________________
૩૮૬
ટૅડ રાજસ્થાન વશ્યતા સ્વિકારી નહિ. કોઈએ તેને પ્રતિનિધી ગણી ગ્રાહ્ય કયે નહિ. રાજ્યમાં ઘર અશાંતિ અને અરાજકતાને પ્રાદુભવ થશે. નાગરિક લોકેન ધન માન લુટાયા. ઠેકાણે ઠેકાણે મોટી વિશૃંખલતા જોવામાં આવી. અત્યાચાર પીડિત લોકે પિકાર કરવા લાગ્યા. આવી રીતના ઉત્પીડનથી મેવાડ ભૂમિ શોચનીય દશામાં આવી પડી. આ સુગ મેળવી મહારાષ્ટ્રીય લુટારા, રાહીલાઓ અને દુઃસાહસિક ફીરંગીઓ મેવાડમાં આવી પડ્યા. તેઓએ રજપુત વિગેરેનું સર્વસ્વ હરી લીધું, તેની સાથે દુધર્ષ ચંદાવત કે પિતાના ગાત્રપતિ વિરવર ચંડના પવિત્ર મંત્રની અવહેલા કરી અત્યાચારી સંધવી લેકે સાથે મળી જઈ ઠેકાણે ઠેકાણે લુંટ કરવા લાગ્યા. રાણાએ તેઓની ભૂમિવૃત્તિ ખેંચી લીધી. દુર ચંદાવત રજપુતે મોટા સંકટમાં પડયા. તે સંકટમાંથી બચવા માટે તેઓના મુખી અજીતસિંહ, અંબાજીની પાસે એક દૂત મેકલ્યો. તેઓએ તેની સહાય મેળવવામાં દશ લાખ રૂપિયા આપવાનું કબુલ કર્યું. નાણાના લેભીયા મહારાષ્ટીએ રાયચંદને મેવાડ થકી પ્રસ્થાન કરવાનું ફરમાવ્યું. શિવદાસ અને સતીદાસ પદગ્રુત થયા. સાલું બ્રા સરદારે રાજસભામાં ફરી પ્રતિષ્ઠા મેળવી. તેણે અગ્રજી મહેતાને મંત્રી પદે નીમે. પ્રતિદ્ધિ શતાવરજપુતો ઉપર તેણે હુમલો કર્યો. વળી બને સંપ્રદાય વચ્ચે ઘેર સંઘર્ષ થઈ ઉઠયે. પણ અંબજ આનુકુલ્ય મેળવ્યું. દુધ ચંદાવત રજપુતોએ શક્તાવત્ રજપુતેને હરાવ્યા. અને તેઓના મુલકમાંથી દશ લાખ રૂપીયા મેળવી ચંદાવત રજપુતોએ અંબાજીને આપ્યા.
એકવાર જે મહારાષ્ટીય વીરના પ્રચંડ બળે સઘળું રાજસ્થાન પુજી ગયું હતું. જેની દુરાકાંક્ષા વન્જિના સમક્ષે નંદનવન સરખું મેવાડ બળી સ્મશાન જેવું થઈ ગયું. તે મહાવીર ચતુર ચુડામણિ કુરનિતિ માધોજી સંધીયે. સર્વ નિયંતાકાળના આદેશથી આ લેકમાંથી વિદાય થયે. ધન રત્નના ઢગલાથી જેની પરિતૃપ્તિ નહેતી, આજ તે બીજી દુનીયામાં ચાલ્યો ગયો. જેનું મસ્તક કોઈ દિવસ કેઈની પાસે ન નથી. આજે તેનું મસ્તક શીયાળવા કુતરાં વગેરેના પગ તળે દબાઈ ગયું. એવું જોઈને પણ મેહાંધ માણસના જ્ઞાન નેત્ર ઉઘડતાં નથી. જીવનના સ્વલ્પકાળમાં ઉપકાર થાય નહિ ત્યારે માણસની હયાતીને ઉદ્દેશ શા કામને. જે આદર પૂરણ કરીને જીવન કાળ કહાડવાને હોય તે માનવનું શરીર લઈ જન્મવાનું પ્રયોજન શું ! પશુ પક્ષીઓ પણ એ પ્રમાણે આત્મદરનું પુરણ કરે છે, ત્યારે પશુ અને માનવમાં પ્રભેદ કે ! માધાજી સિંધીઓ સાભાગ્યશ્રી પુષ્કળ ધન અતુલ ક્ષમતા અને ઐશ્વર્યને અધીકાર પામ્ય. પણ તેણે માતૃભૂમિને કાંઈ ઉપકાર કર્યો ખરો! જે તે પુષ્કળ ધનને, અતુલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com