________________
૩૯૪
ટાડરાજસ્થાન
અજીતસિહ નામના એક શખ્સને ક્રૂત રવરૂપે તેની પાસે મેકલ્યા. હાલકર ઉદયપુરમાં પેસતા હતા એટલામાં અજીતસિહ સાથે તેને મેળાપ થયેા. અજીતસિહે તેને રાણાના મનેાભિલાષ કરી સભળાવ્યેા. તે ઉપર દુરાચાર મરાઠાપતિએ જવાબ આપ્યા. કે જ્યાં સુધી ચાલીશ લાખ રૂપૈઆ નહિ મળે ત્યાં સુધી ઉદયપુર હું છે।ડું તેમ નથી. થોડા સમયમાં આ સમાચાર રાણાના કાને પહેાંચ્યા. રાણાના આંતરિક ભય ખમણા વધી પડયા. આત્મરક્ષા કરવા માટે બીજો ઉપાય ન જોતાં તેણે તે રકમ આપવાનું કબુલ કર્યું. કેવુ... આશ્ચ! કેવા વિષમભ્રમ! રાણા ભામિસંહ એટલે બધા મીકણુ ! એટલેા બધા કાપુરૂષ ! ગિલ્ડાટ કુળના સામાન્ય ગુણા પણ તેનામાં નહાતા ! તે વીર કેશરી પ્રતાપસિહુના વશધર નહાતા! ત્યારે તે જઘનમાન્ય પવિત્ર ગિલ્હોટ કુળમાં કેમ ઉત્પન્ન થયા. ત્યારે વિર ચુડામણિ પ્રતાપસિંહની ગાદીએ કેમ બેઠા, આજ પ્રજાનું સર્વસ્વ અપરત થયું. રાણા આત્મ રક્ષણ માટે વ્યાકુળ થઈ મરાઠા હૃદયનું પલેન કરવા લાગ્યું. જે સામાન્ય જીવન રક્ષા માટે તેણે અસ`ખ્ય પ્રજાનુ સુખ સ્વાસ્થ્યદ્ય ગુમાવ્યુ. તે જીવન રક્ષાનું પ્રત્યેાજન શું! વિપદમાં પડેલ, લાંચ્છન પામેલ, અપમાન પામેલ અને પદ નીચે દલાયેલ પ્રજાના રક્ષણ માટે જે જીવન કામમાં ન આવ્યું તે જીવનનું ફળશું?
ચાલીશ લાખ રૂપૈઆ લઈ સધિ કરવા દુરાચાર મરાઠાઓએ વાસના અતાથી, મેવાડની આવી દુરવસ્થામાં એટલી બધી નાણાંની રકમ અપાય તેમ નહાતુ, રાણા વિષય ચિંતામાં પડયા. નાણાંની રકમ ન આપવાથી સર્વનાશ થાશે એમ જાણી તેણે પોતાના અને રાજપરિહરના અલંકાર વીગેરે વેચ્યા. તેથી કરી બાર લાખ રૂપૈયા એકઠા થયા. ચાલીશ લાખ રૂપીઆની ોગવાઇ કરવાની હતી નાણાં આપવામાં નિષ્ફળ થયેલા રાણાને જોઇ મહારાષ્ટીય સૈનિકોએ લાઉવા અને બેદનાર જનપદ ઉપર હુમલા કર્યાં. તે એ જનપદે તેઓએ કબજે કરી લીધા છેવટે ઘણાં નાણાં મેળવી તે તે જનપદ તેઓએ છેડી દીધા. તેથી પણ દુરાચારની ધનતૃષા પ્રશમિત્ત થઇ નહિ, છેવટે દેવગઢના કીલ્લાના કબન્ને લેતા સાડા ચાર લાખ રૂપૈઆ તે પામ્યા, એ રીતે ક્રમાઞત આઠ માસ રહી, તેણે મેવાડનું શાણિત શેાષણ કર્યું. ત્યાર પછી દુરાચાર હાલકર ઉત્તર પ્રદેશ તરફ ચાલ્યા.
જે સમયે પ્રખળ પરાક્રમ સ્વેચ્છાયી કુરનીતિવાળા મહારાષ્ટીય લોકોની પાશવી સ્વાર્થ પત્તા અને અધમનૃશંસત્તાના જોરથી કમજોર રજપુતા પીડા પામતા હતા તે સમયે શ્વેતદ્વીપથી બળિ! કે બ્રીટીશકેસરી, ભારતવમાં આવી પહાંચ્યું. તેની વિકટ ભૃકુટીના દર્શને કુટીલ મરાઠાના હ્રદય કંપી ગયાં, તેઓનુ સિંહાસન ∞ ગયું, ભારતવષ માં બ્રીટીશસિ'હની ક્રમિક ગૌરવાન્નતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com