક્ત અને સાધિત થયા. અને પિશાચાના મનાભિલાષ પૂર્ણ થયા, મેવાડના ક્ષતિવક્ષત ગાત્ર ઉપર દારૂણ ક્ષત પડયાં, મેવાડને આજ મસાણ સમજી પિશાચ અને પ્રેતને આનંદ હતા, મેવાડના અધિવાસીએ આજ મડદા જેવા, તેઓને ભાન નહેાતુ, તેને સાન નહેતુ', મેવાડ આજ જીવ વિનાનુ થયુ, પદાઘાત ઉપર પદાઘાત પડવાથી આજ મેવાડ સ'જ્ઞાવિનાનું થયુ. મેવાડ ભૂમિ તરફ વિધાતા વિમુખ થયે, નહિંતે સ્વર્ણ પ્રતિમા રાજકુમારી કૃષ્ણુ કુમારી અકાળે મૃત્યુના ભાગમાં કેમ પડે ?
i
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com