________________
યુટવાની પ્રથાનું દમન
૪૧૩
ભીષણ આઘાત લગાવ્યા. જેથી મેવાડની દુર્દશાને પાર રહ્યા નહિ. તેઓના પિશાચિક અત્યાચારે રાજસ્થાનનાં ક્ષેત્રે ઉજડ થઈ ગયાં. તેનું વર્ણન આપણે પૂવધ્યાયમાં કહી ગયા, લુંટના સસાદનમાં અને ભયાવહ લોક સંહારના હૃદય વિદારક ચિત્રે આપણે અગાઉ અંકિત કરી ગયા, હવે ફરીથી તેનું અંકન પ્રજન વિનાનું છે. એટલામાં મંગલમય વિધાતાએ, રજપુતના દઘ અને ક્ષત અંગ ઉપર શાંતિ જલ છાંટી, મરવા પામેલ રજપુત સમિતિને બચાવી દીધી, પઠાણ અને મરાઠાઓએ ભારત સંતાનના લેહી પીવા દસ્યુસમિતિ ઉભી રહી, ભારતવર્ષના ઉતત હૃદયમાં શાંતિવાલિ સાંચવાનું મનમાં લાવી સદાશય અંગ્રેજોએ સહુની પહેલાં તે દસ્યુસમિતિને સંહાર કરવા ઠરાવ કર્યો. ઈ. સ. ૧૮૧૭ ના વર્ષમાં અકટોબર માસના ભારતવર્ષના શાસન કર્તા લેડ હેક્ટીસની વિચક્ષ
તાથી તે દશ્યસમિતિને પ્રયાસ વ્યર્થ ગયે. તેઓનું દલ અને બળ ચારે તરફ છિન્ન ભિન્ન થયું. તે દિવસથી ભારતવાસીઓ, અત્યાચારી લોકોના જુલમથ મુક્ત થયા.
અંગ્રેજ શાસન કતના કઠેર ઉધમે ભારતવર્ષના શાંતિવિઘાતક પાખંડી દશ્યને વિષદત ભાંગી ગયે, દુરાચારીઓ ચારે દિશામાં પલાયન કરી ગયા, હવે પછી તેઓ એકઠા ન થાય તેમ ભારતવર્ષના રાજન્યવર્ગને કરવાનું હતું.
રજપુતેને એકતાના સુત્રથી બાંધી દેવા, અંગ્રેજ શાસનકર્તાએ રજપુતની એક સમિતિ બોલાવી. માત્ર જયપુરના રાજા શીવાય સઘળા રજપુત રાજાએ અંગ્રેજના પ્રસ્તાવમાં સંમત થયા. તે પ્રસ્તાવની સાધના માટે દિલ્લીનું સ્થળ મુકરર થયું. થોડા સમયમાં ભારતવર્ષના રજપુત રાજાઓના પ્રતિનિધી દિલ્લીમાં એકઠા થયા. કેટલાક અઠવાડિયા પછી સઘળી રજપુત સમિતિનું ભાગ્યસૂત્ર બ્રીટનના સાથે સંબદ્ધ થયું. તે સધીપત્રમાં એવું સ્થિર થયું જે રજપુતે પોતપોતાના
ક ઇષ્ટ ઈન્ડિયા કંપની સાથે રાણું ભીમસિંહને જે સધીપત્ર સંબદ્ધ થયો તેના પ્રત્યેક મુવને અવિકલ અનુવાદ નીચે પ્રમાણે છે૧ આ બે રાજકુળ મધ્યે વંશ પરંપરાનુક્રમે કાયમનું બંધુત્વ, સમવેદન અને એકતાના સુત્રને સંબંધ થાશે. એક રાજાનો મિત્ર કે શત્રુ બીજા રાજાનો મિત્ર કે શત્રુ ગણાશે. ૨ ઉદયપુરના રાજાને વિપદમાંથી કહાડવા બ્રીટીશ ગવરમેંટસારી રીતે પ્રવૃત્ત રહેશે. ૩ ઉદયપુરને મહારાણ સદા સર્વદા બ્રીટીશ ગવરમેંટની અધીન સોગિતામાં કામ કરશે અને બ્રીટીશ ગવરમેંટની પ્રભુતા સ્વીકારશે, બીજા કોઈ રાજા અને રાજકુળની સાથે તેને સંબંધ રહેશે નહી. ૪ બ્રીટીશ ગવરમેંટને જાહેર કર્યા વિના ઉદયપુરનો રાણો કોઈ રાજા સાથે વા કોઈ રાજકુળ સાથે કાંઈ પણ જાતના સંબંધ રાત્રે બંધાશે નહિ, ૫ ઉદયપુરને રાણો કોઈના ઉપર કોઈ જાતનો અત્યાચાર કરી શકશે નહિ, વળી દૈવવશે કોઇની સાથે તેને વિવાદ થાય તે બ્રીટીશ ગવરમેંટના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com